SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ [અધ્યાત્મ અનુયોગ સહિત અક્ષરોમાં શબ્દોમાં ક્યારેય વ્યગ્ર ન થવું તથા શબ્દોની ગાઢ પક્કડ પણ ન રાખવી. શાસ્ત્રપાઠનો આધાર લઈને સંઘર્ષો ન કરવા. મૂળ વાત ભગવત્સમાપત્તિને મેળવવાની છે. તેને અવશ્ય ઝડપથી પ્રગટાવનારા શુક્લધ્યાનને પ્રગટાવવાનું છે. “દેહ-ઈન્દ્રિય-મન-વચન-કર્મ વગેરેથી આત્મતત્ત્વ નિરાળું છે' - આ મુજબ તત્ત્વવિજ્ઞાન દ્વારા તે શુક્લધ્યાન જન્મે છે. તથાવિધ તત્ત્વવિજ્ઞાન ઉપલબ્ધ થાય તો શાસ્ત્રસંન્યાસને સ્વીકારીને ભગવત્સમાપત્તિમાં લીનતાનું જ સંપાદન કરવું. આ જ અભિપ્રાયથી યોગપ્રદીપ ગ્રંથમાં જણાવેલ છે કે “તત્ત્વની ઉપલબ્ધિ માટે ગ્રંથોનો અભ્યાસ કરીને જ્યારે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારે પ્રાજ્ઞ સાધક, જેમ ધાન્યાર્થી તૃણ-પર્યાદિને છોડે તેમ, સંપૂર્ણતયા ગ્રંથોને છોડે.' ત્રિપુરાતાપિની ઉપનિષદ્ધાં પણ જણાવેલ છે કે “જ્ઞાન-વિજ્ઞાનમાં તત્પર પ્રાજ્ઞ સાધક ગ્રંથનો અભ્યાસ કરીને સંપૂર્ણતયા ગ્રંથને છોડી દે, ધાન્યગ્રહણ બાદ ધાન્યશૂન્ય છોડને ધાન્યાર્થી છોડે તેમ.” યોગશિખા ઉપનિષડ્માં પણ કહેલ છે કે પોતાની બુદ્ધિથી એ જીવો શાસ્ત્રરૂપી જાળમાં પડે છે, ફસાય છે. તેથી મૂઢ બને છે. સ્વાત્મપ્રકાશાત્મક તે આત્મતત્ત્વ શું માત્ર શાસ્ત્રથી પ્રકાશિત થાય ?” અર્થાતુ ન જ થાય. મહોપનિષમાં પણ જણાવેલ છે કે “(દહાત્મભેદMી વિજ્ઞાનવાળા) વિવેકી જીવોને શાસ્ત્ર ભારરૂપ છે.' આ વચનો અહીં યાદ કરવા. આ અંગે અધિક (d નિરૂપણ અમે તાત્રિશિકા પ્રકરણની નયલતા વ્યાખ્યામાં કરેલ છે. આત્મસ્વભાવનું માહાસ્ય પ્રગટાવીએ : રએ અહીં આ બાબત પણ ખ્યાલમાં રાખવી કે – “રાગ-દ્વેષાદિગૂન્ય એવું આપણે આત્મસ્વરૂપ જેના A દ્વારા સધાય તે મોક્ષસાધક સાધના કહેવાય’ - આ વ્યાખ્યા મુજબ, પોપટપાઠની જેમ શાસ્ત્રના પઠન -પાઠન વગેરેનું જે વ્યસન હોય તેનો સાધના તરીકે બિલકુલ સ્વીકાર ન જ કરવો. નિજ નિર્મલસ્વરૂપને રી સાધવા માટે સૌપ્રથમ આપણા આત્મામાં શુદ્ધ ચૈતન્યસ્વભાવનું માહાસ્ય પ્રગટાવવું. (૧) “મારો આત્મા ઉપાધિશૂન્ય છે, અનન્ત આનંદથી પરિપૂર્ણ છે, આકુળતા-વ્યાકુળતા વિનાનો છે, પરમ શાંત છે, શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ છે' - આ પ્રમાણે આત્મસ્વભાવનો મહિમા-રસ-રુચિ-શ્રદ્ધા-આસ્થા અંતરમાં પ્રગટાવીને (૨) જુદા-જુદા સ્વભિન્ન શેય પદાર્થોની સન્મુખ સતત વહેવાના લીધે વિકેન્દ્રિત બનેલા પોતાના ચિત્તવૃત્તિપ્રવાહનો તિરસ્કાર કરવો. તથા (૩) આટલા કાળ સુધી મૂઢતાથી બહિરાત્મપણે પરિણમેલી પોતાની જાત પ્રત્યે ધિક્કારનો, ગહનો ભાવ અવશ્ય કરવો. આ ત્રણ કાર્ય કર્યા બાદ પોતાની ચિત્તવૃત્તિનો પ્રવાહ જે રીતે શુદ્ધ ચૈતન્યની સન્મુખ જ રહે તે જ રીતે સ્વાધ્યાય (= સ્વનું નિરીક્ષણપરીક્ષણ-પરિશીલન) વગેરે યોગોને આરાધવા. મનમોહક પર પદાર્થોનો કે રાગ-દ્વેષાદિ પર પરિણામોનો આપણા જ્ઞાનમાં પ્રતિભાસ થાય તો પણ તેની ઉપેક્ષા કરવી, તેમાં રુચિ ન કરવી, તેનું લક્ષ ન રાખવું. અનાત્મ ચીજ ઉપર ધ્યાન ન આપવું. આ રીતે અંતરંગ ઉપયોગનું વહેણ વહેવડાવવામાં આવે તો જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિષ્પત્તિ સંભવે. બાકી (= ઉપરોક્ત ત્રણ બાબતની ઉપેક્ષા કરીને) માત્ર પોપટપાઠની જેમ વધુ ને વધુ શાસ્ત્રોનો અભ્યાસ વગેરે કરવામાં આવે તો તેના નિમિત્તે અહંકાર, મહત્ત્વાકાંક્ષા, રસગારવ-ઋદ્ધિગારવ-શાતાગારવ વગેરેના વમળમાં શાસ્ત્રપાઠીને ખેંચી જતાં વાર ન લાગે. તો ઉપયોગને ચોખ્ખો કરીએ : આ રીતે આંતરિક સમજણ મેળવીને આત્માર્થી સાધક ભગવાન (૧) સૌપ્રથમ પોતાના ઉપયોગને (A) અંતર્મુખ કરવામાં, (B) વિરક્ત બનાવવામાં, (C) પ્રશાંતપણે પરિણાવવામાં, (D) નિર્મલસ્વરૂપે
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy