SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૮/૨૩)] ૨ ૨૩ (૪) ક્યારેય પણ અન્ય નયથી નિરપેક્ષ બનીને કોઈ પણ એક નયના અભિપ્રાયમાં મુસ્તાક બનવું ન જોઈએ. (૫) શુભપર્યાય રાગજનક છે તથા અશુભપર્યાય દ્વેષજનક છે. મોટા ભાગે આવું જ બનતું હોય છે. તેથી શુભ-અશુભ બન્ને પ્રકારના પર્યાયોને છોડીને શુદ્ધપર્યાય-સિદ્ધત્વપર્યાયનું નિરંતર અવલંબન કરવું જોઈએ. પર્યાયાશ્રિત વ્યવહારનયનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ. () પારકી પંચાત છોડીને સર્વત્ર સર્વદા મુખ્યતયા પોતાના આત્માનું જ અવલંબન લેવું જોઈએ. આ પરાશ્રિત વ્યવહારના ઉપયોગમાં સાધકે સાવધ રહેવું. (૭) સર્વ જીવોમાં અશુદ્ધસ્વરૂપની ઉપેક્ષા કરીને શુદ્ધ આત્મસ્વરૂપનું નિરીક્ષણ કરવું. 01 (૮) શક્તિ છુપાવ્યા વિના સ્વ-પરહિતમાં તત્પર બનવું. જ વિશુદ્ધ પુણ્યનો સંચય આદરણીય જ ટૂંકમાં, પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં દર્શાવેલ વ્યવહારનયના આઠ વિષયોનો આ રીતે અન્વય- ા વ્યતિરેકમુખે આધ્યાત્મિક દૃષ્ટિથી ઉપયોગ કરવામાં આવે તો આત્માર્થી સાધક વિશુદ્ધ પુણ્યસંચય કરી છે ઝડપથી નિર્વિઘ્નપણે, દેવચન્દ્રજી ઉપાધ્યાયે જ્ઞાનસારની જ્ઞાનમંજરી ટીકામાં દેખાડેલ, નિર્વાણનગર તરફ આગળ વધે છે. ત્યાં નિર્વાણનગરનું વર્ણન કરતાં જણાવેલ છે કે “(૧) નિર્મળ આનંદથી વિશુદ્ધ, of, (૨) પીડારહિત, (૩) જ્યાંથી કોઈએ રવાના થવું ન પડે, (૪) દેવેન્દ્રાદિથી પૂજિત-વંદિત, (૫) અનન્ત જ્ઞાન-દર્શનથી પૂર્ણ, (૬) “પરમ' જેનું નામ છે, (૭) અમૂર્ત, (૮) અસંગ, (૯) નિરોગી અને (૧૦) નિરાધાધ-નિર્વાઘાત એવું નિર્વાણનગર છે.” (તા૨૩)
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy