________________
૨૦૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત
परामर्शः
सिखसेनादिसिद्धान्ते द्रव्यनयास्त्रयः पुनः। न, द्रव्यावश्यकोच्छेदाद्, ऋजुसूत्रस्य तन्मते ।।८/१३।।
A
-
-
થી તાર્કિકમત મીમાંસા થા શ્લોકાર્થ - સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેના સિદ્ધાંત મુજબ પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિકનય છે. પણ આ વાત બરાબર નથી. કારણ કે તેમના મતે ઋજુસૂત્રનયમાં (અનુપયોગવાળી ધાર્મિક ક્રિયા સ્વરૂપ) દ્રવ્યઆવશ્યકનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. (૮/૧૩)
છે ભાવ અનુષ્ઠાનના સાત પ્રાણને સમજીએ છે આધ્યાત્મિક ઉપનય :- “અનુપયોગવાળી ધાર્મિક ક્રિયા દ્રવ્યઅનુષ્ઠાન છે' - આવું જાણીને આપણી છે. પ્રત્યેક ક્રિયા (૧) “આ અનુષ્ઠાનથી કર્મનિર્જરા થશે જ – તેવી શ્રદ્ધા, (૨) “આ અનુષ્ઠાન દ્વારા મારે તે ફક્ત આત્મવિશુદ્ધિ જ પ્રાપ્ત કરવી છે' - તેવી આશયશુદ્ધિ, (૩) “અનંતા તીર્થકર ભગવંતોની નિસ્વાર્થ
કરુણાથી આ મોક્ષમાર્ગને આરાધવાની મને સુંદર તક સાંપડેલી છે' - આવો અહોભાવ, (૪) “વિધિ, છે જયણા અને સૂત્ર-અર્થ-આલંબનમાં ઉપયોગપૂર્વક મારે તન્મયતા સાથે આરાધના કરવી છે' - આવી A જાગૃતિ, (૫) સંવેગ, (૬) નિર્વેદ અને (૭) અસંગભાવ - આ સાત ભાવોથી યુક્ત હોવી જોઈએ.
આમ આ સાત ભાવોને પ્રત્યેક અનુષ્ઠાનમાં વણીને આપણા તમામ અનુષ્ઠાનોને ભાવ અનુષ્ઠાનરૂપે ો પરિણાવવા આપણે તત્પર રહેવું જોઈએ.
# સિદ્ધિ સુખને સમજીને અનુભવીએ જ તેનાથી છઠ્ઠા કર્મગ્રંથમાં દર્શાવેલ સિદ્ધિસુખ ખૂબ જ નજીક આવે છે. છઠ્ઠા કર્મગ્રંથનું નામ સપ્તતિકા પ્રકરણ છે. ત્યાં શ્રીચન્દ્રર્ષિમહત્તરે જણાવેલ છે કે કર્મક્ષય થયા બાદ (૧) એકાન્ત પવિત્ર, (૨) સંપૂર્ણ, (૩) જગતમાં શ્રેષ્ઠ, (૪) રોગરહિત, (૫) નિરુપમ, (૬) સ્વભાવભૂત, (૭) અનન્ત, (૮) અવ્યાબાધ, ૯) રત્નત્રયના સારભૂત એવા સિદ્ધિસુખને જીવો અનુભવે છે.” (૮/૧૩)