SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ईपरामर्श:चेतनता [ અધ્યાત્મ અનુયોગ સહિત ર.ત.) ૬થયારબ્બોસ, મા છાયા તદેવ વા વપ-ર--aણા, પુણાના તુ નવના (उत्त.२८/१२, न.त.११) इत्यादि तु “स्वभाव-विभावलक्षणयोरन्योऽन्यनान्तरीयकत्वप्रतिपादनाय" इत्यादि स पण्डितैर्विचारणीयम् ।।११/४॥ चेतनतादयश्चत्वारः स्वजात्या सामान्यगुणाः सन्ति, परजात्या व्यावृत्तिकरणे च विशेषगुणास्त एव भवन्ति। स्थूलव्यवहृत्येदमनन्ताः, सौक्ष्म्येण विशेषगुणा येन सूत्राणि विशेषगुणान् बहुस्वभावाश्रयतया खलु वदन्ति ।।११/४।। ઈ સામાન્ય-વિશેષ ગુણોનો અનુવેધ થઈ :- ચેતનતા વગેરે ચાર ગુણો સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ છે. તથા પરજાતિની અપેક્ષાએ વ્યાવૃત્તિ = પરદ્રવ્યબાદબાકી કરે તો તે જ વિશેષગુણ બને છે. આ વાત સ્થૂલ વ્યવહારથી કરેલ છે. કારણ કે સૂક્ષ્મ દૃષ્ટિથી તો વિશેષ ગુણો અનંતા છે. ખરેખર, આગમસૂત્રો “વિશેષગુણો બહુસ્વભાવનો આશ્રય બને છે' - આ રીતે વિશેષગુણોને વર્ણવે છે. (૧૧/૪) • સવભાવગુણપરિણમન આપણું કર્તવ્ય છે મિiીય કિ - પ્રવચનસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જીવ પરિણામસ્વભાવી Mા હોવાથી (૧) જ્યારે શુભ ભાવથી જીવ પરિણમે છે ત્યારે જીવ પોતે જ શુભ થાય છે. (૨) જ્યારે ને અશુભ ભાવથી જીવ પરિણમે છે ત્યારે જીવ પોતે જ અશુભ થાય છે. તથા (૩) જ્યારે જીવ શુદ્ધ ભાવથી પરિણમે છે ત્યારે જીવ પોતે જ શુદ્ધ થાય છે.” આમ જીવ સર્વદા સર્વત્ર સ્વકીય ઉપયોગઆ પરિણામસ્વભાવવાળો હોવાથી બહારના નિમિત્તો, કર્મ કે સંસ્કાર વગેરેની પરવશતાના લીધે જેમ જેમ - આપણો ઉપયોગ (= ચેતનતા) બહિર્મુખ બને, જિનાજ્ઞાનિરપેક્ષ બને, તૃષ્ણાદિવશ બને કે પ્રમાદગ્રસ્ત શું બને તેમ તેમ વ્યવહારનયથી તે વિભાવગુણસ્વરૂપે પરિણમે છે. જેમ જેમ તે જ ઉપયોગ (ચૈતન્ય) યો અંતર્મુખ બને, જિનાજ્ઞાસાપેક્ષ બને, તૃપ્ત બને, શાંત બને, સ્થિર બને, અપ્રમત્ત બને તેમ તેમ તેનું વિભાવગુણરૂપે પરિણમન અલિત થાય, મંદ થાય, સ્વભાવગુણરૂપે પરિણમન શરૂ થાય. સામાન્યવિશેષ ગુણ સ્વરૂપ ઉપયોગને વિભાવગુણરૂપે પરિણાવવાનું બંધ કરી સ્વભાવગુણરૂપે પરિણાવવો એનું નામ સાધના છે. તથા ત્યારે જ આપણો આત્મા શુદ્ધ થાય છે. અપ્રમત્તપણે આવી મોક્ષમાર્ગની સાધના કરવાની પ્રેરણા આ શ્લોક દ્વારા મેળવવા યોગ્ય છે. તે પ્રેરણાને અનુસરવાથી સિદ્ધસ્વરૂપ ઝડપથી ઉપસ્થિત થાય છે. કુમારપાલપ્રબોધપ્રબંધમાં ઉદ્ધત કરેલી કારિકામાં સિદ્ધસ્વરૂપ આ મુજબ જણાવેલ છે કે “અનન્ત દર્શન-જ્ઞાન-સુખ-શક્તિમય, રૈલોક્યમાં તિલક સમાન, નિરંજન સિદ્ધ ભગવંત ત્યાં સિદ્ધશિલામાં જ રહે છે.” (૧૧/૪) 1. શદ્ર-કન્ય ર-૩ોતા. અમી છાયા-ગાતરે તિ (તર્થવ ) થoof-રસ-ન્ય-શ: પુનાન તુ તાળ | 2. ઉત્તરાધ્યયનસૂત્ર છાયાતવૃત્તિ ' ત પાઠ: વત્ છાયાતવે ૬ વા' ત્તિ પાટ |
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy