________________
12
માધ્યમથી જીવનમાં, પરિવારમાં, મિત્ર વર્તુળમાં, સમુદાયમાં, સંઘમાં સંવાદની ચિરકાલીન સ્થાપના થઈ શકે. તેથી ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સંસ્કૃત વ્યાખ્યામાં પ્રત્યેક શ્લોકના વિવરણના અંતે તે શ્લોકસંબંધી “આધ્યાત્મિક ઉપનય’ સાતેય ભાગમાં સ્વાન્ત:સુવાય + સર્વાદિતાય દર્શાવેલ છે. માનો કે વર્ષોથી ભૂલાયેલા સાચા માર્ગનું ખેડાણ થયું.
ખરેખર અધ્યાત્મશૂન્ય શાસ્ત્ર એ નિદ્માણ કલેવર છે, ચાવી-સેલ વિનાની ઘડિયાળ જેવા નિરર્થક છે” આ વાત વિજ્ઞ વાચકવર્ગે કદાપિ ભૂલવી નહિ. તથા કોઈ પણ શાસ્ત્રના અભ્યાસ સમયે પોતાની શક્તિ-ક્ષયોપશમ મુજબ શાસ્ત્રીય પદાર્થોને વિશે “અધ્યાત્મ અનુયોગ’ કરવા પ્રયત્નશીલ રહેવું. તો જ આત્મલક્ષ-આત્માર્થીપણું જીવંત રહે તથા શુદ્ધ ચૈતન્યનો રણકાર કરતી ગ્રંથકારશ્રીની જ્ઞાનગર્જના આપણા સૂતેલા સત્ત્વને જગાડે, તૂટેલા ભાવોને મૂર્તિમંત કરે, ખૂટેલા ઉત્સાહને ઉછાળે.
• પ્રસ્તુત પ્રકાશન અંગે કંઈક ૦ આ પ્રકાશનમાં (૧) ૩૬ હસ્તપ્રતોના આધારે સંશોધિત થયેલ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, (૨) સ્વપજ્ઞ ટબો, (૩) રાસ અનુસારી દ્રવ્યાનુયોગ પરામર્શ, (૪) શ્લોકાર્ય, (૫) દરેક શ્લોકનો આધ્યાત્મિક ઉપનય તથા (૬) નીચે ટિપ્પણમાં પાઠાંતર, સ્વોપજ્ઞ ટબાના પ્રાકૃત સંદર્ભોની છાયા અને પ્રાચીન સાહિત્ય સંદર્ભના આધારે રાસ-ટબાના અઘરા દેશી શબ્દોના અર્થ દર્શાવેલ છે. તથા દરેક ઢાળના પ્રારંભમાં ઢાળનો/શાખાનો ટૂંકસાર દર્શાવેલ છે. આ ક્રમથી પ્રસ્તુત બે ભાગને તૈયાર કરેલ છે. મુખ્યતયા દ્રવ્ય -ગુણ-પર્યાયનો રાસ' ના સાત ભાગના આધારે જ આ બન્ને ભાગને સંપાદિત કરેલ છે.
પ્રસ્તુત પ્રકાશનના બન્ને ભાગમાં જે “આધ્યાત્મિક ઉપનયદરેક શ્લોકમાં દર્શાવેલ છે, તે મુખ્યપણે દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના આધારે દર્શાવેલ છે. પણ અમુક સ્થળે સ્વોપજ્ઞ ટબાના આધારે પણ દર્શાવેલ છે. (જુઓ - ૪/૧૩, ૫/૪+ ૬, ૬/૧૬, ૯/૧૧, ૧૦/૧૨, ૧૧/૬, ૧૨/૧૦, ૧૩/૪++૯+૧૨, ૧૪૮, ૧૫/૧/૬, ૧૭/૧૨ વગેરે). તેથી તે સ્થળે વાચકવર્ગ ટબાનું અવલોકન કરવું જરૂરી છે. તથા અમુક સ્થાને "દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા" સંસ્કૃત વ્યાખ્યાના આધારે પણ "આધ્યાત્મિક ઉપનય" દર્શાવેલ છે. (જુઓ ૮૨૩+૨૫, ૧૦/૫+૧૪, ૧૩/૧૪+૧૮, ૧૪/૭+૮+૧૨, ૧૫/૨/૧૦ વગેરે). તેથી તે સ્થળે વાચકવર્ગ આવશ્યકતા મુજબ સાત ભાગમાં છપાયેલ રાસમાં વિદ્યમાન સંસ્કૃત વ્યાખ્યાનું અવલોકન કરી શકે છે.
અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવી કે રાસના પ્રત્યેક શ્લોકના અંતે જે “આધ્યાત્મિક ઉપનયે દર્શાવેલ છે, તે રાસની ગાથાના કે સ્તબકના તમામ પદાર્થને અનુલક્ષીને લખાયેલ નથી પણ શ્લોકના કે સ્તબકના અમુક પદાર્થને ઉદ્દેશીને જ લખાયેલ છે. સંપૂર્ણ અધ્યાત્મઅનુયોગ કરવો એ તો પૂર્વધર મહર્ષિઓનું કામ. મારું એ ગજુ નહિ. ખરેખર, મહાપુરુષોના વૈભવી ભાવોને શબ્દોની સંકુચિત સીમામાં કેદ કરી શકાતા નથી. રાસની પ્રત્યેક ગાથા ગ્રંથતુલ્ય વિરાટકાય છે. તેને વાંચવા – ઉકેલવા ચર્મચક્ષુ નહિ પણ અદ્વિતીય અતીન્દ્રિય દિવ્ય જ્ઞાનચક્ષુ જોઈએ. અહીં તો અધ્યાત્મસંબંધી ફક્ત બાલાવબોધનો જ મારા દ્વારા એક વિનમ્ર પ્રયાસમાત્ર થયેલ છે. 1. ()માં જણાવેલ સંખ્યા એ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' સંબંધી ઢાળ/ગાથાનો ક્રમાંક જણાવે છે.