SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ a [અધ્યાત્મ અનુયોગ સહિત આત્મા રાગાદિનો કર્તા બનતો નથી. તથા આત્માનું કર્મ (= વ્યાપ્ય = કર્તવ્યાપ્યકર્મ) રાગ વગેરે નથી થતા. તેથી જેમ કુંભાર પટને નથી કરતો, તેમ આત્મા રાગને નથી કરતો. (૪) “રાગાદિ પરિણામો પુદ્ગલના વ્યાપ્ય છે' - તેમ પ્રતીત થવાથી આત્મા અને રાગાદિ વચ્ચે અનાદિકાલીન ભ્રાન્ત વ્યાપ્ય-વ્યાપકભાવ પણ રવાના થાય છે. મતલબ કે “રાગાદિ પરિણામ જ્યાં હોય ત્યાં ચૈતન્ય ન હોય પણ જડતા જ હોય. રાગાદિ પરિણામનો આશ્રય ચેતન ના હોય પણ અચેતન = જડ દ્રવ્ય જ હોય' - આવું અંદરમાં સ્વાભાવિકપણે અનુભવાય છે. (૫) તથા “રાગાદિ પરિણામો આત્મામાં નહિ પણ કર્મપુદ્ગલોમાં જ રહેલા હોવાથી આત્મા તેનો ભોગવટો પણ કઈ રીતે કરે ? પોતાની પાસે જે ચીજ હોય તેનો જ ભોગવટો થાય. જે ચીજ પોતાની ન હોય, પોતાની પાસે ન હોય તેનો ભોગવટો પોતે કઈ રીતે કરી શકે ?” આવી વિભાવનાથી આત્મા રાગાદિનો ભોક્તા બનતો નથી અને રાગાદિ આત્માના ભોગ્ય બનતા નથી. ભ્રમથી પણ રાગાદિની મીઠાશ અનુભવવામાં સાધક અટવાતો નથી. આમ તે બન્ને વચ્ચેનો ભોક્તા-ભોગ્યભાવ નામનો બ્રાન્ત -કાલ્પનિક-આરોપિત સંબંધ પણ ઉચ્છેદ પામે છે. ર. છે ...તો મિથ્યાત્વાદિ મૂળમાંથી ઉખડે ૪ આત્મા અને રાગાદિ પરિણામ વચ્ચે ફક્ત નિમિત્ત-નૈમિત્તિક ભાવ નામનો જ સંબંધ હોય છે. dલ તથા તે સંબંધ પણ છબસ્થદશામાં દશમાં ગુણસ્થાનક સુધી જ વર્તે છે. કારણ કે ત્યારે કર્માધીન ચેતનાસ્વરૂપ નિમિત્તને પામીને કર્મયુગલસ્વરૂપ ઉપાદાનમાંથી રાગાદિ જન્મે છે. પરંતુ “રાગાદિ પરિણામો જીવના એ છે' - આવું જો જીવ માને તો આત્મા અને રાગાદિ વચ્ચેનો નિમિત્ત-નૈમિત્તિક ભાવ સંબંધ છોડીને ત્યાં ઉપાદાન-ઉપાદેયભાવ નામના સંબંધને બ્રાન્તિથી સ્વીકારી લે છે અને મિથ્યાત્વને વધુ ગાઢ કરે છે છે. તેથી મિથ્યાત્વના ઉચ્છેદ માટે ઉપરોક્ત ભાવના દ્વારા અનાદિકાલીન પૂર્વોક્ત પાંચેય ભ્રાન્ત સંબંધોને રા મૂળમાંથી ઉખેડી નાંખવા. તો જ મિથ્યાત્વ મૂળમાંથી ઉખડી શકે. * નિમિત્ત-નૈમિત્તિકભાવ સંબંધને પણ પરિહરીએ કફ તથા આત્મા અને રાગાદિ વચ્ચેનો નિમિત્ત-નૈમિત્તિકભાવ સંબંધ પણ પરમાર્થથી તો છોડવા યોગ્ય જ છે. બાકી તો પૂર્ણ વીતરાગદશા ન જ પ્રગટી શકે. તેથી સંપૂર્ણ ક્ષાયિક વીતરાગદશાને પ્રગટાવવાની કામનાવાળા સાધકે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ડૂબીને આત્મા અને રાગાદિ વચ્ચે જે અનાદિકાલીન નિમિત્ત-નૈમિત્તિકભાવ સંબંધ છે, તેને છોડી જ દેવો. તેથી રાગાદિને માત્ર જાણવાનું જ કામ કરવું. આમ નિમિત્ત-નૈમિત્તિકભાવ સંબંધને છોડી જ્ઞાતૃ-શેયભાવ સંબંધ આત્મા અને રાગાદિ વચ્ચે રાખવો. રાગાદિનો આશ્રય ન કરવો. પ્રશસ્ત રાગાદિ ઉપર પણ મદાર ન બાંધવો. તો જ રાગાદિનિમિત્તક કર્મબંધ અટકે. # મિથ્યાત્વાદિને અવસ્તુ બનાવી તેનાથી મુક્ત બનીએ , આગળ ઉચ્ચતમ આધ્યાત્મિકદશામાં તો મિથ્યાત્વ, રાગાદિ પરિણામોને અવસ્તુ = અસત્ બનાવી તેઓની સાથે આત્માના જ્ઞાતૃ-શેયભાવ નામના સંબંધને પણ છોડાવીને આપણા આત્મામાં પ્રતીત થતા
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy