SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત હવઇ આત્મદ્રવ્યમાંહિં ભેદાભેદનો અનુભવ દેખાડઈં છઈ - બાલભાવ જે પ્રાણી દીસઈ, તરુણ ભાવ તે ન્યારો રે; દેવદત્તભાવઈ તે એક જ, અવિરોધ નિરધારો રે ।।૪/૫॥ (૪૫) શ્રુત૦ બાલભાવઈ = બાલકપણઈ, જે પ્રાણી દીસĆ છઈં, તે તરુણ ભાવઈ ન્યારો કહતાં ભિન્ન છઈં. અનઈં દેવદત્તભાવઈ તે = મનુષ્યપણાનઈં પર્યાયઈં તે એક જ છઈં. તો એકનઇં વિષઈં બાલ-તરુણભાવઈ ભેદ, દેવદત્તભાવઈ અભેદ એ અવિરોધ નિર્ધારો. ઉર્જા ૬'पुरिसम्मि पुरिससद्दो, जम्माईमरणकालपज्जंतो । તસ્સ ૩ વાલાયા, પન્નવમેયા(?નોયા) વવિયા ।। (૧.૩૨) સમ્મતૌ ॥૪/૫॥ ૧૦૪ परामर्श: यो हि बालतया दृष्टः स तरुणतयेतरः । देवदत्ततयैको ह्यविरोधमेव निश्चिनु । ।४ / ५ ॥ આત્મામાં પર્યાયનો ભેદાભેદ શ્લોકાર્થ :- જે માણસ બાળકરૂપે પૂર્વે દેખાયેલ તે તરુણપણે જુદો છે. તેમ છતાં દેવદત્તસ્વરૂપે તે બાલ અને તરુણ એક જ છે. આ પ્રમાણે પર્યાય-પર્યાયીમાં ભેદાભેદનો નિશ્ચય કરવો. (૪/૫) ક્ષમા આદિ ગુણોને મેળવવા ભેદનય ઉપકારક આધ્યાત્મિક ઉપનય :- આપણા ઉપર અન્યાય કે અનુચિત વ્યવહાર કરનાર વ્યક્તિ જ્યારે બીજી વાર આપણને મળે ત્યારે પર્યાય અને પર્યાયી વચ્ચે ભેદ વિચારી ‘આ વ્યક્તિએ મારી સાથે બિલકુલ અસભ્ય વ્યવહાર કરેલ નથી' - તેવો હાર્દિક સ્વીકાર કરી તેના પ્રત્યે મૈત્રી આદિ ભાવોથી સભર એવો વ્યવહાર આપણે કરવો જોઈએ. તથા સદ્ગુરુ, કલ્યાણમિત્ર આદિના ઉપદેશ વગેરેના માધ્યમથી તેને સદ્બુદ્ધિ મળવાથી તે કદાચ ક્યાંક આપણી પાસે માફી માંગવા આવે તો તેને ક્ષમા પ્રદાન કરવામાં ઉપાયભૂત એવી ઉદારતાને કેળવવા માટે પણ પર્યાય-પર્યાયીનો ભેદ વિચારવો જોઈએ. તે આ રીતે કે ‘અન્યાય કે ક્રોધ કરનારની આંખ તો લાલ હતી. જ્યારે માફી માંગનારની આંખ તો ઉજ્જવળ છે, શીતળ છે, પ્રશાંત છે. આની આંખમાં તો પશ્ચાત્તાપથી પ્રયુક્ત અશ્રુધારા છે, પશ્ચાત્તાપ છે. ક્રોધ કરનારની વાણીમાં તો ઉગ્રતા હતી. આની વાણીમાં તો દીનતા છે. તેથી પૂર્વકાલીન અને ઉત્તરકાલીન વ્યક્તિ હ જુદી છે' - આવું વિચારી ‘સામેની વ્યક્તિએ મારી માફી માંગવાની જરૂર જ નથી' આવો ભાવ આપણા હૃદયમાં જગાડવો જોઈએ. આમ પર્યાય-પર્યાયીનો ભેદ અધ્યાત્મમાર્ગે આગળ વધવામાં સહાયકતાને ધારણ કરે છે. તેના બળથી શાંતસુધારસવૃત્તિમાં દર્શાવેલી સિદ્ધિસામ્રાજ્યલક્ષ્મી = એકછત્રી મોક્ષરાજ્યસ્વરૂપ આત્મઋદ્ધિ નજીક આવે. (૪/૫) • મ. + શાં.માં ‘અવિરોધઈ’ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. × મ. + ધ.માં ‘બાલકપણે' પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. ↑ આ.(૧)માં ‘તે’ પાઠ છે. 1. पुरुषे पुरुषशब्द: जन्मादिमरणकालपर्यन्तः । तस्य तु बालादयः पर्याययोगाः बहुविकल्पाः । ।
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy