SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત * શુદ્ધવરૂપદર્શનથી શુદ્ધવરૂપ પ્રગટે ? એક બાબત ખ્યાલમાં રાખવી કે અહીં શુદ્ધ-અશુદ્ધ બન્ને પ્રકારના જે દ્રવ્યભંજનપર્યાય અને ગુણવ્યંજનપર્યાય દર્શાવેલ છે, તે તમામને સારી રીતે સમજવા-જાણવા. જેથી પરિપૂર્ણ વસ્તુસ્વરૂપનો બોધ થવાથી આપણું જ્ઞાન પ્રમાણ બને. પરંતુ ઉપાદેયપણે શ્રદ્ધા તો અત્યંત દઢતાથી પોતાના શુદ્ધ એવા દ્રવ્યવ્યંજનપર્યાયની અને શુદ્ધ ગુણવ્યંજનપર્યાયની જ કરવી. અશુદ્ધ પર્યાયની તેવી શ્રદ્ધા-રુચિ -લાગણી દઢ કરવાથી તે મૂળમાંથી ટળતા નથી. માટે ઉપરોક્ત શુદ્ધપર્યાયની જ દઢપણે શ્રદ્ધા કરવી તથા તેનું જ નિરંતર અંદરમાં ધ્યાન કરવું. તેમજ બીજા જીવોના પણ ફક્ત શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયો એ અને શુદ્ધ ગુણવ્યંજનપર્યાયો જ રુચિપૂર્વક જોવા. અશુદ્ધપર્યાયની ઉપેક્ષા કરવી. આના કારણે પોતાના યા અને બીજાના અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયોને અને અશુદ્ધ ગુણવ્યંજનપર્યાયોને જ જોવાની અને તેની જ ઊંડી વિચારણામાં ખોવાયેલા રહેવાની રુચિ રવાના થાય છે. તેના લીધે સાધક પોતે ઝડપથી શુદ્ધ દ્રવ્યાધિરૂપે 0 પરિણમે છે. મતલબ કે સાધક શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયરૂપે પરિણમે છે તથા તેના ગુણો શુદ્ધ ગુણવ્યંજનપર્યાય - સ્વરૂપે ઝડપથી પરિણમે છે. પોતાનું કે બીજાનું, દ્રવ્યનું કે ગુણનું શુદ્ધ સ્વરૂપે રુચિપૂર્વક જોવામાં આવે છે તો શુદ્ધસ્વરૂપનો લાભ થાય, દ્રવ્ય-ગુણનું શુદ્ધરૂપે પરિણમન થાય. તથા અશુદ્ધ સ્વરૂપ રુચિપૂર્વક જોવામાં લો આવે તો અશુદ્ધ સ્વરૂપનો વિચ્છેદ ક્યારેય ન થાય - આવો નિયમ અહીં પગપેસારો કરી રહ્યો છે. 3 આ જ અભિપ્રાયથી જ્ઞાનસારમાં જણાવેલ છે કે કર્મકૃત ભેદભાવને જે રુચિપૂર્વક જોતા નથી અને ધી શુદ્ધચૈતન્ય અંશની અપેક્ષાએ જગતને (= જગતના સર્વ જીવોને) સમાન જુએ છે, પોતાનાથી અભિન્નપણે છે જુએ છે, તે ઉપશાંત યોગી મોક્ષગામી થાય છે.” પ્રસ્તુતમાં ભગવદ્ગીતાની એક કારિકાની પણ ઊંડાણથી વિભાવના કરવી. તેનો અર્થ આ મુજબ છે કે “વિદ્યા-વિનયથી સંપન્ન એવો બ્રાહ્મણ હોય કે ચંડાલ હોય, સામે ગાય હોય, હાથી હોય કે કૂતરો હોય - આ તમામને વિશે જે સમાન દષ્ટિવાળા હોય તે જ પંડિત છે.” આ કારિકા અધ્યાત્મસારના યોગઅધિકારમાં ઉદ્ધત કરેલ છે. તપ-ત્યાગ-લોચ-વિહારાદિ બાહ્ય સાધનામાર્ગ છે. સર્વ જીવોમાં સમદષ્ટિ-શુદ્ધદષ્ટિ તે આંતરિક સાધના માર્ગ છે. - મોક્ષને ભૂલવો નહિ * આ આંતરિક સાધનામાર્ગ ઉપર ચાલવાની પાવન પ્રેરણા અહીં પ્રાપ્ત થાય છે. તે સાધનામાર્ગ ઉપર ચાલવાથી ઉપમિતિભવપ્રપંચ કથામાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી નજીક આવે. ત્યાં શ્રીસિદ્ધર્ષિ ગણીએ જણાવેલ છે કે “મોક્ષમાં રહેલા જીવો સંસારના પ્રપંચમાંથી કાયમ મુક્ત થઈને સર્વ કન્ટ્રો(રતિ -અરતિ, સુખ-દુઃખ વગેરે)માંથી છૂટીને પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં રહીને સદા ખુશ રહે છે. આવો મોક્ષ કદાપિ વિસરાય નહિ તે સાવધાની રાખવી. (૧૪૪)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy