SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાનો રસ + ટબો (૧/૪)] સર્વ અનુયોગોમાં દ્રવ્યાનુયોગ ઉત્તમ ફ લીલી - નિર્દોષ ગોચરી વગેરે ચારિત્રાચાર નાનો યોગ છે. દ્રવ્યાનુયોગ તો તેના કરતાં મહાન કહેવાયેલ છે. આમ ઉપદેશપદ વગેરે ગ્રન્થના સાક્ષીવચનને મેળવીને શુભ પંથ ઉપર ચાલો.(૧/૩) જ સાધુના અશુદ્ધ અનુષ્ઠાનની ઓળખાણ છે મોજ (પા- સર્વત્ર લાભ-નુકસાનની વિચારકતા એ આંતરવિશુદ્ધિનું - ભાવચારિત્રનું કાર્ય છે. માટે જેની પાસે ભાવસંયમની પરિણતિ હોય તે વ્યક્તિ ક્યારેય પણ ઘણા નુકસાનના ભોગે થોડો લાભ મેળવવા હરગિજ તૈયાર ન થાય. જેમ કે નિર્દોષ જમીનમાં કાપનું પાણી પરઠવવાના આચારનું = પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન જાહેરમાં લોકોની સતત અવર-જવરવાળી જગ્યામાં કે જિનધર્મદ્વિષીના આંગણા વગેરેમાં એવી રીતે કરે છે જેથી એ આચારને જોનારા લોકો બોધિદુર્લભ બને, જિનશાસનની કે સાધુની નિંદા કરે તો તેના દ્વારા જાણી શકાય કે એ સંયમાચાર નિયમો અપરિશુદ્ધ અનુષ્ઠાનસ્વરૂપ છે તથા તેવી પ્રવૃત્તિ કરનાર સાધુ પાસે ભાવસંયમ ગેરહાજર છે. શાસનહીલના થાય તેવી પ્રવૃત્તિ આ કરવી તે અશુદ્ધ આત્મપરિણતિનું જ કાર્ય છે. આંતરિક અપરિશુદ્ધ પરિણામ દ્વારા જન્ય હોવાથી બાહ્ય વ્યા રીતે શુદ્ધ સંયમાચાર તરીકે જણાવા છતાં તે અનુષ્ઠાન મલિન જ જાણવું. તે જ રીતે ગુરુની આજ્ઞા માને નહિ અને બીજી બાજુ નિર્દોષ ગોચરી-પાણીની ખૂબ ગવેષણા કરે. મોટી તપશ્ચર્યા કરી લોકોને વશ કરી પૈસા કઢાવે. એક બાજુ ગુરુની ખૂબ સેવા કરે અને બીજી બાજુ ગુરુની લઘુતા થાય એવા આ કામ કરે. એક તરફ ગુરુનો ખૂબ અવિનય-આશાતના કરે અને પછી ગુરુના પગ દાબવા બેસે. ખરેખર ખાળે ડૂચા અને દરવાજા મોકળા' - એવી આ દશા મલિન આશયથી ઉત્પન્ન થવાથી કેવળ અશુદ્ધ છે અનુષ્ઠાનની ઘોષણા કરે છે. જેમ કુલટા સ્ત્રી પોતાનો વ્યભિચાર-દુરાચાર ઢાંક્વા પતિની બહારથી ખૂબ યો સેવા કરે - તેવું અહીં સમજવું. ૪ શ્રાવકના અશુદ્ધ અનુષ્ઠાનની નિશાની છે આ જ રીતે શ્રાવકવર્ગમાં પણ એક બાજુ હોટલમાં દારૂ ઢીંચીને, માંસ-ઈંડા ખાઈને આવે અને ઘરમાં તિથિના દિવસે શ્રાવિકાએ ભૂલથી લીલું શાક રાંધ્યું હોય તો તેનો ઉધડો લઈ લે. એક બાજુ ઘરવાળી સાથે મોટેથી ઝઘડો કરે અને પછી સામાયિક લઈને ધાર્મિક તરીકે પોતાની છાપ ઉપજાવે. બજારમાં ભારોભાર અનીતિ કરે, માલમાં ભેળસેળ કરી બીજાના જીવન સાથે રમત રમે, ઉઘરાણી ચૂકવે નહિ, વહુઓને ત્રાસ આપે, પુત્રવધુ સાથે છેડતી કરે, અનેકના શ્રાપ-નિસાસા લે અને એકાદ કીડી મરી જાય તેની મોટી બૂમાબૂમ કરી મૂકે. એક બાજુ એબોર્શન-ગર્ભપાત કરાવે અને બીજી બાજુ જાહેરમાં “એચિંદિયા, બેઈંદિયા..” મોટેથી બોલે અથવા વર્ષીતપ કરીને ધર્મી તરીકે પોતાની હવા ઊભી રાખે. ખાનગીમાં વેશ્યાગમન, પરસ્ત્રીગમન કરે અને પર્યુષણમાં અઢાઈ કરીને ધર્મી તરીકેની વાહ -વાહ લઈ લે. આ શ્રાવક જીવનની અપેક્ષાએ અશુદ્ધ અનુષ્ઠાન કહેવાય. તાત્પર્ય એ છે કે એક બાજુ ધર્મ કરે પણ બીજી બાજુ નિઃશંકપણે ભરપૂર પાપ કરે તો તેનો ધર્મ પણ અશુદ્ધ બને. તેથી સાધકે તેવી પાપક્રિયાને છોડવી.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy