SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ [અધ્યાત્મ અનુયોગ સહિત # શું માલિકીને ઓળખીએ છીએ ખરા? રે આપણું શરીર પણ આપણી માલિકીમાં નથી. આપણા માથા ઉપર પણ આપણું આધિપત્ય નથી. - 1 કે ગમે ત્યારે માથું દુઃખે, ગમે તે રીતે પેટમાં શૂળ ઉપડે, ગમે ત્યારે મનસ્વીપણે હાથ-પગ તૂટે, ગમે - ત્યાં હૃદય બંધ પડી જાય. જો આ રીતે આપણાં શરીર ઉપર પણ આપણું સ્વામિત્વ ન હોય તો [ ગઢ, નગર, રાજ્ય કે રાષ્ટ્ર ઉપર આપણું વર્ચસ્વ કઈ રીતે હોઈ શકે ? ફોતરા છોડો, ધાન્ય સ્વીકારો પ્રશ્ન આ બાબતને બરોબર ખ્યાલમાં રાખીને વિશેષ પ્રકારનું પ્રયોજન હોય તો જ “મારો દેશ, મારું છેરાજ્ય' વગેરે ઔપચારિક વ્યવહાર કરવો. તે પણ તુષ-વ્રીહિન્યાયથી અંતઃકરણને ભાવિત કરીને કરવો. જેમ ઘઉં અને ફોતરા મિશ્ર હોય ત્યારે ડાહ્યો માણસ ફોતરા છોડીને ઘઉંને અલગ તારવી લે છે. ફોતરાને છૂટા પાડીને ઘઉં લેવા શક્ય ન હોય ત્યારે ફોતરાથી મિશ્રિત ઘઉંને ડાહ્યો માણસ કદાચ સંયોગવિશેષમાં ખરીદે તો પણ ઘઉંની કિંમત જેટલી ફોતરાની કિંમત તેના મગજમાં હોતી નથી. તે કદાપિ ઘઉં તુલ્ય મૂલ્યાંકન ફોતરાનું કરતો નથી. ખરીદી પછી ઘઉંમાંથી ફોતરાને દૂર કરવાની ક્રિયામાં તે લાગી જાય છે. તેમ ફોતરા જેવા દેશ-રાજ્ય-શરીર સાથે ઘઉં તુલ્ય આત્માનો સંબંધ વિચારી આત્મજ્ઞાની અનિવાર્ય પરિસ્થિતિમાં ઉપરોક્ત વ્યવહાર સાવધાનીથી કરતા હોય છે. અન્યથા મમત્વના વમળમાં અટવાઈને, મિથ્યાત્વના ઘોર અંધકારમાં ફસાઈને દીર્ઘ ભવાટવીમાં ભૂલા પડતાં વાર લાગે નહિ. આ બાબતની આત્માર્થી જીવે કાળજી રાખવી. તેવા ઉપચારોનો રુચિપૂર્વક આશ્રય કરવામાં ન આવે તો દીપોત્સવકલ્પમાં દર્શાવેલ સિદ્ધોની ગુણસંપત્તિ સુલભ થાય. શ્રીજિનપ્રભસૂરિજીએ રચેલ દીપોત્સવકલ્પનું બીજું નામ અપાપાબૃહત્કલ્પ છે. ત્યાં જણાવેલ છે કે “(૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન, (૩) અનંત સમ્યક્ત, (૪) અનંત આનંદ અને (૫) અનંત શક્તિ - આ પાંચેય સિદ્ધો પાસે અનંત હોય છે.' (૭/૧૮)
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy