SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત પંન્યાસપ્રવર શ્રીચરણવિજયજી મહારાજે “ગુજરાતી સુભાષિત સૂક્તરત્નાવલી' માં જે નિમ્નોક્ત વાત જણાવી છે, તેની પણ અહીં વિભાવના કરવી. “ગુણીજનની નિંદા કરે, આપ બડાઈ અપાર; છતાં કહે હું સંત છું, એ પણ એક ગમાર.” (૯૪/૨૧ ભાગ-૧, પૃષ્ઠ-૧૭૭) “આપ બડાઈ બહુ કરે,સુણે બીજાની પાસ; વગર ગુણે ગુરુજી બને, ત્રણ જગ માને દાસ.” (૧૦૯/૪ ભાગ-૨, પૃષ્ઠ-૩૩૫) “તેવા પામર માનવી, પશુ સમા હેવાન; આપ બડાઈ સાંભળી, બને સાવ બેભાન.” (૧૦૯/૫ ભાગ-૨, પૃષ્ઠ-૩૩૫) t સવલક્ષ વિના જ્ઞાન સમ્યગ બને નહિ જ વાસ્તવમાં તો પર દ્રવ્યાદિની રુચિ = બહિર્મુખતા જ મતિમાં વિપર્યાસને જન્માવે છે. બહિર્મુખપણે પારકા દ્રવ્ય-ગુણાદિની રુચિમાં જ તત્પર બનીને બીજાને ધર્મોપદેશ આપવાના અભરખા રાખવા એ " પણ પરલક્ષ જ છે. તેવા પરલક્ષથી પણ જે મતિ-શ્રુત પ્રગટે છે, તે કેવળ મિથ્યા છે. સ્વલક્ષ્ય પ્રગટાવ્યા રા વિના, પર લક્ષે જે પણ બોધ થાય તે મિથ્યા જ બને, મિથ્યાત્વપોષક બને. ધર્મોપદેશકોએ આ વાતને ગંભીરતાથી સાંપ્રત કાળે ધ્યાનમાં લેવા જેવી છે. પોતાના જ ચૈતન્યસ્વભાવનો મહિમા અંદરમાં પ્રગટે, 01 તેની જ લગની જાગે, તેનું જ સર્વત્ર લક્ષ્ય રહે, સર્વદા તેનો જ સાચો આદરભાવ વગેરે જાગે તો છેતેનાથી ગ્રંથિભેદ થાય, સમ્યગ્દર્શન પ્રગટે. તેનાથી જ જ્ઞાન સમ્યગુ બને છે. સમ્યગુ જ્ઞાનને મેળવવાનો, જ મતિવિપર્યાસને ટાળવાનો આ જ સાચો ઉપાય છે. વધુ શાસ્ત્રો ભણવાથી વધુ માહિતી ભેગી થાય, Gી કોમ્યુટરમાં જેમ માહિતીસંગ્રહ થાય તેમ. પરંતુ સમ્યગૃજ્ઞાન તેટલા માત્રથી ન પ્રગટે. બાકી તો સાડા આ નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવનાર અભવ્યનું જ્ઞાન પણ સમ્યગું બની જાય. સાચા આત્માર્થી સાધકનો - સૌપ્રથમ પ્રયત્ન વધુ માહિતીજ્ઞાનને મેળવવાનો નહિ પરંતુ મળેલા જ્ઞાનને સમ્યગુ કરવાનો હોય. તે છે માટે સ્વલક્ષ્ય = નિજ શુદ્ધચૈતન્યસ્વભાવનું લક્ષ્ય બળવાન બનાવવું. સ્વલક્ષે સમ્યજ્ઞાનને પ્રગટ કર્યા વિના કે તે દિશાના પ્રયાસ વિના કોઈ જીવ કષાયને મંદ કરવાના બાહ્ય પ્રયત્ન વગેરેમાં લાગી જાય તો તેવા પ્રયત્નથી પણ જે પુણ્ય બંધાય તે પુણ્ય પ્રાયઃ પાપાનુબંધી હોય છે. સાધુવેશધારી નવરૈવેયકગામી અભવ્યનું પુણ્ય પાપાનુબંધી જ હોય છે ને ! તેની જેમ આ વાત સમજવી. મક જો જો, પરદ્રવ્યની રુચિ જાગે નહિ જ તેથી સાધક ભગવાને સર્વત્ર, સર્વદા, સર્વથા પોતાના શુદ્ધ આત્મસ્વભાવના જ સમ્યક પ્રકારે આદર, અહોભાવ, બહુમાન ભાવ વગેરેમાં પરાયણ બનવું. નિજજ્ઞાનમાં પ્રતિભાસતા-જણાતા પરદ્રવ્યાદિમાં જરા પણ રુચિ જાગી ન જાય તેની સતત સાવધાની રાખવી. તે રુચિને સતત સદંતર છોડવી. આ રીતે સાવધાની રાખીને ક્રમશઃ મોક્ષમાર્ગે આગળ વધતાં તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિ વ્યાખ્યામાં જણાવેલ મોક્ષ નજીક આવે. ત્યાં દિગંબર પૂજ્યપાદસ્વામીએ દર્શાવેલ છે કે “સર્વ કર્મમલ કલંકનું નિરાકરણ કરીને અશરીરી આત્માની વિશેષ પ્રકારની અવસ્થા મોક્ષ છે. તે અવસ્થામાં અચિત્ય સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણો રહેલા હોય છે તથા પીડારહિત અત્યંત આનંદ વિદ્યમાન હોય છે. (૧૫/-૭)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy