SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ અથવા નયાત્મક શાસ્ત્રઈં ક્રમિકવાક્યક્રયઇં પણિ એ અર્થ જણાવિયઈં. અથવા ““વોધ: શાબ્દઃ, વોધ ાર્થ" - ઈમ અનેક ભંગ જાણવા. ઇમ ગ્યાનદૃષ્ટિ જગના ભાવ દેખિયઈં. *ઇતિ ૫૫ ગાથાનો અર્થ કહિઓ.* ||૫/૧૫ परामर्शः • द्रव्यानुयोगपरामर्शः शाखा - ५ त्रयात्मकोऽर्थ एको हि मुख्यवृत्त्या प्रमाणतः । मुख्योपचारवृत्तिभ्यां ज्ञायते नयवादिना । ५ / १ | जगज्जिनोक्तरीत्या रे, ज्ञानदृष्ट्या विलोक्यताम् ।। ध्रुवपदम्।। · [ અધ્યાત્મ અનુયોગ સહિત • અધ્યાત્મ અનુયોગ * પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે શ્લોકાર્થ :‘એક અર્થ ત્રણ સ્વરૂપે છે' - આ પ્રમાણે પ્રમાણને આશ્રયીને મુખ્યવૃત્તિથી જણાય છે. જ્યારે નયવાદી દ્વારા મુખ્યવૃત્તિથી અને ઉપચારવૃત્તિથી એક પદાર્થમાં ત્રયાત્મકતા જણાય છે.(૫/૧) આમ ભગવાને બતાવેલી રીતે જ્ઞાનદૃષ્ટિથી જગતને જુઓ. (ધ્રુવપદ) નિશ્ચય-વ્યવહારનો ગૌણ-મુખ્યભાવ સમજીએ (01 આધ્યાત્મિક ઉપનય :- ‘નય મુખ્યવૃત્તિથી પોતાના અભિપ્રાયને જણાવે અને ઉપચારવૃત્તિથી ગૌણવૃત્તિથી અન્ય નયના અભિપ્રાયને જણાવે’ - આ સિદ્ધાન્તને મનમાં રાખીને આધ્યાત્મિક પ્રયોજન મુજબ, પોતાની ભૂમિકાને ઉચિત બને તે રીતે નયોનું અવલંબન કરવું. જેમ કે (૧) કોઈ વ્યક્તિને નિશ્ચયનયનું અજીર્ણ થયું હોય, અહંકાર-ઉદ્ધતાઈ-સ્વપ્રશંસા-ઉશૃંખલતા વગેરે અંદરમાં છવાયેલ હોય તો તેણે નિશ્ચયનયને ગૌણ કરીને વ્યવહારનયની મુખ્યતાથી વિભાવના કરવી કે ‘હું સિંહ (જેવો શૂરવીર) છું પણ કર્મના પાંજરામાં હાલ પૂરાયેલો છું.’ આનાથી અહંકાર વગેરે દોષો ઝડપથી દૂર થાય છે. તથા (૨) દીનતા, હીનતા, હતાશા, ઉદ્વિગ્નતા વગેરેથી આત્મા ઘેરાઈ ગયો હોય તેવી અવસ્થામાં વ્યવહારનયને ગૌણ કરી, નિશ્ચયનયની મુખ્યતાનું આલંબન લઈને વિચારવું કે ‘કર્મના પાંજરામાં પૂરાયેલ હોવા છતાં પણ હું સિંહ (જેવો મહાપરાક્રમી) છું.' આ રીતે નયોનું ગૌણ-મુખ્યભાવે આલંબન લઈને મોક્ષમાર્ગે આગળ વધવું. # નય-પ્રમાણદૃષ્ટિનો આધ્યાત્મિક ઉપયોગ ‘પ્રત્યેક પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે' - આ જૈન સિદ્ધાન્તનો આધ્યાત્મિક દૃષ્ટિએ એવી રીતે પણ ઉપયોગ થઈ શકે છે કે કોઈ વસ્તુના ગુણ-પર્યાય રાગ-દ્વેષોત્પાદક બનતા હોય ત્યારે આપણી • ~~ કો.(૧૨)માં ‘જાણવો' પાઠ. ૭ પા૦ માં ‘વોધશદ્ધે પૃથ્વોષ અર્થ' પાઠ પુસ્તકોમાં ‘વોધશાબ્વે’ પાઠ. * કો.(૧૨)માં ‘એક બોઈ શબ્દ એક બોધઈ અર્થ' પાઠ. *..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે. =
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy