SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ४४४ - ટૂંકસાર - .: શાખા - ૧૫ : અહીં ગ્રંથકારશ્રી દ્રવ્યાનુયોગના માહાભ્યને જણાવે છે. દ્રવ્યાનુયોગ એ જિનવચનમાં સારભૂત હોવાથી તેના ઊંડા અભ્યાસની ઝંખના રાખવી.(૧૫/૧-૧) શ્રોતા ત્રણ પ્રકારના હોય છે. બાલ જીવ બાહ્ય વેશને જુવે છે. મધ્યમબુદ્ધિવાળા ક્રિયામાં તત્પર છે. ઉત્તમ પુરુષ જ્ઞાનના રસિયા છે. આપણો નંબર ઉત્તમ પુરુષમાં જોડવો જોઈએ. (૧૫/૧-૨) ક્રિયા આગિયા જેવી અને જ્ઞાન સૂર્ય જેવું છે. આમ ક્રિયા કરતાં જ્ઞાન ચઢિયાતું છે. (૧૫/૧-૩) ક્રિયાથી થતો કર્મનાશ દેડકાના ચૂર્ણ જેવો છે, જેમાંથી ફરી દેડકા પેદા થાય. જ્ઞાનથી થતો કર્મનાશ દેડકાની રાખ જેવો છે. તેમાંથી દેડકા (=કર્મો) પેદા થતા નથી. માટે જ્ઞાનમાં યત્ન કરવો.(૧૫/૧-૫) સમ્યગુ જ્ઞાન આવે પછી જીવ ક્યારેય મિથ્યાત્વ વગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો નથી. (૧૫/૧-૬) સંવિગ્ન ઉત્કૃષ્ટ ગીતાર્થ અને કેવળજ્ઞાની – બન્ને તત્ત્વોપદેશક જ્ઞાનની અપેક્ષાએ સમાન જ છે' - આવું બૃહત્કલ્પભાષ્યનું વચન જાણી જ્ઞાનની શ્રેષ્ઠતાને સમજવી.(૧૫/૧-૭) જ્ઞાન આત્માનો શ્રેષ્ઠ ગુણ છે. તે ભવસાગર તરવા માટે વહાણ છે તથા મિથ્થાબુદ્ધિરૂપી અંધકારનો નાશક મહાપ્રકાશ છે. (૧૫/૧-૮) જે જ્ઞાન અને ક્રિયા બન્નેમાં ઉદ્યમી છે તેમના ગુણાનુરાગ દ્વારા સગુણો મેળવવા.(૧૫/૨-૧) જ્ઞાનમાં વિકાસ ન જ થાય તો તેવા સાધુ જો જ્ઞાની ગુરુને શરણે રહી તેમની ભક્તિ કરે તો તેઓ પણ મોક્ષમાર્ગમાં જ રહેલા છે. માટે જ્ઞાનની અવેજીમાં ગુરુભક્તિમાં તત્પર રહેવું.(૧૫/ર-૨) માત્ર બાહ્યવેશધારી હઠવાદમાં આસક્ત સાધુ પરમાર્થથી જિનશાસનને પામી શકતા નથી. (૧૫/ર-૩) કપટી જીવો પોતાના દોષના બદલે ગુરુના દોષોને જુવે, તેમની નિંદા કરે તો પાપશ્રમણ તરીકે તેના જીવનમાં માત્ર આત્મવિડંબના જ રહે છે. માટે આ બાબતમાં સાવધ રહેવું. (૧૫/૨-૪) માયાવી સાધુઓ શાસનપ્રભાવનાના નામે સ્વપ્રભાવના કરે છે. તે પ્રવૃત્તિ દૂરથી જ ત્યાજ્ય છે. (૧૫/૨-૫) બહિર્મુખી સાધુઓ અજ્ઞાનીના ટોળામાં જીવીને અંધ વ્યક્તિની જેમ ભવાટવીમાં પડે છે.(૧૫/-૬) પોતાના ઉત્કર્ષને ઈચ્છતા જીવો બીજા ગુણવાનની ઉપેક્ષા અને તેમના નાના દોષોની નિંદામાં પડે છે. પરમાર્થથી તેઓ પોતાના જ પગ પર કુહાડો મારે છે. (૧૫/૨-૭) તેવા જીવો લોકપ્રિય અને ગુણપ્રિય વ્યક્તિના ગુણાનુવાદ દ્વારા તેમની વચ્ચે સ્થાન મેળવવાનો પ્રયત્ન કરે છે અને તે માટે માયાના શરણે જાય છે. (૧૫/ર-૮) તેવા સાધુ જિનશાસનને નુકસાન કરે છે. માટે તેમનો ત્યાગ કરવો. (૧૫/૨-૯) જ્ઞાનીવચનથી ઝેર પણ અમૃત બને. અજ્ઞાનીની વાણીનું અમૃત પણ વિષતુલ્ય છે. (૧૫/૨-૧૦) જે ક્રિયામાં પાછળ હોય તે જ્ઞાનને મુખ્ય કરીને સંસાર તરે છે. માટે ક્રિયામાં ઉણપ હોય તો ઉત્સુત્રપ્રરૂપણાથી બચી, નમ્રતા દ્વારા સંવિગ્નપાક્ષિકપણું ટકાવી મોક્ષમાર્ગે આગળ વધવું. (૧૫/-૧૧) શ્રાવક પાસે ચારિત્ર નથી. તેથી તે જ્ઞાનને મુખ્ય બનાવે છે. ભાવસાધુ તો જ્ઞાન અને ક્રિયા બન્ને દ્વારા આગળ વધે છે. (૧૫/૨-૧૨) આવશ્યકનિયુક્તિમાં “જ્ઞાન મુખ્ય છે' - તેમ જણાવેલ છે. તેથી યથાશક્તિ આચારપાલનની સાથે સમ્યગુ જ્ઞાન દ્વારા મોક્ષમાર્ગે આગળ વધવું. (૧૫/૨-૧૩)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy