SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત -ભવ્યતા અનુભવાય છે, પોતાના જીવનની કૃતાર્થતા-સફળતા પ્રતીત થાય છે. આત્મદ્રવ્યના ચૈતન્યથી ઝળહળતા વિશુદ્ધ ગુણો ઝડપથી પ્રગટે છે. તથા પ્રગટ થયેલા પર્યાયો ઝડપથી નિર્મળ બને છે. ન સમકિતીને સર્વ ગુણોનો આંશિક આસ્વાદ જ ખરેખર શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ જીવાત્માને દિવ્યદૃષ્ટિ, દિવ્યશુદ્ધિ આપે છે. નિરંતર નિજ આત્મદ્રવ્યના ગુણોના દર્શન, સ્મરણ વગેરેના બળથી આત્માર્થી ઉપલી કક્ષાના વિશુદ્ધ ગુણોને પ્રગટ કરે છે. પોતાના ચૈતન્યરસનો તેને આસ્વાદ આવે છે. ચૈતન્યરસાસ્વાદની સાથે-સાથે પોતાના અનંત ગુણોનો આસ્વાદ એને અંદરમાં સ્વતઃ આવે છે. “પોતાના વિશુદ્ધ ચૈતન્યસ્વભાવમાં ડૂબવાથી જ કેવળજ્ઞાન પ્રગટશે’ - તેવી શ્રદ્ધા સમ્યગ્દષ્ટિમાં ઝળહળે છે. તેથી તે વારંવાર તેની સન્મુખ રહે છે. અવાર-નવાર અંદરમાં જવા તેની ચિત્તવૃત્તિ વેગવંતી બને છે. આવી શ્રદ્ધા, અન્તર્મુખતા, સંવેગ વગેરેના બળથી નિર્મળ સમ્યગ્દષ્ટિ સાધક સદા પોતાના જ વિશુદ્ધ ચૈતન્યસ્વભાવમાં ઠરે છે. તેમાં જ તેને વિશ્રામ-આરામ-સુખાકારિતા અનુભવાય છે. આમ તે શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં જ મોટા ભાગે વિશ્રામ કરે છે. યોગદૃષ્ટિસમુચ્ચયવ્યાખ્યામાં 5. જણાવેલ અવંધ્ય પૂલબોધના કારણો રવાના થવાથી સ્થિરા દૃષ્ટિથી સ્થૂલ બોધ વિદાય લે છે. તથા અષ્ટપ્રકરણમાં દર્શાવેલ “વિષયપ્રતિભાસ જ્ઞાન” પણ અહીંથી નિવૃત્તિ લે છે. છે પુણ્યબંધ પણ સોનાની બેડી છે તે વેદ્યસંવેદ્યપદભાવી શ્રદ્ધા, સંવેગ, નિર્વેદ વગેરેથી વણાયેલા અધ્યવસાયના પ્રભાવે પરમાર્થથી પ્રચુર આ પ્રમાણમાં પુણ્યાનુબંધી પુણ્ય સ્થિરા દૃષ્ટિથી જ બંધાય છે. તો પણ તેની ઈચ્છા તેને હોતી નથી. કારણ રણ કે પોતાની જાતને રાગ-દ્વેષાદિના બંધનમાંથી અત્યંત ઝડપથી છોડાવવાની ઝંખના તીવ્રપણે નિર્મળ સમકિતીના અંતઃકરણમાં છવાયેલી હોય છે. આ પ્રમાણે સંવેગનો અતિશય (Power) તેનામાં પ્રગટેલો હોય છે. તથા પાંચેય શબ્દાદિ વિષયોનું આકર્ષણ ખતમ થઈ ચૂકેલ હોવાથી પાંચેય ઈન્દ્રિયો પણ પોતાના વિષયોથી અંદરમાં સ્વતઃ અત્યંત નિવૃત્ત થઈ ચૂકેલી હોય છે. આ પ્રમાણે પાંચમી યોગદષ્ટિમાં પ્રત્યાહારનું બળ વિકસેલું હોય છે. આવા સંવેગાતિશય અને પ્રત્યાહારબળ - આ બન્નેના પ્રભાવથી, કામરાગ -સ્નેહરાગ-રાતિ-હર્ષ વગેરેને પેદા કરાવવામાં નિમિત્ત બનવાની યોગ્યતા ધરાવનારા પુણ્યને બાંધવાની ઈચ્છા પણ તેને હોતી નથી. (૧) “જે પુણ્યબંધ છે, તે પણ ઈચ્છવા યોગ્ય નથી. કારણ કે તે સોનાની બેડી-સાંકળ-બંધન સમાન છે' - આ મુજબ ધર્મસંગ્રહવૃત્તિમાં શ્રીમાનવિજયજી ઉપાધ્યાયનું જે વચન છે, તે આ દશામાં પરમાર્થથી પરિણમે જ છે. તથા (૨) “આત્માને વશમાં રાખનારા સંયમીઓના શુભ યોગો જે પુણ્યકર્મને પેદા કરે છે, તેને પણ સોનાની બેડી જેવા સમજવા. કારણ કે મોક્ષના સુખને તો તે અટકાવે જ છે' - આ પ્રમાણે શાંતસુધારસમાં શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયનું જે વચન છે, તે પણ આ અવસ્થામાં પરમાર્થથી પરિણમે જ છે. છે અમૃતઅનુષ્ઠાનનો પ્રારંભ પ્રત્યાહાર સિદ્ધ થવાના લીધે વિષયાકર્ષણ-પુણ્યાકર્ષણ રવાના થાય છે. તથા સંવેગાતિશયથી પોતાના વીતરાગ સ્વરૂપનું આકર્ષણ નિર્મળ સમ્યગ્દષ્ટિ સાધકમાં પ્રગટે છે. તેથી જ પ્રભુના વંદન, પૂજન આદિ કર્યા વિના તે રહી શકતો નથી. પ્રન્થિભેદ કરાવવા દ્વારા સમ્યગ્દર્શનની ભેટ આપનારા સદ્દગુરુનો વિનય-વૈયાવચ્ચ વગેરે કર્યા વિના તે રહી શકતો નથી. ગુરુવૈયાવચ્ચનો તે અભિગ્રહ લે છે. (જુઓ - ધર્મસંગ્રહવ્યાખ્યા-શ્લોક ૨૨, સમકિતના સડસઠ બોલની સજ્જાય ગાથા-૧૪, સમ્યક્તસપ્તતિકા શ્લોક
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy