________________
૨ ૨૮
- ટૂંકસાર -
: શાખા - ૯ : દરેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. સર્વ દ્રવ્યમાં પ્રતિક્ષણ ઉત્પાદાદિ તાત્ત્વિક છે. તેથી આત્મામાં દોષનાશ, ક્ષાયિકગુણની ઉત્પત્તિ અને આત્મસ્વરૂપ ધ્રુવતાને કેળવવા પ્રયત્ન કરવો. (૯/૧-૨)
ઉત્પાદાદિ ત્રણે એક સાથે રહી શકે છે. સોનાનો ઘટ નાશ પામે અને તે સોનાનો હાર બને ત્યારે સુવર્ણદ્રવ્ય તો ધ્રુવ જ છે. માત્ર કાર્યની અપેક્ષાએ ઉત્પાદાદિમાં ભેદ પડે છે. (૯/૩-૪)
પરંતુ ઈષ્ટપર્યાયનાશ દુઃખનું કારણ છે. માટે ‘દ્રવ્ય જ સત્ છે, ઉત્પાદ-વ્યય મિથ્યા છે” આવી દ્રવ્યવાદીની વાત સાચી નથી. (૯/૫)
બૌદ્ધમતે કાર્યભેદનું કારણ સંસ્કારભેદ છે, ઉત્પાદાદિ નહિ. અહીં તેનું ખંડન કરેલ છે. (૬) આગળ જ્ઞાનાદ્વૈતવાદની સમીક્ષા કરેલ છે. (૯૭-૮)
ગ્રંથકાર ઉત્પાદાદિની સિદ્ધિ દૂધ-દહીં-ગૌરસના દષ્ટાંતથી કરે છે. અન્વય, વ્યતિરેક, પ્રમેયત્વ, શેયત્વ વગેરેમાં પણ અનેકાંત છે. તેને સમજીને દઢ કરવાથી સમ્યક્તની શુદ્ધિ થાય છે. (૯૯)
હાજર એવા ઘટમાં પણ પ્રત્યેક સમયે ઉત્પાદાદિ ત્રણ દેખાય છે. આથી જ ‘ક્રિયા કૃતમ્' વાક્ય સંગત થાય છે. આ વાતને વ્યવહારનયથી અને નિશ્ચયનયથી સમજીને સામેની વ્યક્તિ જે રીતે જે નયને સ્વીકારે તે રીતે તેની સંગતિ કરવી. (૯/૧૦-૧૧-૧ર-૧૩)
કેવળજ્ઞાનાદિ ક્ષાયિક ગુણમાં તથા સિદ્ધ ભગવંતમાં પણ પ્રતિક્ષણ ઉત્પાદાદિ ત્રણ સિદ્ધ થાય છે. આપણો પણ સતત નાશ થઈ રહેલ છે તેમ જાણી આરાધનામાં લીનતા કેળવવી. (૯/૧૪-૧૫-૧૬-૧૭)
એક વસ્તુ બીજી અનેક વસ્તુની સાથે સંકળાયેલ છે. માટે પ્રત્યેક વસ્તુમાં અનેકવિધ ઉત્પાદાદિ સંભવે છે. માટે આપણી સાથે સંલગ્ન વસ્તુને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી. (૯/૧૮)
ઉત્પત્તિના (૧) પ્રયોગજન્ય, (૨) વિસાજન્ય અને (૩) ઉભયજન્ય એમ - ત્રણ પ્રકાર છે. વિગ્નસાજન્ય ઉત્પત્તિ (અ) સમુદાયજન્ય અને (બ) ઐકત્વિક છે. પરમાણુઓ ભેગા થવાથી સમુદાયજન્ય ઉત્પત્તિ થાય. હૂયણુક તૂટે તો ઐકત્વિક રૂપે અણુની ઉત્પત્તિ થાય. ધર્માસ્તિકાય વગેરેમાં પણ જીવસંયોગાદિ દ્વારા એકત્વિક ઉત્પત્તિ થાય. તે પરનિમિત્તક અને સ્વનિમિત્તિક છે. આમ “જીવમાં રહેલ કેવળજ્ઞાન પ્રયત્નથી જન્ય = પ્રાપ્ય છે' - તેમ જાણી તે વિશે પ્રયત્ન કરવો. (/૧૯-૨૦-૨૧-૨૨-૨૩)
વિનાશ સમુદાયજન્ય અને અર્થાન્તરપ્રાપ્તિરૂપ છે. તે વિનાશના બે પ્રકાર છે. (૧) પ્રાયોગિક અને (૨) સ્વાભાવિક. પ્રાયોગિક વિનાશ માત્ર સમુદયજનિત હોય. સ્વાભાવિક વિનાશ (અ) સમુદયજનિત અને (બ) ઐકત્વિક એમ બે પ્રકારે હોય. તે બન્નેમાં પ્રાયોગિક અને સ્વાભાવિક એવા બન્ને સમુદયજનિત વિનાશ (A) સમુદયવિભાગ અને (B) અર્થાતરગમન - એમ બે પ્રકારે છે. અંધકાર એ પ્રકાશનો રૂપાંતર પરિણામ છે. તથા એક અણુમાં બીજા અણુનો સંબંધ એ અર્થાન્તર પરિણામ જાણવો. સંયોગથી અણુનો નાશ થાય છે. કર્મસંયોગથી અને કર્મવિભાગથી બન્ને પ્રકારે આત્માનો નાશ થઈ શકે. તેમાંથી કર્મવિભાગથી આત્માના નાશ માટે પ્રયત્ન કરવો. (૯/૨૪-૨૫-૨૬)
પ્રૌવ્યમાં બે પ્રકાર જાણવા. ઋજુસૂત્રનય સ્થૂલ પ્રૌવ્યને માને છે. સંગ્રહનય સૂક્ષ્મ દ્રૌત્રને સ્વીકારે છે. આત્મગુણો સૂક્ષ્મધ્રૌવ્યમય સ્વરૂપે અનુભવાય તે માટે પ્રયત્ન કરવો. (૯)૨૭)
આત્માનું ઉત્પાદાદિમય તાત્ત્વિક સ્વરૂપ અનુભવી સુયશને પ્રગટાવવાનો છે. (૯/૨૮)