SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત એહનઈ સુપસાઈ ઉભા જોડી પાણિ, સેવઈ નર-કિન્નર-વિદ્યાધર-પવિપાણિ; એ અમિય દૃષ્ટિથી જેહની મતિ સિંચાણી, તેમાંહિ ઉલ્લસઈ સુરુચિ વેલી કમાણી /૧૬/૪ (૨૭૦) એહને સુપસાયઈ = એહના વાણીના પ્રસાદથી ઉભા પાણિ જોડી = હાથ જોડી (સેવઈ ) સેવા કરે છે. સેવામાં ભક્તિવંત નર તે ચક્રવર્યાદિક, કિન્નર તે વ્યંતરાદિ, વિદ્યાધરાદિક અને પવિપાણિ = ઈન્દ્ર પ્રમુખ કેઈ દેવતાની કોડા કોડી. એ અમૃતદૃષ્ટિથી જે ભવ્ય પ્રાણી બુદ્ધિવંતની મતિ સિંચાણી, તે મતિ નવ પલ્લવપણાને પામી, તેહમાંહે = તેહના હૃદયકમળમાંહે (ઉલ્લસઈ ) ઉલ્લાસ પામી. (સુરુચિ=) ભલી રુચિ રૂપ જે વેલી, આગે મિથ્યાત્વાદિસંસર્ગે કરમાણી હુંતી પણિ શુદ્ધ નૈયાયિકી વાણી સાંભળીને ઉલ્લાસ પામીઈ છઈ. ૧૬/૪ll परामर्श:: एत STEE र एतत्कृपया पाणी पिधाय सेवते नरं पविपाणिः। एतत्सुदृष्टिसिक्ता सुमतिानाऽपि सुरसाली।।१६/४।। શ્લોકાર્થ :- પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણીના પ્રસાદથી ઈન્દ્ર પણ બે હાથ જોડીને પ્રસ્તુત વાણીના પ્રકાશક એવા મનુષ્યની સેવા કરે છે. તથા કરમાયેલી સુમતિ = સન્મતિ પણ પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણીની - અમૃતદષ્ટિથી સિંચાયેલી સુરસાળ બની જાય છે. (૧૬)૪) દ્રવ્યાનુયોગથી સન્મતિનો ઉદય જ આધ્યાત્મિક ઉપનય :- મિથ્યાત્વના સંપર્કથી સન્મતિનો નાશ થાય છે. અને દ્રવ્યાનુયોગના સંપર્કથી (1સન્મતિ અભ્યદયને પામે છે. તેથી “આત્માર્થી જીવે અત્યંત આદરપૂર્વક દ્રવ્યાનુયોગગોચર વાણીનો અભ્યાસ કરવામાં સદા લીન બનવું જોઈએ - આવી આધ્યાત્મિક સૂચના અહીં પ્રાપ્ત થાય છે. સિદ્ધોનો આનંદ અસાંયોગિક છે છે આ સૂચનાને અનુસરવાથી આત્માર્થી સાધક પંચસૂત્રમાં જણાવેલ સિદ્ધસ્વરૂપને ઝડપથી મેળવે છે. ઓ ત્યાં જણાવેલ છે કે “તે સિદ્ધાત્મા (A) શબ્દશૂન્ય છે, (B) રૂપશૂન્ય છે, (C) ગંધશૂન્ય છે, (D) રસશૂન્ય, (E) સ્પર્શશૂન્ય છે. તેમની સત્તા = વિદ્યમાનતા (૧) અરૂપિણી છે, (૨) અનિત્થસ્થસંસ્થાનવાળી છે, છે (૩) અનંતસામર્થ્યવાળી છે, (૪) કૃતકૃત્ય છે, (૫) સર્વપીડારહિત છે, (૬) સર્વથા નિરપેક્ષ છે, (૭) સિમિત = સ્થિર છે, (૮) પ્રશાંત છે, (૯) અસાંયોગિક = સ્વાભાવિક આનંદસ્વરૂપ છે. તેથી જ તે આનંદ શ્રેષ્ઠ મનાયેલ છે.” (૧/૪) આ.(૧)માં “સુરકિન્નર...' પાઠ. 8 લી.(૧)માં “પતિ અશુદ્ધ પાઠ.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy