SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ स्वाद्वादमंजरी २७१ વિદ્યમાન છે, પરંતુ પર પટ આદિના દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ નથી. આ પ્રમાણે પ્રત્યેક વસ્તુ ન દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ કથંચિત્ અસ્તિત્વ સ્વરૂપ છે, અને પર કળ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ નથી. આ રીતે વસ્તુ તત્વની સિદ્ધિ કરવા માટે “સ્યા” (કથંચિત) શબ્દને પ્રયોગ કરવામાં આવે છે. વળી જે કઈ વાકયમાં સ્યાત શબ્દને પ્રયોગ ના કર્યો હોય તે પણ બુદ્ધિમાન પુરુષે તેનો અભિપ્રાય જાણી લે છે અર્થાત પ્રત્યેક વસ્તુમાં કથંચિતપણું સ્વયમેવ સમજી લે છે. કહ્યું પણ છે કે અગ યુચ્છેદક (અન્યને નિષેધક) એવા પુત્ર શબ્દનો પ્રયોગ કરવામાં ના આવ્યું હોય તો પણ બુદ્ધિમાન પુરુષ પ્રકરણથી અર્થ સમજી શકે છે. તેમ “સ્યાત” શબ્દના પ્રયાગ વિના પણ સુજ્ઞ પુરુષ સ્થાત્ શબ્દના અભિપ્રાયને સમજી શકે છે. ___ स्यात्कथंचिद् नास्त्येव कुम्भादिः स्वद्रव्यादिभिरिव परद्रव्यादिभिरपि वस्तुनोऽसत्त्वानिष्टौ हि प्रतिनियतस्वरूपाभावाद् वस्तुप्रतिनियतिर्न स्यात् । न च चास्तित्वैकान्तवादिभिरत्र नास्तित्वमसिद्धमिति वक्तव्यम् । कथंचित् तस्य वस्तुनि युक्तिसिद्धत्वात. साधनवत् । न हि क्वचिद् अनित्यत्वादौ साध्ये सत्वादिसाधनस्यास्तित्वं विपक्षे नास्तित्वमन्तरेणोपपन्नम् । तस्य साधनत्वाभावप्रसङ्गात् । तस्माद् वस्तुनोऽस्तित्वं नास्तित्वेनाविनाभूतम् , नास्तित्वं च तेनेति । विवक्षावशाच्चानयोः प्रधानोपसर्जन. भावः । एवमुत्तरभगेष्वपि ज्ञेयम् । “अर्पितानर्पित सिद्धेः” इति वाचकवचनात् । રતિ ક્રિતી : | (અનુવાદ) બીજો ભાગ-ઘટ આદિ પ્રત્યેક વસ્તુ કથંચિત્ નાસ્તિરૂપ છે. જેમ પદાર્થોનું સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ છે, તેમ પર દ્રવ્યાદિની અપેક્ષાએ પણ અસ્તિત્વ માનવામાં આવે તે પદાર્થનું કેઈપણું સ્વરૂપ નિશ્ચિત થઈ શકતું નથી. કેમ કે એક વસ્તુને અન્યસ્વરૂપે જાણવાથી તે વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી શકાતું નથી. જે લોકો એકાતે અસ્તિત્વવાદ સ્વીકારે છે, તે લેકે પણ વસ્તુમાં નાસ્તિત્વ ધર્મનો નિષેધ કર્યા વિના અસ્તિત્વ ધમની સિદ્ધ કરી શકતા નથી. કારણ કે જેમ એક સાધનમાં (હેતુમાં) કોઈની અપેક્ષાએ અસ્તિત્વ અને કોઈની અપેક્ષાએ નાસ્તિત્વ સિદ્ધ હોય છે, તેમ અસ્તિત્વવાળી વસ્તુમાં કથંચિત્ નાસ્તિત્વ પણુ યુક્તિથી સિદ્ધ થાય છે. અનિત્યત્વ રૂપ સાધ્યની સિદ્ધિ કરવા માટે સત્વરૂપ સાધન (હેતુનું અસ્તિત્વ, જ્યાં જ્યાં અનિત્ય નથી ત્યાં ત્યાં સત્વ નથી” આ વિપક્ષમાં નાસ્તિત્વની, સિદ્ધિ કર્યા વિના સિદ્ધ થઈ શકતું નથી. અન્યથા સત્વરૂપ હેતુથી અનિત્યરૂપ સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી જ્યાં સુધી વિપક્ષમાં હેતુને અભાવ સિદ્ધ ન થાય ત્યાં સુધી તે હેતુથી સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. દા. ત. અગ્નિરૂપ સાધ્યની સિદ્ધિ કરવા માટે ધૂમ હેતુને જ્યાં સુધી વિપક્ષરૂપ સરોવર-વગેરેમાં અભાવ સિદ્ધ ના થાય, ત્યાં સુધી ધૂમ હેતુ અનિરૂપ સાધ્યની સિદ્ધિ ના કરી શકે. આથી અસ્તિત્વ અને નાસ્તિત્વ બને ધર્મો પરસ્પર સાપેક્ષ છે. કેમ કે અસ્તિત્વ વિના નાસ્તિત્વ અને નાસ્તિત્વ વિના અસ્તિત્વ
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy