SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત ભૂમિકાને ઝડપથી ઊંચકવાના આધ્યાત્મિક પ્રયોજનને લક્ષમાં રાખીને, ઉચિત રીતે નિશ્ચયનયને મુખ્ય બનાવવાની વાત સર્વનયમય જિનાગમમાં માન્ય જ છે. નરહસ્યમાં પણ મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “પોતાના વિષયની મુખ્યતા સ્વરૂપ સ્વતંત્રતા નયને મિથ્યા બનાવવામાં પ્રયોજક નથી.” મતલબ કે પારમાર્થિક પ્રયોજનને લક્ષમાં રાખીને દરેક સુનયને પોતાના વિષયની મુખ્યતા બનાવવાની-બતાવવાની સ્વતંત્રતા છે, છૂટ છે. આ વાત સર્વજ્ઞમાન્ય છે. ટૂંકમાં અહીં નિશ્ચયનયની જે વાત કરેલ છે, તે જીવને ઉશ્રુંખલ બનાવવા માટે નહિ પણ શાંત-વિરક્ત-ઉદાસીન-અસંગ બનાવીને સ્વસ્થ-આત્મસ્વભાવસ્થ કરવા માટે જ છે. “જૈનદર્શન અનેકનયમય છે. તેથી તેમાં પ્રયોજન અનુસાર કોઈ એક નયની મુખ્યતાને આદરવામાં પણ કોઈ દોષ રહેલો નથી' - આ મુજબ સ્યાદ્વાદકલ્પલતામાં જણાવેલ છે, તે વાતને પણ અહીં ભૂલવી નહિ. આ બાબતને આગળ પણ અને પૂર્વે પણ આ જ રીતે લક્ષમાં રાખવી. A પ્રવજ્યાયોગ્ય સાધકનો ગુણવૈભવ નિહાળીએ છે કાંતા દૃષ્ટિમાં રહેલ સાધકમાં સંસારથી વિરક્તતા વગેરે હોવાના લીધે તે સાચા અર્થમાં પ્રવજ્યાનો એ = દીક્ષાનો અધિકારી બને છે - તેમ જાણવું. ધર્મબિંદુ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ એ છે કે – “હવે પ્રવ્રજ્યાને યોગ્ય સાધક બતાવવામાં આવે છે. (૧) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ હોય. " (૨) વિશિષ્ટ જાતિ અને કુળથી યુક્ત હોય. (૩) ક્ષીણપ્રાયઃ કર્મમળવાળો હોય. (૪) તેથી જ જે (ને નિર્મળ બુદ્ધિવાળો હોય. તથા (૫) (A) મનુષ્યભવ દુર્લભ છે. (B) જન્મ એ મરણનું કારણ છે. () સંપત્તિ ચંચળ છે. (D) પાંચ ઈન્દ્રિયના વિષયો દુઃખનું કારણ છે. (E) જેનો સંયોગ થાય છે, અ. તેનો અંતે વિયોગ નિશ્ચિત છે. (F) આયુષ્યનો ક્ષય થઈ રહ્યો હોવાથી પ્રતિક્ષણ “આવી ચિમરણ છે. ન (G) ભોગસુખનો વિપાક = પરિણામ ખરેખર દારુણ = ભયાનક છે' - આ પ્રમાણે સંસારની નિર્ગુણતાને જેણે જાણી લીધી હોય. (૬) તેથી જ જે સંસારથી વિરક્ત હોય. (૭) અતિ અલ્પ કષાયવાળો હોય. વી (૮) જેના હાસ્ય-નિદ્રા-ભાષણ-ભોજન-મળ-મૂત્ર વગેરે અલ્પ હોય. (૯) જે કૃતજ્ઞ હોય. (૧૦) વિનીત મ હોય. (૧૧) પ્રવ્રયા પૂર્વે પણ રાજા, મંત્રી, નગરલોક વગેરેને અત્યંત માન્ય હોય. (૧૨) જે દ્રોહકારી ન હોય. (૧૩) કલ્યાણકારી અંગોપાંગવાળો હોય. (૧૪) શ્રદ્ધાસંપન્ન હોય. (૧૫) સ્થિર હોય તથા (૧૬) દીક્ષા લેવા માટે સામે ચાલીને, સમર્પિત થઈને જે હાજર થયેલ હોય.” ચંદ્રની સોળ કળા જેવા સોળ ગુણો દ્વારા પ્રવ્રજ્યાયોગ્ય સાધક પૂરેપૂરો ખીલી ઉઠે છે. આ સોળ ગુણો મોટા ભાગે કાંતા દૃષ્ટિમાં પ્રગટ થાય છે. પ્રવ્રજ્યા એ જ્ઞાનયોગનો સ્વીકાર કરવા સ્વરૂપ છે. ખરેખર, ઉપરોક્ત ગુણોથી જે યુક્ત ન હોય, તે જ્ઞાનયોગને - પ્રવ્રજ્યાને આરાધી શકતો નથી. તથા ઉપરોક્ત સોળ ગુણોથી જે પરિપૂર્ણ હોય, તે સાધક જ્ઞાનયોગને - પ્રવ્રજ્યાને આરાધ્યા વિના રહેતો નથી. આ વાત યોગદષ્ટિ સમુચ્ચયવૃત્તિ, દાવિંશિકાવૃત્તિ વગેરે ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવેલ છે. ( પ્રભાષ્ટિમાં પ્રવેશ ભાવપ્રવ્રજ્યા માટે જરૂરી ઉપરોક્ત ગુણવૈભવને મેળવીને “પ્રભા' નામની સાતમી યોગદષ્ટિમાં પ્રવેશેલા યોગીને ભેદવિજ્ઞાનના અભ્યાસના પ્રભાવથી, અસંગ સાક્ષીભાવની સાધનાના બળથી તથા ધ્યાનસાધનાના સામર્થ્યથી શરીર, ઈન્દ્રિય, મન, વચન, કર્મ, પુદ્ગલ વગેરેમાં અહંભાવ, મમત્વબુદ્ધિ
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy