SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगब्य. द्वा. श्लोक : ५ (અનુવાદ). અક્રમથી પણ ક્ષણિક પદાર્થમાં અર્થ ક્રિયા ઘટી શકતી નથી; એક બિરાદિ ક્ષણ (બૌદ્ધકે પદાર્થને ક્ષણ કહે છે, કેમકે તેમના મતમાં સર્વે પદાર્થો ક્ષણિક છે.) એકી સાથે અનેક રસાદિ ક્ષણોને, એક સ્વભાવ વડે ઉત્પન્ન કરે છે કે અનેક સ્વભાવ વડે ? જે “એક સ્વભાવવડે ઉત્પન્ન કરે છે” એમ કહે છે તે રસાદિક્ષણનું એકપણું થઈ જશે. કારણ કે તે રસાદિક્ષણે એક સ્વભાવથી જન્ય બની જશે. જે કહેશે કે “અનેક સ્વભાવવડે કેઈ રૂપાદિને ઉપાદાન સ્વભાવથી પેદા કરે છે. કેઈ રસાદિને સહકારી (નિમિત્ત) સ્વભાવથી ઉત્પન્ન કરે છે... તે તે તે સ્વભાવે તેના આત્મભૂત બિરાદિ સ્વરૂપ છે. કે તેનાથી ભિન્ન સ્વરૂપે છે? જે તે તે સ્વભાવ પદાર્થથી ભિન્ન સ્વરૂપે હોય તે તેના સ્વભાવપણુનીજ હાનિ થશે. અને જે તે સ્વભાવે પદાર્થથી અભિન્ન સ્વરૂપે છે, તે સ્વભાવની અનેકતા હોવાથી બિરાદિ એક પદાર્થનું અનેકપણું પ્રાપ્ત થશે. અથવા સ્વભાવનું એક માનવું પડશે. કારણ કે સ્વભાવ પદાર્થથી અભિન્ન છે અને પદાર્થ એક છે, તેથી અનેક સ્વભાવનું પણ એકત્વ આવશે. ___ (टीका) अथ य एव एकत्रोपादानभावः स एवान्यत्र सहकारिभाव इति न स्वभावभेद इष्यते तर्हि नित्यस्यैकरूपस्यापि क्रमेण नानाकार्यकारिणः स्वभावभेदः कार्यसाङ्कयं च कथमिष्यते क्षणिकवादिना। अथ नित्यमेकरूपत्वादक्रमम, अक्रमाच्च क्रमिणां नानाकार्याणां कथमुत्पत्ति इति चेत् , अहो स्वपक्षपाती देवानांप्रियः यः खलु स्वयमेकस्माद् निरंशाद् रूपादिक्षणलक्षणात् कारणात् युगपदनेककार्याण्यङ्गीकुर्वाणोऽपि परपक्षे नित्येऽपि वस्तुनि क्रमेण नानाकार्यकरणेऽपि विरोधमुद्भावयति । तस्माद् क्षणिकस्यापि भावस्याक्रमेणार्थक्रिया दुर्घटा । इत्यनित्यैकान्तादपि क्रमाक्रमयोगपकयोनिवृत्त्यैव व्याप्यार्थक्रियापि व्यावर्तते । तद्व्यावृत्तौ च सत्त्वमपि व्यापकानुपलब्धिबलेनैव निवर्तते । इत्येकान्तानित्यवादोऽपि न रमणीयः। (અનુવા) એકજ સ્વભાવ એક સ્થાને ઉપાદાન ભાવે અને અન્ય સ્થળે સહકારી ભાવે વતે તે રીતનો સ્વભાવ ભેદ તે ઈષ્ટ જ નથી. જે સ્વભાવ ભેદ માનવામાં આવે તે ક્ષણિકવાદીઓ નિત્ય અને એક સ્વરૂપ કમથી અનેક પ્રકારનાં કાર્યો કરનાર નિત્ય પદાર્થમાં સ્વભાવ ભેદ અને કાર્ય કર્યાની (અનેક કાર્યોનું એકરૂપ થવા રૂપ) આપત્તિ કઈ રીતે આપી શકશે ? બૌદ્ધ દર્શનકારે કહે છે કે નિત્ય “એક-રૂપ”હેવાથી સમર્થ છે, તે એકી સાથે જ અનેક કાર્યો કેમ ના કરે? માટે નિત્ય પદાર્થમાં કમપૂર્વક અર્થકિયા ઘટી શકતી નથી. સ્વમતના આગ્રહી હે મૂર્ખ ! તું સ્વયં નિરન્વય વિનાશી એવા રૂપાદિ–ક્ષણ-સ્વરૂપ એક જ કારણથી, એક સાથે (અનેક કારણ સાધ્ય એવાં) અનેક કાર્યોની ઉત્પત્તિ સ્વીકારવા છતાં પર–મતને માન્ય નિત્ય વસ્તુ કે જે કમથી અનેક પ્રકારના કાર્યો કરવામાં સમર્થ છે. તેનો વિરોધ કરે છે ! માટે ક્ષણિક પદાર્થમાં પણ અકમથી અર્થ કિયા ઘટવી મુશ્કેલ છે ! આ પ્રમાણે એકાન્ત અનિત્ય પક્ષમાં પણ કમ-અક્રમ, ઉભયરીતે અર્થ ક્રિયા ઘટતી નહી હોવાથી ક્યા. ૫
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy