SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૯/૧૪-૧૫)] ૨૫૩ શ્રી ગુણમાં ઉત્પાદાદિ ત્રિલક્ષણનો વિચાર શ્લોકાર્થ :- આ જ આશયથી સંમતિતર્કમાં જણાવેલ છે કે ‘સાંસારિક ભાવથી મુક્ત થવાના સમયે સંઘયણ વગેરે તથા સંઘયણાદિવિશિષ્ટ કેવલજ્ઞાન ૨વાના થાય છે. સિદ્ધત્વરૂપે કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય અ છે. તેમજ કેવલજ્ઞાનત્વરૂપે કેવલજ્ઞાન સ્થિર રહે છે. આમ ધ્વંસના અને ઉત્પાદના અનુગમથી મોક્ષમાં પણ ત્રિલક્ષણ અબાધિત રહે છે. (૯/૧૪-૧૫) (યુગ્મ) * જિનેશ્વરની સર્વજ્ઞતા પરમવિશ્વસનીય આધ્યાત્મિક ઉપનય :- આત્માદિ દ્રવ્યની જેમ કેવલજ્ઞાનાદિ ગુણમાં અને મોક્ષપર્યાયમાં પણ ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ કરવા દ્વારા સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ઉત્પાદાદિ ત્રિલક્ષણની સિદ્ધિ થઈ જાય છે. આનાથી તારક તીર્થંકર ભગવંતમાં રહેલ સર્વજ્ઞતા આદિ સદ્ભૂત ગુણો પ્રત્યે આપણી શ્રદ્ધા-વિશ્વાસ આદિમાં ઉછાળો લાવવાનો છે. આ રીતે આપણા સમ્યગ્દર્શનની નિર્મળતા કરવા દ્વારા ક્ષાયિક ગુણવૈભવની પ્રાપ્તિની દિશામાં આપણે આગળ વધવાનું છે. આ જ તો દ્રવ્યાનુયોગના અભ્યાસનું મુખ્ય પ્રયોજન યો છે. તેના બળથી આરાધનાપતાકા પયજ્ઞામાં શ્રીવીરભદ્રસૂરિએ વર્ણવેલ સિદ્ધસ્વરૂપ અત્યંત નજીક આવી જાય. ત્યાં જણાવેલ છે કે ‘ત્રૈલોક્યના મસ્તકભાગમાં રહેલા તે સિદ્ધ ભગવાન્ ત્રણેય કાળ સહિત તમામ દ્રવ્ય-પર્યાયોથી યુક્ત સંપૂર્ણ જગતને જાણે છે અને જુએ છે.' (૯/૧૪-૧૫) (યુગ્મ-વ્યાખ્યાર્થ) }
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy