SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત રે; નવઈ નય ઇમ કહિયા, ઉપનય તીન કહિઈ સાર સાચલો શ્રુત •અર્થ પરખી, લહો જસ વિસ્તાર રે ॥૬/૧૬૫ (૮૯) બહુ. ઈમ *ઈણી ૫૨ઈ* *નવઈ નય કહિયા. હિવઇ ૩ ઉપનય (સાર) કહઈ છઈ.તિહાં પણિ દિગંબર પ્રક્રિયાŪ કહિઈં છઈં. *નવ નયના અઠ્ઠાવીસ ભેદ પ્રભૂત કહઈંતા.* એહમાંહિં સાચો શ્રુતનો અર્થ તે પરખી *સમ્યક્ પણ* કરીઇનઈ, બહુશ્રુતપણાના યશનો વિસ્તાર *તિહ પ્રતઈ* *પામો (= લહો). *હિવે ૩ ઉપનય દિગંબરપ્રક્રિયાઈ લખિઈ છઈ. “ઉનયાનાં સમીપે ઉપનયાઃ” ||૬/૧૬॥ परामर्श: શ્લોકાર્થ :- નવ નયો કહ્યા. હવે ત્રણ ઉપનયને કહીશ. સુંદર આગમિક પદાર્થની અહીં પરીક્ષા કરીને યશોલક્ષ્મીના વિસ્તારને લઈ જાવ (=પામો). (૬/૧૬) આધ્યાત્મિક ઉપનય :- શ્વેતાંબરસંપ્રદાય મુજબ મૂલ નય સાત છે. દિગંબરસંપ્રદાય મુજબ મૂલ નય નવ છે. દિગંબરમતાનુસાર નવ નયનું નિરૂપણ કરતાં-કરતાં જ્યાં શ્વેતાંબર શાસ્ત્રો અને યુક્તિ દ્વારા તેનું હું સમર્થન થઈ શકે તેમ હોય ત્યાં તે પ્રમાણે તેનું સમર્થન પણ ગ્રંથકારશ્રીએ ટબામાં કરેલ છે. આના ઉપરથી એટલો બોધપાઠ લેવા જેવો છે કે (૧) બીજાની વાતને જણાવતી વખતે તેનું યોગ્ય રીતે સમર્થન થઈ શકે તેમ હોય તો તે રીતે તેનું સમર્થન કરવાની ઉદારતા આપણે દાખવવી જોઈએ. (૨) ‘મારી જ વાત સાચી. બીજાની વાત ખોટી જ' - આવો સંકુચિત અને કદાગ્રહી અભિપ્રાય કદાપિ અપનાવવા જેવો નથી. (૩) કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ બાંધ્યા વિના જ સામેની વ્યક્તિની વાતને આપણે સાંભળવી જોઈએ. તો જ સામેની વ્યક્તિને આપણે સાચો ન્યાય આપી શકીએ. (૪) બીજાની વાત સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવી જોઈએ. તો જ તેની યોગ્ય પરીક્ષા કરી શકાય. (૫) મધ્યસ્થવૃત્તિ, પરીક્ષકવૃત્તિ અને સમન્વયવૃત્તિ - આ ત્રણ પ્રકારની વૃત્તિને આત્મસાત્ કરવાથી તત્ત્વાર્થસૂત્રમાં દર્શાવેલ સંપૂર્ણકર્મક્ષયસ્વરૂપ મોક્ષ ઝડપથી ઉપસ્થિત થાય.(૬/૧૬) * છઠ્ઠી શાખા સમાપ્ત * प्रोक्ता नव नया वक्ष्येऽधुना ह्युपनयत्रिकम् । सुश्रुतार्थं परीक्ष्याsत्र यशः श्रीविस्तरं नय । । ६ / १६॥। * કો.(૧૩)માં ‘સંસાર' પાઠ. ♦ મ.માં ‘અરથ’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * કો.(૧૩)માં ‘મુનસ’ પાઠ. ~ લી.(૨)માં ‘નિસ્તાર’ પાઠ. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. * દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત. ♦ પાઠા- કો.(૭)માં દ્રવ્યાર્થિક ૧૦, પર્યાયાર્થિક ૬, નૈગમ ૩, સંગ્રહ ૨, વ્યવહાર ૨, ઋજુસૂત્ર ૨, શબ્દ ૧, સમભિરૂઢ ૧, એવંભૂત ૧. ગ્રં૦ ટિપ્પણી. * કો.(૧૩)માં ‘પરખ્યા’ પાઠ. ♦ આ.(૧)માં ‘પામ્યો' પાઠ. કો.(૭)માં ‘પામ્યો’ પાઠ. - ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy