SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-કાર્યનો રાસ + ટબો (૧૬/૭)] ૫૦૫ (૧૧) જીવાત્મા ઉપર કર્મપ્રકૃતિનો અનાદિકાલીન ભવભ્રમણાદિકારક જે અધિકાર હતો, તે હવે અત્યંત રવાના થાય છે, ઝડપથી વિદાય લે છે. જ અંતરાત્માદશા ઉજાગર થાય છે ૪ (૧૨) તેથી યોગશાસ્ત્ર, અધ્યાત્મસાર, અધ્યાત્મપરીક્ષાવૃત્તિ, મોક્ષપ્રાભૃત, નિયમસાર, કાર્તિકેયાનુપ્રેક્ષા, જ્ઞાનાર્ણવ, સમાધિશતક વગેરે ગ્રંથોમાં વર્ણવેલ બહિરાત્મદશા ઘટતી જાય છે. કારણ કે કાયાદિથી ભિન્ન આત્મતત્ત્વની શ્રદ્ધા તેના અંતરમાં જાગેલી છે. તથા આ જીવમાં હવે અંતરાત્મદશા પ્રગટે છે. તાત્વિક આત્મજિજ્ઞાસાનો પ્રાદુર્ભાવ જ (૧૩) અંતરાત્મદશાનો આવિર્ભાવ થવાના લીધે જ “પ્રાપ્ત થયેલા આ દુર્લભ જીવનની સફળતા અને સરસતા શેમાં ? આત્મા મૂળભૂત સ્વરૂપે કેવો હશે ? મોક્ષનું સાચું સ્વરૂપ કેવું હશે ?' આવી અનેક પ્રકારની આધ્યાત્મિક જિજ્ઞાસા તેના અંતઃકરણમાં ઉદ્દભવે છે. આ જિજ્ઞાસા માત્ર સમય પસાર કરવા (Time Pass) માટે નથી હોતી. પરંતુ સાચી હોય છે, તાત્ત્વિક હોય છે. તેથી તેવી જિજ્ઞાસા 3 વધે જ રાખે છે. તે જિજ્ઞાસા ફળદાયક બને છે. અપરોક્ષ સ્વાનુભૂતિનું પ્રબળ અંતરંગ કારણ બને છે. ! તહેતુ અનુષ્ઠાનનો પ્રારંભ ઈ. (૧૪) આત્મા, મોક્ષ વગેરેની જિજ્ઞાસા કરીને તે અટકી જતો નથી. પરંતુ પ્રભુપૂજા વગેરે તાત્વિક at આચાર પ્રત્યે તેના અંતરમાં ભાવાત્મક બહુમાન પ્રગટે છે. તેવા બહુમાનથી તે પ્રભુપૂજા, ભાવયોગીની સેવા વગેરે અનુષ્ઠાનોમાં પ્રવર્તે છે. આદિધાર્મિકકાળમાં = અપુનબંધકાદિદશામાં (જુઓ લલિતવિસ્તરા- 3 પંજિકાના અંતે તથા ધર્મસંગ્રહવૃત્તિ ગાથા-૧૭, પૃષ્ઠ-૩૫) થનારી આ પ્રભુપૂજા વગેરે ધર્મક્રિયા ખરેખર મુક્તિદ્વેષ, કાંઈક મુક્તિઅનુરાગ વગેરે શુભભાવોથી વણાયેલી હોય છે. તેથી જ તે તદ્ધતુઅનુષ્ઠાનરૂપે હું = સદનુષ્ઠાનકારણભૂત અનુષ્ઠાનરૂપે પરિણમે છે. યોગબિંદુ, દ્વાત્રિશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરેમાં ટો ત,અનુષ્ઠાનનું નિરૂપણ ઉપલબ્ધ થાય છે. અહીં ખેદ અને ઉગ દોષ રવાના થાય છે. - વિક્ષિત ચિત્તનો લાભ આ (૧૫) તથા સત્ત્વગુણનો ઉછાળો થવાથી અધ્યાત્મસારમાં વર્ણવેલ “વિક્ષિપ્ત’ ચિત્ત અહીં પ્રાપ્ત થાય છે. દુઃખને લાવનાર કામવાસના વગેરેના આવેગથી નિવૃત્ત અને સુખને લાવનાર ન્યાય-નીતિ -સદાચારપાલન આદિમાં સદૈવ પ્રવૃત્ત એવું ચિત્ત વિક્ષિપ્ત' ચિત્ત તરીકે અધ્યાત્મસારમાં બતાવેલ છે. “ચાતાયાત ચિત્તનો પણ લાભ . (૧૬) પરંતુ જાપ વગેરે યોગસાધનામાં તે જીવનું ચિત્ત કાંઈક ચંચળ હોય છે. તથા જાપાદિમાં આનંદની અનુભૂતિ પણ જીવને થતી હોય છે. આથી યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રસૂરિજીએ વર્ણવેલ “વિક્ષિપ્ત ચિત્ત અને “યાતાયાત” ચિત્ત તેમના જીવનમાં અવ્યાહત રીતે, અટકાયત વિના, પગપેસારો કરે છે - તેમ જાણવું. યોગશાસ્ત્ર મુજબ, સાધનામાં ચિત્તની ચંચળતા એ “વિક્ષિપ્ત' ચિત્તની ઓળખ છે. તથા સાધનામાં ચંચળતા હોવા છતાં આનંદની લાગણી અનુભવાય છે એ “યાતાયાત” ચિત્તની નિશાની છે. (૧૭) યોગદષ્ટિસમુચ્ચયમાં કહેલા ઈચ્છા વગેરે કક્ષાના અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહસ્વરૂપ પાંચ યમો તથા શૌચ-સંતોષ-તપ-સ્વાધ્યાય-ઈશ્વરપ્રણિધાનસ્વરૂપ પાંચ નિયમો અહીં સંભવે છે. (૧૮) તથા ભવની પરંપરાને અત્યંત લંબાવવાના સ્વભાવસ્વરૂપ ભવાશ્રવનો ઉચ્છેદ થાય છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy