SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત જાણવા. હે ગૌતમ ! તે બ્રહ્મચારીઓએ જીવાદિ નવ તત્ત્વનું સ્વરૂપ જાણેલ નથી. તેથી તેઓની બ્રહ્મચારિતાસ્વરૂપ ઉત્તમતા નથી તો અભિનંદનપાત્ર નથી પ્રશંસાપાત્ર. કારણ કે (ભવબીજસ્વરૂપ | મિથ્યાત્વનો ઉચ્છેદ થયો ન હોવાથી) પછીના ભવમાં તેઓ દિવ્ય-ઔદારિક વિષયોની પ્રાર્થના કરશે. વળી, તેઓ કદાચ દિવ્ય અપ્સરાઓને જુએ તો તેઓ બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ થાય અથવા તો ભવાંતરમાં તે અપ્સરાઓને ભોગવવાનું નિયાણું પણ તેઓ કરી બેસે.' તેથી સૌપ્રથમ ભયાનક સંસાર અટવીનું # નિર્માણ કરવામાં સમર્થ એવા બીજતુલ્ય મિથ્યાત્વનો ઉચ્છેદ કરવા માટે સતત પ્રયત્ન કરવો જરૂરી છે. » સચ્ચિદાનંદમય સ્વરૂપનું સતત સ્મરણ તે માટે પોતાના શુદ્ધ સચ્ચિદાનંદમય સ્વરૂપનું સતત સ્મરણ અને સંવેદન કરવું જોઈએ. સતત આવી તકેદારી રાખવામાં આવે તો જ રત્નકદંડકશ્રાવકાચારમાં સમન્તભદ્રાચાર્યે વર્ણવેલ શિવસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે ‘મોક્ષને પામેલા જીવો ત્રૈલોક્યમુગટની શોભાને ધારણ કરે છે. તથા તેઓનો આત્મા કચરાથી રહિત અને કાળાશશૂન્ય દેદીપ્યમાન સુવર્ણ જેવો ઝળહળતો, કેવળજ્ઞાનથી ચળકતો હોય છે. (૧૫/૨-૬) |
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy