SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ३१४ अन्ययोगव्य, द्वा. श्लोक : २८ તે શબ્દથી કહી શકાતું નથી, આવા અભિપ્રાયવાળા નયને એવંભૂત નયાભાસ કહે છે, જેમ પટમાં જળ લાવવું, ધારણ કરવું ઈત્યાદિ ક્રિયાને અભાવ હેવાથી પેટનું ઘટ શબ્દથી પ્રતિપાદન થઈ શકતું નથી, તેમ જલાદિને લાવવા આદિ ક્રિયાથી રહિત કાળમાં ઘટને ઘટ કહી શકાતા નથી. (टीका) एतेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वाद् अर्थनयाः। शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः । पूर्वः पूर्वो नयः प्रचुरगोचरः। परः परस्तु परिमितविषयः। सन्मात्रगोचरात् संग्रहात् नैगमो भावाभावभूमिकन्वाद भूमविषयः। सद्विशेषप्रकाशकाद् व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः। वर्तमानविषयाद् ऋजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वाद् अनल्पार्थः। कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दाजुसूत्रस्तद्विपरीतवेदकत्वाद् महार्थः। प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरुढात् शब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः । प्रतिक्रियं विभिनमर्थ प्रतिजानानाद् एवंभूतात् समभिरूढस्तदन्यथार्थस्थापकत्वाद् महागोचरः । नयवाक्यमपि स्वविषये प्रवर्तमान विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ।" इति । विशेपार्थिना नयानां नामान्वर्थविशेषलक्षणाक्षेपपरिहारादिचर्चस्तु भाष्यमहोदधिगन्धहस्तिटीकान्यायावतारादिग्रन्थेभ्यो निरीक्षणीयः ॥ (અનુવાદ). આ સાત નમાં નૈગમ, સંગ્રહ વ્યવહાર અને અસત્ર આ ચાર ન અર્થનું પ્રતિપાદન કરતા હોવાથી “અર્થન” કહેવાય છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ ન શબ્દનું પ્રતિપાદન કરતા હોવાથી શબ્દ નય કહેવાય છે. આ નમાં પૂર્વ પૂર્વ ને અધિક અધિક વિષયવાળા છે, અને ઉત્તર ઉત્તર ન અલ્પ (પરિમિત) વિષયવાળા છે. (૧) સંગ્રહનય સમાત્રને જાણે છે. ગમન સામાન્ય અને વિશેષ, ઉભયને જાણે છે, તેથી સંગ્રહાયની અપેક્ષાએ નૈગમનને વિષય અધિક છે. (૨) વ્યવહારનય સંગ્રહનયથી જાણેલા પદાર્થોને વિશેષરૂપે જાણે છે. અને સંગ્રહનય સમસ્ત પદાર્થોને સામાન્યરૂપે જાણે છે. તેથી વ્યવહાર નયની અપેક્ષાએ સંગ્રહનાનો વિષય અધિક છે. (૩) વ્યવહારનય ત્રિકાલવતી પદાર્થોને જાણે છે. જુસૂત્ર નયથી કેવલ વર્તમાન કાલીન પદાર્થોનું જ્ઞાન થાય છે. તેથી જુસૂત્ર નયની અપેક્ષાએ વ્યવહારનયનો વિષય અધિક છે. (૪) શબ્દનય કાલ, કારક આદિના ભેદથી વતમાન પર્યાયને જાણે છે, અને જુસૂત્ર નયમાં કાલ, કારક આદિના ભેદ સિવાય સમસ્ત વર્તમાનકાલીન પદાર્થોનું જ્ઞાન થાય છે, તેથી શબ્દનયની અપેક્ષાએ અજુસૂત્રને વિષય અધિક છે. (૫) સમભિરૂઢ ઈંદ્ર, શુક્ર પુરંદર આદિ પર્યાયવાચી શબ્દને પણ વ્યુત્પત્તિના ભેદથી પદાર્થોમાં ભેદ માને છે. પરંતુ શબ્દનય પર્યાયવાચી શબ્દોને એક અર્થના દ્યોતક માને છે, તેથી સમભિરૂઢ જ્યની અપેક્ષાએ શબ્દનયને વિષય અધિક છે. () સમભિરૂઢ વડે જાણેલા પદાર્થોમાં એવંભૂતનય ક્રિયાના ભેદથી ભેદ માને છે. અને સમભિરૂઢનય ઈદ્ર અને પુરંદર શબ્દમાં વ્યુત્પત્તિના ભેદથી ભેદ માને છે એવંભૂત નય ઈદ્ર પુરંદર શબ્દમાં ક્રિયાના ભેદથી ભેદ માને છે,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy