SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત અવ્યક્ત સામાયિક-સમાધિની પ્રાપ્તિ (૧૯) સંપ્રતિરાજાના જીવને પૂર્વભવમાં જે દીક્ષા મળી હતી, તે “અવ્યક્ત સામાયિક' તરીકે નિશીથસૂત્ર ભાષ્ય ચૂર્ણિ વગેરેમાં જણાવેલ છે. અનંતાનુબંધી કષાય વગેરે દોષોનું સેવન કરવાની ક્ષમતા અત્યંત તૂટતી જાય, પ્રાયઃ કાયમી ધોરણે રવાના થતી જાય તેવી આત્મદશા એ જ અવ્યક્ત સામાયિક. પ્રારંભિક માર્ગાનુસારી અવસ્થામાં જીવને પ્રસ્તુત “અવ્યક્ત સામાયિક' મળે છે. ઉપદેશપદવ્યાખ્યામાં શ્રીમુનિચંદ્રસૂરિજીએ તથા પુષ્પમાળામાં શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ અવ્યક્ત સામાયિકનો નિર્દેશ કર્યો છે. તથા કદાગ્રહશૂન્ય પ્રકૃષ્ટ માર્ગાનુસારી દશામાં ચિલાતિપુત્રની જેમ “અવ્યક્ત સમાધિ પણ મળે છે. સ્વરસથી સહજતઃ સતત સમ્યક્રપણે પોતાની સામ્યપરિણતિનો પ્રવાહ સ્વાભિમુખ બને અને ચૈતન્યસ્વરૂપનું પરોક્ષરૂપે ગ્રહણ કરે એ અવ્યક્તસમાધિ. આનો નિર્દેશ અધ્યાત્મ ઉપનિષદ્દમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કરેલ છે. (૨૦) મોશે પહોંચવામાં સહકાર આપનારા કારણોના સાન્નિધ્યથી જે સહકારિયોગ્યતા જીવમાં પ્રગટેલી હતી, તે અત્યંત સક્રિય સમુચિતયોગ્યતાસ્વરૂપે પ્રચુર પ્રમાણમાં આ અવસ્થામાં પરિણમે છે. કારણ કે જીવને રાગાદિમુક્તસ્વરૂપ સુધી પહોંચાડનાર યોગની દૃષ્ટિનું-રુચિનું-પ્રીતિનું-શ્રદ્ધાનું આંતરિક બળ-સામર્થ્ય-વીર્યોલ્લાસ-ઉત્સાહ-ઉમંગ અહીં વિશેષ પ્રમાણમાં પ્રગટ થયેલ હોય છે. ૨ (૨૧) મિત્રા-તારા યોગદષ્ટિવાળી માર્ગાભિમુખ દશામાં વીતરાગનમસ્કાર આદિ જે સંશુદ્ધ યોગબીજોને યા વાવેલા હતા, તે આ રીતે અંકુરિત થાય છે. અહીં બલાદષ્ટિમાં માર્ગાનુસારિતાનો આટલો પ્રકર્ષ સમજવો. . દીખાદ્રષ્ટિમાં માર્ગપતિત દશાની ઝલક આ રીતે માર્ગાનુસારી દશાનો પરમ પ્રકર્ષ પ્રાપ્ત થયા પછી જીવ “દીમા’ નામની ચોથી દષ્ટિને ૨૫ પ્રાપ્ત કરે છે. તે અવસ્થામાં સાધક પૂર્વોક્ત ત્રિવિધ સંસારના માર્ગથી આંતરિક દૃષ્ટિએ પતિત થાય છે. તથા સ્વરૂપપ્રાપ્તિની ઉત્સુકતા, વ્યગ્રતા, કુતૂહલ, અધીરાઈ, અનુપયોગ વગેરે છોડીને નિજ નિર્મલ સ્વરૂપના પ્રગટીકરણ માટે પોતાના સહજ સ્વભાવને અનુકૂળ બનેલ (#) પરિપક્વ પ્રજ્ઞા, (૩) પરિપુષ્ટ યો પ્રણિધાન અને () પાવન પરિણતિ - આ ત્રણના બળથી મોક્ષમાર્ગમાં આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રવેશ કરે છે. યોગગ્રંથની પરિભાષા મુજબ આ અવસ્થા “માર્ગપતિત” નામથી પ્રસિદ્ધ છે. C (૧) અહીં પરદ્રવ્યાદિનું આકર્ષણ તો ખલાસ થાય જ છે. પરંતુ (A) ઔપાધિક સ્વદ્રવ્ય (= કષાયાત્મા વગેરે), (B) વૈભાવિક નિજગુણો (= મતિ અજ્ઞાન આદિ) તથા (c) પોતાના મલિન પર્યાયો (= મનુષ્યદશા, શ્રીમંતદશા, લોકપ્રિયતા વગેરે) પ્રત્યેનું આકર્ષણ પણ ઓગળતું જાય છે. (૨) પોતાનો ચિત્તવૃત્તિપ્રવાહ નિરુપાધિક સ્વદ્રવ્ય-ગુણ-પર્યાય તરફ સ્વતઃ સહજતાથી વળે છે. # આંતરિક મોક્ષમાર્ગનો પ્રાદુર્ભાવ # (૩) આ ક્રમથી આગળ વધતાં પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે પરમ પ્યાસ પ્રબળપણે પ્રગટે છે. પોતાના પરમ શાંત ચેતનદ્રવ્યને અત્યંત ઝડપથી પ્રગટ કરવાની તીવ્ર તડપનમાંથી આંતરિક મોક્ષમાર્ગ ખુલતો જાય છે. આત્માર્થી સાધક પોતાના નિર્મળ સ્વરૂપમાં ખીલતો જાય છે, વારંવાર ઠરતો જાય છે. જ પ્રકૃષ્ટ વિષયવૈરાગ્યની પ્રાપ્તિ છે (૪) 1) વર્તમાન દેહની સાથે જોડાયેલી પત્ની, પુત્ર વગેરે સાંસારિક વ્યક્તિઓ અંગે કર્તવ્યપાલન
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy