SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૩ દ્રવ્ય-ગુણ-૫યાર્યનો રાસ + ટબો (૧૬/૭)]. સંસારની અસારતા તેના અંતરમાં સારી રીતે ઓળખાયેલી હોય છે. તેથી તે અસારતા તેના દિલમાં વસી જાય છે. તેના લીધે (૧) પોતાનો દેહ, પૈસા, પત્ની, પુત્ર, પરિવાર વગેરે સ્વરૂપ બાહ્ય સંસારમાં, (૨) પાંચ ઈન્દ્રિયના ઉપસ્થિત વિષયોની આસક્તિ સ્વરૂપ બાહ્ય-અત્યંતર = મિશ્ર સંસારમાં તથા (૩) બાહ્ય વિષયની ગેરહાજરીમાં પણ અંતરમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પ-વિતર્ક-વિચારની હારમાળા સ્વરૂપ અભ્યતર સંસારમાં જીવની રતિ-રસિકતા-તન્મયતા-એકાકારતા-ઓતપ્રોતપણું - તદ્રુપતા ઘટે છે, રવાના થાય છે. આ અંગે ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાંતિસૂરિજીએ જણાવેલ છે કે “સંસાર (૧) દુઃખસ્વરૂપ, (૨) દુ:ખફલક = દુઃખજનક, (૩) દુઃખની પરંપરાને લાવનાર, (૪) આત્મવિડંબના સ્વરૂપ અને (૫) અસાર છે - તેવી અંતરથી ઓળખાણ કરીને તેમાં સાધક જીવ રતિને કરતો નથી. આ રીતે સંસારાભિમુખ ચિત્તવૃત્તિનું નિયંત્રણ કરવાની સાથે સાધક મૈત્રી-મુદિતા વગેરે ભાવોથી ગર્ભિત રીતે અધ્યાત્મયોગનો અભ્યાસ કરે છે કે જે ભાવનાયોગરૂપે પરિણમે છે. આ ભાવનાયોગનું નિરૂપણ યોગબિંદુ, દ્વાત્રિશિકા પ્રકરણ, યોગવિંશિકાવૃત્તિ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી ઉપલબ્ધ થાય છે. વ્યવહારથી તાત્ત્વિક્યોગ આ અહીં પ્રગટ થાય છે. તે અધ્યાત્મ-ભાવનાસ્વરૂપ સમજવો. અપુનબંધક દશામાં તે પ્રગટે છે. યોગબિંદુમાં, આ બાબત જણાવેલ છે. આ અવસ્થામાં જીવ ભદ્રક મિથ્યાદષ્ટિ બને છે. એ શુક્લ ધર્મનું મંગલાચરણ કરીએ મૈત્રી વગેરે ભાવોથી તામસાદિ ભાવો રવાના થવાના લીધે અહીંથી “શુક્લધર્મ પ્રારંભાય છે. રાગાદિથી મુક્તિ મેળવવાની અનાદિકાલીન જે સ્વરૂપયોગ્યતા જીવમાં પડી હતી, તે હવે અહીં એ સહકારિયોગ્યતારૂપે પરિણમતી જાય છે. કેમ કે રાગાદિમાંથી કાયમી છૂટકારો મેળવવામાં સહકારી બનનારા ત સત્સંગ, સ્વાધ્યાય, અધ્યાત્મ, ભાવનાયોગ વગેરે કારણો હવે જીવ પાસે હાજર થયેલ છે. તે ) મિત્રા-તારાષ્ટિમાં માર્ગાભિમુખતાના અઢાર સંકેત ) (૧) આ રીતે મોક્ષમાર્ગે ક્રમશઃ આગળ વધતાં જીવ વડે અવેદ્યસંવેદ્યપદ જીતાય છે. અર્થાત્ . હેય-ઉપાદેયની સમ્યક્ પ્રકારે હેય-ઉપાદેયપણે અંતરમાં પ્રતીતિ ન કરી શકવાની જીવની ભૂમિકા ખતમ થવાની શરૂઆત થાય છે. પૂર્વે (૬૯ + ૮/૧૮) નૈગમનયથી પ્રસ્થક દૃષ્ટાંતની વિચારણા કરી હતી, તે મુજબ અદ્યસંવેદ્યપદના વિજયની વાત સમજવી. ભવિષ્ય કાળમાં પ્રસ્થક થવાનો હોવા છતાં લાકડાના ટુકડાને છોલતો સુથાર “પ્રસ્થક બનાવે છે' - આવો વ્યવહાર નૈગમનયમત મુજબ જેમ થાય છે, તેમ અવેદ્યસંવેદ્યપદને પરિપૂર્ણપણે જીતવાનું કાર્ય ગ્રંથિભેદ વખતે થવાનું હોવા છતાં તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી પ્રસ્તુત ભદ્રક મિથ્યાષ્ટિ દશામાં “અવેદ્યસંવેદ્યપદ જીતાય છે' - આમ જણાવેલ છે. પૂર્વે અનંત વાર ગ્રંથિદેશ પાસે આવીને ગ્રંથિભેદ કર્યા વિના જ આ જીવ પાછો ફરી ગયો હતો. એવું હવે બનવાનું નથી. હવે આ જીવ આગેકૂચ જ કરવાનો છે. મોક્ષમાર્ગ જરૂર સાધવાનો છે. આવું અન્વયમુખે જણાવવા માટે અહીં અવેદ્યસંવેદ્યપદ જીતવાનો ઉલ્લેખ પ્રસ્થક ન્યાયથી કરેલ છે. આ કદાગ્રહ-સહજમળ-ભવાભિનંદીદશા વગેરેની વિદાય / (૨) ષોડશકમાં દર્શાવેલ દષ્ટિસંમોહ, યોગદૃષ્ટિ સમુચ્ચય વગેરેમાં જણાવેલ કુતર્ક, કદાગ્રહ, પૂર્વગ્રહ, હઠાગ્રહ, ખોટી પક્કડ પણ હવે જીવમાંથી વિદાય લે છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy