SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૯/૬)] ૨૩૭ “શોકાદિજનનઈ વાસનાભેદ”, કોઈ બોલઇ બુદ્ધ રે; તસ મનસ્કારની ભિન્નતા, વિણ નિમિત્તભેદ કિમ શુદ્ધ રે ? ।।૯/૬ (૧૩૯) જિન. *હવઈ વલી* (કોઈ) બૌદ્ધ ઇમ (બોલઈ=) કહઈ છઇ જે - “તુલાનમનોજ્ઞમનની પરિ ઉત્પાદ-વ્યય જ એકદા છઇ, ક્ષણિકસ્વલક્ષણનઈં ધ્રૌવ્ય તો છઈ જ નહીં. હેમથી શોકાદિક કાર્ય હોઇ છઈ, તે ભિન્ન ભિન્ન લોકની ભિન્ન ભિન્ન વાસના છઈ, તે વતી. જિમ એક જ વસ્તુ (શોકાદિજનનઈ) વાસનાભેદઇ કોઈનઇ ઇષ્ટ, કોઈકનઈં અનિષ્ટ એ પ્રત્યક્ષ છઇ. સેલડીપ્રમુખ મનુષ્યનă ઈષ્ટ છઈ, કરભનઈં અનિષ્ટ છઈ. પણિ તિહાં વસ્તુભેદ નથી, તિમ ઈહાં પણિ જાણવું.” (તસ=) તે બૌદ્ધનઇ નિમિત્તભેદ વિના વાસનારૂપ મનસ્કારની ભિન્નતા કિમ શુદ્ધ થાયઇ ? તે માટઇં શોકાદિકનું ઉપાદાન જિમ ભિન્ન, તિમ નિમિત્ત પણિ અવશ્ય ભિન્ન માનવું. એક વસ્તુની પ્રમાતૃભેદઈ ઇષ્ટાનિષ્ટતા છઇ, તિહાં પણિ એક દ્રવ્યના ઈષ્ટાનિષ્ટજ્ઞાનજનન શક્તિ રૂપ પર્યાયભેદ કહવા જ. *ઈતિ ૧૩૯મી ગાથાનો અર્થ સંપૂર્ણ.* ૯/૬॥ परामर्शः शोकादिहेतुसंस्कारभेदात् कार्यभिदा ननु । વૌદ્ધ ! તે વાસનામેવઃ હેતુમેવું વિના થમ્ ?।।૧/૬।। 24 બૌદ્ધમત મીમાંસા શ્લોકાર્થ :- ‘શોક વગેરેના કારણીભૂત સંસ્કાર જુદા હોવાથી કાર્યભેદ થાય છે' - આવું જો હે ટા બૌદ્ધ ! તમે કહો તો હેતુભેદ વિના તમારે પ્રબુદ્ધસંસ્કારભેદ કઈ રીતે સંગત થશે ? (૯/૬) # આપણા પતનમાં આપણો વિકૃતસ્વભાવ જવાબદાર આધ્યાત્મિક ઉપનય :- પ્રબુદ્ધ વિવિધ સંસ્કાર વગેરે સ્વરૂપ અનેક કાર્યની ઉત્પત્તિ સૂચિત કરે છે કે ઉપાદાનકારણના સ્વભાવ અનેક છે. તથા નિમિત્તકારણના સ્વભાવ પણ અનેક છે. કાર્યની ઉત્પત્તિ તો ઉપાદાન અને નિમિત્ત - બન્નેના લીધે થાય છે. તેથી કોઈ આપણને કડવા-કર્કશ શબ્દ કહે કે અપમાન કરે અને આપણને તેના પ્રત્યે ગુસ્સો આવે તો આપણને થતા ગુસ્સામાં ફક્ત સામેની વ્યક્તિના બગડેલા ધો શબ્દો જ કારણ છે - તેવું નથી. પરંતુ આપણો બગડેલો સ્વભાવ પણ તેમાં અવશ્ય જવાબદાર છે. આ સત્ય હકીકતનો સ્વીકાર કરવામાં આપણને બિલકુલ ખચકાટ થવો ન જોઈએ. સામેની વ્યક્તિના • જનનઈં = લોકને. ♦લા.(૧)+લા.(૨)મ.માં ‘મનસકાર...' પાઠ. કો.(૨)માં ‘નમસ્કારની’ પાઠ. ** ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. ♦ પુસ્તકોમાં ‘તે' નથી. કો.(૯)+સિ.માં છે. પુસ્તકોમાં ‘જન’ પાઠ. કો.(૭+૧૦+૧૧) નો પાઠ લીધો છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy