SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત પ્રગટે છે કે નહિ ? સ્વાધ્યાય કરવામાં સ્વનું પરિશીલન - પરિપ્રેક્ષણ કેટલું થાય છે ?” - ઈત્યાદિ ભાવો વડે સાધક પોતાના ઉપયોગને, પોતાની પરિણતિને પોતાના તરફ જ ખેંચે છે. અનામી અને અરૂપી એવો પોતાનો આત્મા નામ-રૂપની પાછળ પાગલ ન બને તેનો પ્રામાણિકપણે ખ્યાલ રાખવા સાધક જાગૃત હોય છે. તેથી જ પોતાની પ્રત્યેક સાધના જનમનરંજનનું સાધન ન બની જાય તેની સતત તકેદારી તેના અંતરમાં છવાયેલી હોય છે. આ જ તો આત્માનું પોતીકું બળ છે. તેથી તેને અંદરમાં પ્રતીત થાય છે કે : “આતમસામે ધર્મ જ્યાં, ત્યાં જનરંજનનું શું કામ ? જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ.' (૮) અપરોક્ષ અતીન્દ્રિય સ્વાનુભૂતિના પ્રણિધાનને = સંકલ્પને સાધક વારંવાર દઢ કરે છે. # વિષયવૈરાગ્યની દૃઢતા * (૯) હવે સાધક ભગવાનને પોતાની અંદર એવી પ્રતીતિ થાય છે કે ‘(A) ભોગો રોગ સ્વરૂપ છે. (B) પાંચ ઈન્દ્રિયના વિષયો મૃગજળ જેવા તુચ્છ છે. માટે તેની પાછળ શા માટે વ્યર્થ દોડધામ કરવી? (C) આ વિષયો કિંપાકફળ જેવા પ્રારંભમાં મજા કરાવીને પાછળથી દુર્ગતિની ભયંકર સજા એ કરાવનારા છે. (D) વિષયો કાંટા જેવા છે, આત્મામાં પીડા કરનારા છે. (E) વિષયો દાવાનળ વગેરે જેવા છે. સ્વાનુભૂતિપ્રણિધાન, આત્મશુદ્ધિ વગેરેને તે બાળનારા છે. (F) આભૂષણો ભાર-બોજરૂપ છે. MLA (G) નૃત્ય તો કાયિક વિડંબના સ્વરૂપ છે. (H) ગીત-સંગીત વગેરે તો રડવા સમાન છે.” આવી પ્રતીતિ (al કરીને અધ્યાત્મસારમાં વર્ણવેલા વિષયવૈરાગ્યને તે અત્યંત દઢ બનાવે છે. @ સાધનામાં ચિત્તસ્થિરતાને સાધીએ જ એ (૧૦) સાધક હવે વિશુદ્ધ પરમાત્મસ્વરૂપની ધારણા પોતાના અંતઃકરણમાં કરે છે. તે ધારણા પરિપક્વ Aત થતાં વિશુદ્ધ પરમાત્મસ્વરૂપનું જ ધ્યાન સધાય છે તે ધ્યાનમાં પણ ચિત્ત એકાગ્રતાને પ્રાપ્ત કરે છે. કારણ કે પોતાનું મુક્ત સ્વરૂપ સાધવા માટેની ભાવના ત્યારે સાધકમાં સમ્યફ પ્રકારે વેગવંતી બની હોય છે તથા ત્રિવિધ તો સંસાર પ્રત્યે પણ સાધક વિરક્ત બનેલો હોય છે. તેમજ ચિત્ત શાંત-પ્રશાંત થયું હોય છે. આ જ તો સંવેગ, A વૈરાગ્ય અને ઉપશમભાવ વગેરેનું બળ છે. તેનાથી ધ્યાનાદિમાં આનંદપૂર્વક ચિત્તસ્થિરતા સધાય છે. $ શ્લિષ્ટ ચિત્તનો લાભ (૧૧) તેથી યોગશાસ્ત્રમાં જણાવેલ ‘શ્લિષ્ટ ચિત્તને પ્રગટ થવાનો અહીં અવસર મળે છે. યોગશાસ્ત્રમાં શ્રીહેમચન્દ્રસૂરિજીએ જણાવેલ છે કે “યોગસાધનામાં સ્થિરતાવાળું અને આનંદવાળું ચિત્ત એ ‘શ્લિષ્ટ' કહેવાય.” યોગદષ્ટિસમુચ્ચયમાં જણાવેલ ત્રીજો લેપ દોષ અહીં રવાના થાય છે. GI માર્ગાનુસારી બુદ્ધિનો પ્રભાવ છે (૧૨) સાધકની અંદર મુક્તિઅદ્વેષ, મુક્તિરાગ ઝળહળતા હોય છે. પોતાના આત્માના મૌલિક સ્વરૂપને જાણવાનો, માણવાનો તીવ્ર તલસાટ અંદરમાં સતત ઉછળે છે. આત્માનો દ્રવ્ય-ભાવ કર્મથી છૂટકારો કઈ રીતે ઝડપથી થાય? તેનો ઉપાય જણાવનારા શાસ્ત્રોને સાંભળવાની ઉત્કટ તમન્ના તેમનામાં પ્રગટેલી હોય છે. સાંભળેલા અધ્યાત્મશાસ્ત્રની શ્રદ્ધા પણ દઢ હોય છે. તેથી તેમની બુદ્ધિ મોક્ષમાર્ગને અનુસરનારી બની હોય છે. દ્વાત્રિશિકા પ્રકરણ મુજબ આ વાત સમજવી.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy