SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત નાણ પરમગુણ જીવનો, નાણ ભવન્નવપોત; મિથ્થામતિ તમ ભેદવા, નાણ મહા ઉદ્યોત /૧૫/૧-૮ (૨૫૩) જ્ઞાન તે જીવનો પરમગુણ છઈ, અપ્રતિપાતપણા માટે. જ્ઞાન તે ભવાર્ણવમાં = ભવસમુદ્રમાં પોત = વહાણ સમાન છઈ, તરણતારણ સમર્થ. મિથ્યાત્વમતિરૂપ જે (તમ=) તિમિર = અંધકાર, તેહને ભેદવાને અર્થે જ્ઞાન તે મહાઉદ્યોત છઈ, મોટા અજુઆલા સરખો કહ્યો છે../૧૫/૧-૮ र ज्ञानमात्मगुणः परः ज्ञानं भवार्णववरयानपात्रम्। महाप्रकाशो ज्ञानम्, मिथ्यात्वमतितमोभेदाय ।।१५/१-८ ।। શ્લોકાર્થઃ- (૧) જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે. (૨) ભવસાગર તરવા માટે જ્ઞાન એ જ શ્રેષ્ઠ વહાણ છે. (૩) તથા જ્ઞાન એ જ મિથ્થાબુદ્ધિરૂપી અંધકારનો નાશ કરવા માટે મહાપ્રકાશ છે. (૧૫/૧-૮) કી ભાવનાજ્ઞાની પરહિત જ કરે . આધ્યાત્મિક ઉપનય :- પ્રસ્તુત શ્લોકમાં જણાવેલ “જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે, વહાણ છે, મહાપ્રકાશ છે' - આ ત્રણેય બાબત દ્વારા જ્ઞાનનું માહાભ્ય, પ્રભાવ, સામર્થ્ય, આદરણીય વગેરે જાણીને કયો આત્માર્થી જીવ દ્રવ્યાનુયોગાદિવિષયક સમ્યજ્ઞાનનું ઉપાર્જન કરવા માટે તત્પર ન થાય? ' તે જ પ્રશ્ન છે. અર્થાત્ બધા જ થાય. તથા ‘ભાવનાજ્ઞાનવાળો સાધક શકય હોય તો બીજાનું હિત T કરે પરંતુ બીજાનું અહિત તો ન જ કરે - આવું જાણીને આપણી જાણકારી અને પ્રવૃત્તિ ભૂલે ચૂકે છે પણ બીજા જીવોના અહિતમાં નિમિત્ત બની ન જાય તેની જાગૃતિ રાખવાની મંગળ પ્રેરણા અહીં પ્રાપ્ત થાય છે. જો આપણી જાણકારી બીજા જીવનું અહિત કરવામાં નિમિત્ત બની જાય તો વાસ્તવમાં આપણામાં અજ્ઞાન જ છવાયેલ હોય. તેથી “દીવા નીચે અંધારું' - આવી લૌકિક કહેવતનો આપણે ભોગ બનવું પડે. બીજાનું અહિત કરીએ ત્યારે આપણે આપણા પગમાં પણ કુહાડો મારવાનું કામ કરીએ છીએ. આવું આપણી બાબતમાં ન બને એવો પ્રયત્ન કરવાનો આધ્યાત્મિક સંદેશ ગ્રંથકારશ્રી અહીં ફરમાવે છે. છે માત્ર દ્રવ્યદૃષ્ટિનું જ્ઞાન નહિ, દ્રવ્યદૃષ્ટિને મેળવીએ છે છે. પ્રસ્તુતમાં દ્રવ્યાનુયોગના જ્ઞાનના પ્રભાવથી-સામર્થ્યથી-સહાયથી દ્રવ્યદૃષ્ટિ મેળવવાની છે. ફક્ત દ્રવ્યદૃષ્ટિનું જ્ઞાન મેળવીને અટકી જવાનું નથી. કારણ કે દ્રવ્યદષ્ટિના જ્ઞાનથી કે દ્રવ્યાનુયોગના જ્ઞાનથી પ્રશસ્ત, પ્રકૃષ્ટ અને પ્રૌઢ વાણીનો વિલાસ કે તેવો વિચારવૈભવ આવી જાય એટલા માત્રથી કર્મસત્તાને છેતરવી શક્ય નથી. તેથી અહીં દ્રવ્યાનુયોગજ્ઞાનની સહાયથી માત્ર દ્રવ્યદૃષ્ટિનું જ્ઞાન નહિ પણ દ્રવ્યદૃષ્ટિ મેળવવાની છે. સાધક ભગવાનમાં દ્રવ્યદૃષ્ટિનું પરિણમન થાય, દ્રવ્યદૃષ્ટિનું બળ પ્રગટે તો દેહાત્મભેદજ્ઞાન દ્વારા પોતાનો અંતરંગ આશય નિર્મળ બને છે. તેના લીધે કર્મસત્તાને માત્ર છેતરવાનું જ નહિ પણ કર્મસત્તાને મૂળમાંથી ઉખેડવાનું પણ શક્ય બને છે. આમાં તપ-ત્યાગ આદિ સાધનાનો સહકાર પણ જરૂરી છે. દા.ત. (૧) આપણે એવી કલ્પના કરીએ કે જીવને જમવાનો અવસર આવે એટલે કર્મસત્તા
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy