SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત -ઠાંસીને ભરેલો છે. ખરેખર (I) દુઃખ, પીડા, વેદના, વ્યથા, વિડંબના, હેરાનગતિ, ક્લેશ, સંક્લેશ, અશાંતિ, રોગ, શોક, અરતિ, ઉપદ્રવ, ઉદ્વેગ, ખેદ વગેરેનો એક અંશ પણ મારામાં નથી.” (૮) “હું (A) અપરોક્ષ અને (B) અતીન્દ્રિય એવા સ્વયંપ્રકાશ સ્વરૂપ છે. પૌલિક પ્રકાશથી રહિત એવા જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. પરમાણુ, પ્રેત, પિશાચ વગેરેની જેમ હું પરોક્ષ નથી. મારા માટે હું પ્રત્યક્ષ છું. છતાં પણ ઘટ, પટ વગેરેની જેમ હું ઈન્દ્રિયગોચર નથી. પરંતુ અતીન્દ્રિય જ્ઞાનથી ગમ્ય છું. હું ખુદ જ મારી જાતને પ્રકાશનાર છું. હું સ્વયમેવ અતીન્દ્રિયજ્ઞાનપ્રકાશસ્વરૂપ છું.' (૯) “હું (A) કેવલ ચૈતન્યસ્વરૂપ છું. (B) માત્ર શુદ્ધ ઉપયોગાત્મક છું. (C) નિર્મળ ચેતના એ જ મારું સાચું સ્વરૂપ છે, (D) આંતરિક શાંતિ, સમાધિ, આનંદ વગેરે મારા ગુણો પણ ચૈતન્યમય છે. (E) મારા ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે સર્વ પરિપૂર્ણ ક્ષાયિક શુદ્ધગુણો મારી આÁ ચેતનાના રંગે રંગાયેલા છે, ભીંજાયેલા છે. (F) તે તમામમાં વણાયેલ શુદ્ધ ચૈતન્ય એ જ મારું પારમાર્થિક સ્વરૂપ છે. (G) મારા તમામ શુદ્ધ ગુણો ચૈતન્યપ્રકાશથી ઝળહળતા છે. (H) ઔદયિક ભાવવાળા ક્ષમા વગેરે ગુણો પણ મારું તાત્ત્વિક સ્વરૂપ નથી. (1) હું તો કેવળ જ્ઞાન-દર્શનઉપયોગસ્વરૂપ છું.' (૧૦) “હું શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ છું. સંકલ્પ-વિકલ્પાદિથી ચૈતન્યપિંડ કદાપિ ખંડિત-વિભક્ત એ થતો નથી. રાગાદિથી અશુદ્ધ બનેલી ચેતના એ મારું મૂળભૂત સ્વરૂપ નથી. કામ, ક્રોધ વગેરેથી અશુદ્ધ બનેલી કાર્મિક ચેતનાથી હું નિરાળો છું. ખંડ-ખંડ, ત્રુટક-ત્રુટક શુદ્ધ ઉપયોગ પણ મારું પૂર્ણ સ્વરૂપ જ નથી. મારામાંથી પ્રગટ થતી આંશિક શુદ્ધ ક્ષણિક જ્ઞાનચેતનામાં સમગ્રતયા હું સમાવિષ્ટ થતો નથી. (d? હું તો પરિશુદ્ધ, પરિપૂર્ણ ચૈતન્યનો અખંડ, શાશ્વત, શાંત, પરમતૃપ્ત, સહજ, સૌમ્ય, સ્વસ્થ પિંડ છું.” (8 નિજસવરૂપ જિનસ્વરૂપ તુલ્ય અનુભવીએ છે. આમ ઉપરોક્ત દસ પ્રકારે આપણા આત્માનો અનુભવ અનાદિ કાળમાં પ્રાયઃ ક્યારેય થયો નથી. શાસ્ત્રાધારે પરમાત્માના સ્વરૂપનો ઉપરોક્ત રીતે ઉપરછલ્લો બોધ હજુ થયો હશે. પરંતુ “આપણા આત્માનું પણ સ્વરૂપ ખરેખર પરમાત્મા જેવું જ છે' - તેવો બોધ કે તેવી ઓળખાણ થઈ નથી. કદાચ ગુરુગમથી આપણું પરમાત્મતુલ્યસ્વરૂપ બુદ્ધિમાં હજુ પકડાય. સત્સંગથી બૌદ્ધિક કક્ષાએ કદાચ નિજસ્વરૂપ A જિનસ્વરૂપતુલ્યપણે સમજાયું હશે. પરંતુ તેવા પ્રકારે આપણા આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ થઈ નથી. તેથી આત્મસાક્ષાત્કારનો પ્રકૃષ્ટમાર્ગ, સરળમાર્ગ અહીં જણાવવામાં આવે છે. (A) પ્રસ્તુત ગ્રંથ મુજબ, (B) અન્ય ગ્રંથ અનુસાર, (C) ગુરુ પરંપરા મુજબ તથા (D) સ્વાનુભવ અનુસાર, અત્યંત વિસ્તારથી નહિ કે અત્યંત સંક્ષેપથી નહિ પણ મધ્યમ પ્રકારે સ્પષ્ટપણે આત્મસાક્ષાત્કારનો માર્ગ જણાવાય છે. હા બહિર્મુખી ચિત્તવૃત્તિના પ્રવાહનો વેગ ઘટાડીએ , તે માર્ગ આ મુજબ સમજવો :- ચરમાવર્તકાળમાં પ્રવેશ કર્યા બાદ, શુભ કે અશુભ બળવાન નિમિત્તના માધ્યમથી પોતાના કર્મના ઉદયના લીધે જીવને આઘાત-પ્રત્યાઘાત લાગે છે. પોતાના કર્મની ઘેરી ચોટ લાગતાં નિયતિ સાનુકૂળ હોવાથી કોઈક શુક્લપાક્ષિક જીવ પોતાના કર્મના ગણિતને ગહનતાથી વિચારે છે, બીજા ઉપર દોષારોપણ કરવાની વૃત્તિનો ત્યાગ કરે છે, પોતાના ચિત્તનું સમાધાન વગેરે કરે છે. તેથી એવા જીવને પોતાની નિરાધાર-નિઃસહાય-અશરણ-અશુચિમય અવસ્થાની અંતરમાં તાત્ત્વિક પ્રતીતિ થાય છે. તેના લીધે અનાદિ કાળથી જે રજોગુણનો ઉછાળો અને તમોગુણનો ઉછાળો પ્રવર્તતો
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy