SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત છે, તેનું પણ અહીં અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “મન-વચન-કાયાની પ્રવૃત્તિની વિશુદ્ધતાથી અને જીવવર્ષોલ્લાસની ઉત્કટતાથી (૧) કુશલ પરિણામ ઉછળ્યો, (૨) સંક્લિષ્ટ કર્મોનો ઢગલો ચલાયમાન થયો, (૩) મોહવાસના રવાના થઈ, (૪) અશુભ અનુબંધો તૂટી ગયા, (૫) કર્મગ્રંથિનો ભેદ થયો, (૬) મિથ્યાત્વનો ક્ષયોપશમ થયો, (૭) સમકિતનો પરિણામ પ્રગટ થયો.” બૃહત્કલ્પભાષ્યમાં તથા વિશેષાવશ્યકભાષ્યમાં પરમતત્ત્વરુચિસ્વરૂપ જે સમકિત જણાવેલ છે, તેને અહીં યાદ કરવું. જ સમ્યગ્દર્શનના ૨૨ લક્ષણોને પ્રગટાવીએ કે કુવલયમાળા ગ્રંથમાં શ્રીઉદ્યોતનસૂરિજીએ સમ્યગ્દર્શનના અનેક લક્ષણો બતાવેલા છે. તે આ પ્રમાણે - “(૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપા તથા (૫) આસ્તિક્ય ભાવ - આનાથી સહિત એવા લક્ષણો સમ્યક્તના હોય છે અથવા (૬) જીવો વિશે મૈત્રી, (૭) ગુણવાન પ્રત્યે પ્રમોદ, (૮) દીન-દુઃખી પ્રત્યે કરુણા અને (૯) અવિનયી વિશે ચોથો માધ્યચ્ય ભાવ હોય તો સમકિત હોય. અથવા (૧૦) જેણે જગતના અનિત્ય-અશરણાદિ સ્વભાવની સારી રીતે ભાવના કરી હોય, (૧૧) કાયાનો - અશુચિ-અનિત્યાદિસ્વભાવ જેણે ભાવિત કર્યો હોય, (૧૨) બાહ્ય-અત્યંતર તપસાધનામાં જેને સમ્યફ 'રી પ્રકારે વેગ-ઉત્સાહ-ઉમંગ હોય તથા (૧૩) સંસાર પ્રત્યે વૈરાગ્ય જ હોય. આ લક્ષણો દ્વારા ઓળખાય તા છે કે અહીં સમ્યક્ત છે.” આ લક્ષણો અહીં સ્થિરા દષ્ટિમાં પ્રગટ થાય છે. સંબોધપ્રકરણમાં સમકિતના " લિંગો આ મુજબ જણાવેલ છે કે ‘(૧) વિધિનું પાલન, (૨) ગુણીનો રાગ, (૩) અવિધિનો ત્યાગ, 3(૪) પ્રવચનપ્રભાવના, (૫) અરિહંતની સેવા અને (૬) સુગુરુની સેવા - આ સમકિતના લિંગો છે.” તથા પુષ્પમાલા ગ્રંથમાં માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ નીચે મુજબ જણાવેલ છે કે - “(૧) સર્વત્ર ઉચિત | પ્રવૃત્તિ, (૨) ગુણાનુરાગ, (૩) જિનવચનમાં રતિ તથા (૪) નિર્ગુણ જીવો પ્રત્યે મધ્યસ્થતા - આ યો સમ્યગ્દષ્ટિના લિંગો છે.” મતલબ કે સમકિતીમાં તે અવશ્ય હોય છે. સમ્યગ્દષ્ટિ (૧) પરાર્થરસિક, (૨) પ્રજ્ઞાશાલી, (૩) કલ્યાણમાર્ગગામી, (૪) મહાન આશયવાળા અને (૫) ગુણાનુરાગી હોય – આ પ્રમાણે બોધિસત્ત્વની સાથે સરખામણી કરીને સમકિતીની આગવી વિશેષતા યોગબિંદુમાં જણાવી છે. કુવલયમાળાનું સાતમું લક્ષણ, સંબોધપ્રકરણનું તથા પુષ્પમાલાનું બીજું લક્ષણ અને યોગબિંદુનું પાંચમું લક્ષણ એક જ છે. તથા કુવલયમાળામાં દર્શાવેલ ચોથું અને આઠમું લક્ષણ એક છે, ત્રીજું અને તેરમું લક્ષણ એક છે. તથા કુવલયમાળામાં દર્શાવેલ નવમું લક્ષણ અને પુષ્પમાલામાં બતાવેલ ચોથું લક્ષણ એક જ છે. તેથી આ ચાર ગ્રંથના આધારે સમકિતના કુલ ૨૨ લક્ષણ જાણવા. તે અહીં પ્રગટે છે. જ સમકિતના બોલને મેળવીએ જ પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં શ્રીનેમિચંદ્રસૂરિજીએ વિસ્તારથી સમકિતના ૬૭ બોલ સમજાવેલા છે. તેનો સંક્ષેપમાં નિર્દેશ આ પ્રમાણે છે. “શ્રદ્ધા-૪, લિંગ-૩, વિનય-૧૦, શુદ્ધિ-૩, દૂષણનો ત્યાગ-૫, પ્રભાવના૮, ભૂષણ-૫, લક્ષણ-૫, જયણા-૬, આગાર-૬, ભાવના-૬, સ્થાન-૬. આ પ્રમાણે ૬૭ દર્શનભેદથી (દર્શનપ્રકારથી કે દર્શનાચારથી) વિશુદ્ધ સમ્યક્ત હોય છે.” પાંચમી સ્થિરા દૃષ્ટિની પ્રાપ્તિ થતાં સમકિતના ઉપરોક્ત ૬૭ બોલ (= પદ-પ્રકાર-આચાર-પરિણામ) યથાસંભવ પ્રગટે છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy