SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ [અધ્યાત્મ અનુયોગ સહિત તાત્ત્વિક પરિણતિને મેળવે છે. વિરતિપરિણામના પ્રભાવથી અહીં ગુણો ગુણાનુબંધી બને છે. પ્રગટ થયેલા ગુણો અપ્રગટ અનેક ગુણોને ખેંચી લાવે તેવી આત્મદશા કાંતા દષ્ટિમાં વર્તતા ભાવશ્રાવકની હોય છે. જ વચનાનુષ્ઠાન-વચનક્ષમા વગેરેનો પ્રારંભ * ષોડશક પ્રકરણનો સંવાદ દેખાડવા દ્વારા પૂર્વે (૧૬/૫) વર્ણવેલ વચનાનુષ્ઠાનનો તાત્ત્વિકપણે અહીંથી આંશિક પ્રારંભ થાય છે. ષોડશકમાં બતાવેલ વચનક્ષમા વગેરે પણ કાન્તા દષ્ટિથી જ અંશતઃ શરૂ થાય છે. ષોડશક ગ્રંથમાં દર્શાવેલ કુશલઆશય સ્વરૂપ પ્રણિધાન અને પ્રવૃત્તિ – બન્નેને અહીં તાત્ત્વિક જાણવા. જ ભાવશ્રાવકના ક્રિયાસંબંધી છ લક્ષણ જ ધર્મરત્નપ્રકરણમાં ભાવશ્રાવકના ક્રિયાસંબંધી છ લક્ષણ બતાવેલા છે. (૧) અણુવ્રતાદિને ધારણ કરે, (૨) શીલને પાળે, (૩) સ્વાધ્યાય-વિનયાદિ ગુણોથી શોભે, (૪) સરળ વ્યવહાર રાખે, (૫) ગુરુની સેવા કરે તથા (6) સૂત્ર-અર્થ-ઉત્સર્ગ-અપવાદાદિમાં વિચક્ષણતા મેળવવા દ્વારા પ્રવચનકુશળ બને. આ છ લક્ષણના અવાજોર અનેક ભેદ-પ્રભેદો ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાંતિસૂરિજીએ વર્ણવેલ છે. 2 મોટા ભાગે તે અહીં પ્રગટ થાય છે. ૪ ભાવશ્રાવકના ભાવસંબંધી સત્તર લક્ષણ ધર્મરત્ન પ્રકરણમાં જ ભાવશ્રાવકના ભાવસંબંધી સત્તર લિંગો જણાવેલ છે. તે આ મુજબ સંક્ષેપમાં 10 જાણવા. (૧) પત્નીને વશ ન થવું, (૨) ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો, (૩) ધનમાં સંતોષ રાખવો, (૪) - સંસારમાં રતિ ન કરવી, (૫) વિષયોમાં વૃદ્ધિ ન કરવી, (૬) મહાઆરંભ-સમારંભ બને ત્યાં સુધી ૨૫ છોડવા, (૭) બંગલાને બંધન માનવું, (૮) સમ્યગ્દર્શનમાં સ્થિર રહેવું, (૯) ઘેટાવૃત્તિને = ગતાનુગતિક ઉ વૃત્તિને છોડવી, (૧૦) આગમમાં બતાવેલ વિધિને પાળવાનો ભાવ રાખવો, (૧૧) યથાશક્તિ દાનાદિમાં 0 રૂચિ-પ્રવૃત્તિ, (૧૨) ધર્મપ્રવૃત્તિ કરવામાં શરમાવું નહિ. દા.ત. જિનપૂજા માટે ધોતિયું પહેરીને દેરાસર . જવામાં લાજ-શરમ ન રાખવી, (૧૩) કોઈ પ્રત્યે તીવ્ર રાગ-દ્વેષ ન કરવા, (૧૪) મધ્યસ્થતા રાખવી, O (૧૫) સ્વજનો પ્રત્યે મમતા ન કરવી, (૧૬) દાક્ષિણ્યથી સંસારમાં પ્રવૃત્તિ કરે, (૧૭) નિરાશસભાવે ગૃહવાસને પાળે. ભાવશ્રાવકના આ સત્તર લિંગો પ્રાયઃ કાંતા દૃષ્ટિમાં પ્રકૃષ્ટ બને છે. * અનુષ્ઠાનમાં ૨૫ શુદ્ધિઓને જાળવીએ 6 કાંતા દૃષ્ટિમાં વર્તતા મતિમાન શ્રાવક સ્વભૂમિકાને યોગ્ય એવા અનુષ્ઠાનમાં પ્રવર્તતી વખતે પ્રાયઃ કરીને નીચેની શુદ્ધિને જાળવે છે. તે આ રીતે – (૧) ધનશુદ્ધિ, (૨) દાન વખતે પાત્રશુદ્ધિ, (૩) સુપાત્રાદિ દાનમાં આપવા યોગ્ય દ્રવ્યની શુદ્ધિ, (૪) જિનાલયનિર્માણાદિમાં ભૂમિશુદ્ધિ, (૫) કયા દેશમાં કે રાજ્યમાં ધંધો, વસવાટ વગેરે કરવો ? તે અંગે દેશશુદ્ધિ, (૬) કાળશુદ્ધિ, (૭) બહાર નીકળતા નાડી શુદ્ધિ, (૮) ગજરાજદર્શનાદિ શુકનશુદ્ધિ, (૯) જિનાલય-જિનપ્રતિમાદિના માધ્યમે મહાપૂજા -ધ્યાનાદિમાં આલંબનશુદ્ધિ, (૧૦) વિધિ સાચવવા દ્વારા ક્રિયાશુદ્ધિ, (૧૧) ઉત્સાહાદિ દ્વારા સત્ત્વશુદ્ધિ, (૧૨) યોગ્ય વ્યક્તિના માધ્યમથી કાર્ય કરાવવા દ્વારા સાધનશુદ્ધિ, (૧૩) સ્વપ્રયત્નસાધ્ય યતનાદિ જાળવવા દ્વારા સાધ્યશુદ્ધિ, (૧૪) સત્કાર્યસાધક યોગ્ય બાહ્ય સામગ્રીનું સંપાદન કરવા સ્વરૂપ હેતુશુદ્ધિ, (૧૫) ધર્મક્રિયામાં બાહ્ય સ્વરૂપશુદ્ધિ, (૧૬) સત્કાર્ય-સગુણાદિની પરંપરાની જનક આંતરિક અનુબંધશુદ્ધિ,
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy