SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મે' કેટલીક આર્યાએને ‘સ્યાદ્વાદમ’જરી'નું અધ્યાપન કરાવ્યું...તેથી વળી તત્વપ્રકાશ વધુ તેજસ્વી બન્યા, સાથે વિચારની સ્ફૂરણા થઇ કે આ ગ્રંથને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હોય તેા મારા જેવાં અલ્પ બુદ્ધિવાળાંએ માટે ઘણા લાભ થાય! અને મને મન નિ ય કર્યા કે ‘મારે આ ગ્રંથનેા ગુજર ગિરામાં અનુવાદ કરવા’ ! ‘મારે આ નિર્ણય વિદ્વાનને જણાવતાં મને સ કેાચ થતા કદાચ કાઇ કહે કે, એક સાધ્વી તે વળી આવા દાર્શનિક ગ્રંથને અનુવાદ શું કરશે ?' આ ભયથી મેં કેટલાક વર્ષ સુધી મારેા નિણ ય કેઇને કહ્યો જ નહી....પરંતુ તીવ્ર વૃત્તિ પ્રવૃત્તિમાં પરિણમ્યા વિના રહે ખરી? વિ. સ. ૨૦૧૬માં અમારૂં ચાતુર્માસ અમદાવાદમાં હતું, ત્યારે અમારા પરમઉપકારી પ્રશાંતમૂતિ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય મનેાહરસૂરીશ્વરજી મહારાજા સમક્ષ કોઈ એક શુભ દિવસે મારે। વિચાર મેં પ્રગટ કરી દ્વીધા. શંકા હતી કે કેઈ વિપરીત પ્રત્યાધાત પડશે ! પર`તુ ત્યાં તે હું –વિભાર મની ગઇ જ્યારે પૂજ્યશ્રીએ મારા નિર્ણયને સત્કાર્યાં! સ્યાદ્વાદમ’જરીના ગુર્જર ભાષાનુવાદ કરવા મને પ્રાત્સાહિત કરી. આજે જ્યારે એ દિવસેાની સ્મૃતિ આવે છે ત્યારે હૃદય હર્ષાથી ગદ્ગદ્ થઈ જાય છે અને સ્વસ્થ પૂજ્ય આચાર્ય ભગવંત પ્રત્યે કૃતજ્ઞતાથી મસ્તક નમી પડે છે. ત્યારની તેઓશ્રીની વાત્સલ્યપૂર્ણ અમીદૃષ્ટિ આજે પણ મારા દૃષ્ટિપથમાં પ્રકાશ પાથરી રહી છે. કોટિ કોટિ વંદના ઉપકારી પૂજ્ય ગુરુ ને... મને વિચાર આવ્યે કે આ અનુવાદનું કાર્યં શુભ મુહૂતે શરૂ કરૂ.... જેથી નિવિજ્ઞ સમાપ્તિ થાય.' અને મારી વિનંતિથી પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી વિષ્ણુધવિજયજી ગણિવરે મને શુભ મુહૂ આપ્યુ અને એ મુહૂતે પૂજ્ય આચાર્ય ભગવતને વાસક્ષેપરૂપ આશીર્વાદ મેળવી મે' અનુવાદના મંગલ પ્રારંભ કર્યાં. વાત્સલ્યવારિધિ મારાં ઉપકારી પૂ. ગુરુણીજી શ્રી સુન દાશ્રીજી મહારાજના શુભ આશીર્વાદથી મેં ત્રણ કારિકાના અનુવાદ પૂર્ણ કર્યાં, અને શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં ચાતુર્માસ બિરાજિત વ્યાખ્યાન-વાચસ્પતિ શાસન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને એ ત્રણ કારિકાના અનુવાદ તપાસવા આપ્યા તેએ શ્રીમદે ખૂબ ચીવટથી અનુવાદ વાંચી લીધે અને ખૂખ આનંદ વ્યક્ત કર્યો. હાર્દિક આશીર્વાદ આપતાં તેઓશ્રીએ કહ્યું ‘બહુ સરસ' આ કાર્ય માં મારાથી શકય સહકાર જરૂર આપીશ. ખસ, પછી તા અનુવાદનું કાર્ય ઝડપથી ચાલ્યું. એક વર્ષના ગાળામાં સંપૂર્ણ અનુવાદ થઇ ગયા. એ અરસામાં પીપરડીની પાળ (અમદાવાદ)ના રહીશ ધ સ્નેહી સુશ્રાવક જયંતીલાલ કેશવલાલ શાહે એક સૂચન કર્યુ` કે આ અનુવાદ જો આગમ પ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજને બતાવવામાં આવે તે સરૂ” પછી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ દ્વારા આ અનુવાદ ઉદારદિલ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. સા. ને મતાન્યેા. તેઓશ્રી પ્રસન્ન થયા અને સપૂર્ણ અનુવાદ તપાસી જવા માટે સાક્ષરવય પંડિત શ્રી દલસુખભાઈ માલવણીયાને આપ્યા. માલવણીયાજીએ ખૂબ સહાનુભૂતિથી અનુવાદ જોયા અને અનેક સુધારાવધારા સૂચવ્યા મને લાગ્યું કે “અનુવાદ પુન: કરવા જોઈએ' અને જરાય કટાળ્યા વિના
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy