________________
૧૯૪
જીવ કેવલાદિક યથા રે, શુદ્ધવિષય નિરુપાધિ; મઇનાણાદિક આતમા રે, અશુદ્ધ તે સોપાધિ રે ॥૮/૨॥ (૧૧૦) પ્રાણી. (યથા) જીવ તે કેવલજ્ઞાનાદિરૂપ છઇ ઇમ જે નિરુપાધિ કહિઈ કર્મોપાધિરહિત કેવલજ્ઞાનાદિક શુદ્ધ ગુણ વિષય લેઇ, આત્માનઈં અભેદ દેખાડિઈં છઈ તેહ શુદ્ધ નિશ્ચયનય જાણવઉં . મતિજ્ઞાનાદિક અશુદ્ધ ગુણનઈં આત્મા કહિઈ, તે અશુદ્ધ નિશ્ચયનય, સોધિત્વત્ ૫૮/૨॥ (૧૧૦.)
परामर्श:
[ અધ્યાત્મ અનુયોગ સહિત
केवलज्ञानभावो हि जीवोऽनुपाधिको यथा । शुद्धगोचर आद्यस्तु मति-श्रुतादयोऽन्यथा ।।८/२ ।
“ આધ્યાત્મિક નિશ્ચયના બે ભેદ
શ્લોકાર્થ :- નિરુપાધિક શુદ્ધવિષયક પ્રથમ નિશ્ચયનય છે. જેમ કે ‘કૈવલજ્ઞાનસ્વરૂપ ભાવ એ જીવ છે' - આ કથન. ‘મતિ-શ્રુત વગેરે જીવ છે' આ કથન તો અશુદ્ધ નિશ્ચયનય છે. (૮/૨) Ø કૈવલ્યજ્યોતિસ્વરૂપ આત્માને ઓળખીએ છ
8211
આધ્યાત્મિક ઉપનય :- પ્રામાણિકપણે દીર્ઘ કાળ સુધી નિરંતર અહોભાવપૂર્વક શક્તિ છૂપાવ્યા વિના સાધનામાર્ગે પુષ્કળ-પ્રચંડ પુરુષાર્થ કરવા છતાં કર્મની વિષમતાથી, નિયતિની વિચિત્રતાથી, કાળબળની પ્રતિકૂળતાથી કે વિષમ પરિસ્થિતિની પરવશતાથી જાણ્યે-અજાણ્યે અનેક વખત નાના, મોટા દોષોનો શિકાર બની જનારો સાધક જ્યારે હતાશાની ઊંડી ખાઈમાં ગરકાવ થઈ જાય છે, સાધનામાર્ગે સફળતાને મેળવવાના ઉલ્લાસના શિખરથી ગબડી પડે છે, ત્યારે હતોત્સાહ બનેલા તેવા આત્માર્થી સાધકને નિશ્ચયનય ગુણ-ગુણીનો અભેદ દર્શાવી એવું સૂચિત કરે છે કે ‘આત્મામાં રહેલ અનાદિશુદ્ધ કૈવલ્ય જ્યોતિ અને અનંત શક્તિ એ જ તું છે. પરમાર્થથી ત્યાં જ તારું અસ્તિત્વ છે. તું તેનાથી જુદો નથી. તથા આત્મસ્વરૂપ કેવલજ્ઞાન કાંઈ ખોવાઈ ગયેલું નથી. તેથી ઉઠ, ઉભો થા. કૈવલ્ય જ્યોતિ ઉપર તારી નજરને ઉપાદેયપણે સ્થિર કર. કુકર્મ, કુકાળ, કુનિયતિ, કુનિમિત્ત આપમેળે ઝડપથી રવાના થઈ જશે.’ આવો નિશ્ચયનયનો ઉપદેશ સાંભળી, સ્વીકારી સાધકના ઉલ્લાસ-ઉમંગમાં પ્રાણ પૂરાય છે. તથા તેની સાધના વેગવંતી અને ચૈતન્યવંતી બની તેને ઝડપથી કૃષ્ણગીતામાં શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ વર્ણવેલ જ્ઞાન-આનંદમય મોક્ષમાં પહોંચાડે છે. (૮/૨)
Of
-
ૐ મો,(૨)માં ‘થયો' પાઠ.
* ‘ગુણ' પદ પુસ્તકોમાં નથી. કો.(૭) + કો.(૯+૧૨+૧૩) + લી.(૨+૩) + મો.(૨) + આ.(૧)માં છે. * પુસ્તકોમાં ‘છઈં’ નથી. કો.(૯)માં છે.
* પુસ્તકોમાં ‘જાણવઉં' પદ નથી. ફક્ત કો.(૧૨)માં છે.
* પુસ્તકોમાં ‘સોપાધિકત્વાત્' નથી. કો.(૧૩) + આ.(૧)માં છે.