SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૨ परामर्शः नरादि [ અધ્યાત્મ અનુયોગ સહિત અશુદ્ધ દ્રવ્યવ્યંજન બહુ, મનુજાદિક ભેદ; ગુણથી વ્યંજન ઈમ દ્વિધાકેવલ •મતિ ભેદ ૧૪/૪ (૨૩૦) શ્રી જિન. અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય (મનુજાદિક=) મનુષ્ય, દેવ, નારક, તિર્યંચાદિ બહુ ભેદ રએ જાણવા,જે માટઈ તે દ્રવ્યભેદ પુદ્ગલસંયોગજનિત થઈ. ઈમ (દ્વિધા ભેદ-) શુદ્ધ ગુણવ્યંજન પર્યાય કેવલજ્ઞાનાદિરૂપ. અશુદ્ધગુણ વ્યંજનપર્યાય મતિજ્ઞાનાદિરૂપ જાણવા. ll૧૪/૪ , नरादिभेदाद् बहुः ह्यशुद्धद्रव्यव्यञ्जनपर्ययः। शुद्धगुणव्यञ्जनं हि कैवल्यं मत्यादिरितरः।।१४/४।। - અશુદ્ધ દ્રવ્યવ્યંજનપJચની પ્રરૂપણા જ શ્લોકાર્થ :- મનુષ્ય વગેરેના ભેદથી અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયના અનેક ભેદ છે. શુદ્ધ ગુણવ્યંજનપર્યાય કેવળજ્ઞાનાદિ છે. મતિજ્ઞાન વગેરે અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય છે. (૧૪૪) # વ્યંજનપર્યંચસૂચિત સાધનામાર્ગની સમજણ કે આધ્યાત્મિક ઉપનય :- પોતાના અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયનો મૂળમાંથી ઉચ્છેદ કરવા માટે પૂર્વે ૧૩/૫ માં વર્ણવેલ દેહાધ્યાસ-ઈન્દ્રિયાધ્યાસ વગેરે છોડવા જરૂરી છે. ત્યાર બાદ (૧) કાયાની સ્થિરતા &ા કેળવી, (૨) પાંચેય ઈન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી, (૩) પ્રતિમા–શાસ્ત્રવચન વગેરે પ્રશસ્ત 3 આલંબનથી અંતઃકરણને ભાવિત કરવું. આ ત્રણેય બાબત ધ્યાનમાં સહાયક છે. તેથી તેની ઉચિત સહાય " લઈને “હું દેહાતીત છું, ઈન્દ્રિયાતીત છું, મનથી પણ અતીત (= મનનો અવિષય) છું, શબ્દનો પણ 1વિષય નથી. હું તો શાશ્વત શાંતરસમય, શુદ્ધ ચૈતન્યઘન અને અમૂર્ત એવો આત્મા છું' - આ પ્રમાણેના * આશયથી પોતાના આત્માનું ધ્યાન રોજે રોજ લાંબા સમય સુધી કરવું જોઈએ. આવા ધ્યાનમાં લીન 6 થવું, ખોવાઈ જવું - એ પણ એટલું જ જરૂરી છે. મતલબ કે ધ્યાન ફક્ત શબ્દના સહારે, વિકલ્પના aો સહારે તરંગાત્મક થવું ન જોઈએ. પરંતુ અંતરના ઊંડાણથી થવું જોઈએ. ૪ પુદ્ગલજાળમાં ન ફસાઈએ ૪ તેમ છતાં કર્મવશ, પ્રમાદવશ કે અનાભોગવશ વચ્ચે-વચ્ચે મન બહારમાં જવાથી રાગાદિ વિભાવપરિણામોનો પ્રતિભાસ થાય કે નકામા સંકલ્પ-વિકલ્પાદિનો પ્રતિભાસ થાય કે અલગ-અલગ આકારોનો આભાસ થાય તો અધ્યાત્મઉપનિષતુના એક શ્લોકને પોતાના મનમાં સ્થાપિત કરવો. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “આત્માના જ્ઞાનમાં મગ્ન બનેલા મહાત્મા તમામ પ્રકારના પુદ્ગલવિભ્રમને મોટી માયાજાળ સમાન જુએ છે. તેથી તેમાં તે જરાય અનુરાગ કરતા નથી.” 8 મો.(૨)માં ‘દ્રવ્ય' પાઠ નથી. પુસ્તકોમાં “મઈ” પાઠ. મો.(૨)માં “ઈમ’ અશુદ્ધ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. $ પુસ્તકોમાં ‘તિયગાદિ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy