SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ २६० अन्ययोगव्य. द्वा. श्लोक : २२ આવી માન્યતાને લક્ષમાં લઈને ઉપગરૂપ આત્માનું લક્ષણ કરવામાં આવ્યું છે. (૨) જીવ જ્ઞાનાવરણીય આદિ કમેનો કર્તા છે. પરંતુ સાંખ્યના પુરુષની જેમ નિલેપ રહીને કેવળ દ્રષ્ટા નથી. આ રીતે કર્તુત્વ-વિશેષણથી સાંખ્ય મતનું નિરાકરણ થાય છે. (૩) છવ સુખદુઃખ આદિ કર્મોના ફળને ભેગવનાર છે. પરંતુ બૌદ્ધમતને અનુસાર કમેને કર્તા અન્ય ફાણ અને ભેતા અન્ય ક્ષણ, તે પ્રમાણે નથી. કેમ કે તેઓ (બૌદ્ધ)ના મતમાં આત્માનું ક્ષણિકપણું હોવાથી જે જ્ઞાન ક્ષણ (આત્મા) કર્મોને કર્યા છે તેને તે સમૂલ નાશ થઈ જાય છે. તેથી તે કર્મના ફળને ભક્તા બની શકતું નથી. આ પ્રમાણે આત્માનું ભકતૃત્વ કહેવાથી બૌદ્ધના સિદ્ધાંતનું વારણ થાય છે. (૪) જીવના આઠ રુચક પ્રદેશ સદા સ્થિર હોય છે, અગી કેવલી અને સિદ્ધ ભગવાનના સર્વે પ્રદેશ સ્થિર હોય છે. અને વ્યાયામ, દુઃખ અને પરિતાપથી યુક્ત જીના આઠ રૂચક (મધ્ય) પ્રદેશને છોડીને બાકીના સર્વ પ્રદેશ સદાય પ્રવૃત્તિશીલ હોય છે. અર્થાત્ અસ્થિર હોય છે. (૫) જીવ વર્ણ ગંધ, રસ સ્પર્શથી રહિત હોવાથી અમૂર્ત (અરૂપી) છે. (૬) જીવ અસંખ્યાતપ્રદેશ છે. જીવનું જીવત્વ પારિણામિક સ્વભાવ છે. વ્યવહારનયની અપેક્ષાએ જીવ સ્પર્શ આદિ પાંચ ઈદ્રિયો, મન, વચન અને કાયા તે ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણનો ધારક છે. નિશ્ચયનયથી તે ચેતનાલક્ષણ જીવ કહેવાય છે. ઇત્યાદિ પ્રકારના આત્માના સહભાવી ગુણે, અથવા ધર્મો છે. હર્ષ, વિષાદ, શેક, સુખ, દુઃખ દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ ઈત્યાદિ ક્રમભાવી (ક્રમથી થનારા) અને નાશ પામવાવાળા ધર્મો કે પર્યાયે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આદિમાં અસંખ્યાત પ્રદેશ છે. જેમ જલ મત્સ્યને કરવામાં સહાયભૂત છે તેમ ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને ચાલવામાં સહાયભૂત છે. અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં ઉપકારક છે. ધર્મ-અધર્મ આદિ દ્રવ્યો મત્યાદિ જ્ઞાનના વિષયે છે, સ્વસ્વરૂપને ત્યાગ કરતા નથી, અર્થાત પરસ્પર મિશ્રણ નહી થવાથી અવસ્થિત છે. વર્ણગંધ, આદિથી રહિત હોવાને કારણે અરૂપી છે. એક વ્યકિતરૂપ હોવાથી એક દ્રવ્યરૂપ છે. યિા રહિત હોવાથી નિષ્ક્રિય છે. તેવી જ રીતે એક જ ઘટમાં કાચાપણું પાકાપણું ગોળાઈ અને પહોળાઈ જેવા કાંઠાવાળ, જળ આદિનું ધારણ કરવાપણું અથવા લાવવાપણું, મતિ આદિ જ્ઞાનનું વિષયપણું, નવાપણું, જુનાપણું ઈત્યાદિ અનંત ધર્મો રહેલા છે. પ્રત્યેક પદાર્થમાં ભિન્ન ભિન્ન નયની દષ્ટિએ, શબ્દ અને અર્થના પર્યાની અપેક્ષાએ અનંત ધર્મો રહેલા છે. (टीका) अत्र चात्मशब्देनानन्तेष्वपि धर्मेष्वनुवृत्तिरूपमन्वयिद्रव्यं ध्वनितम् । ततश्च "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति व्यवस्थितम् । एवं तावदर्थेषु । शब्देष्वपि उदात्तानुदात्तस्वरितविवृतसंवृतघोषवदघोषताल्पप्राणमहाप्राणतादयः तत्तदर्थप्रत्यायनशक्त्यादयश्चावसेयाः । अस्य हेतोरसिद्धविरुद्धानकान्तिकत्वादिकण्टकोद्धारः स्वयमभ्यूह्यः। इत्येवमुल्लेखशेखराणि ते तव प्रमाणान्यपि न्यायोपपनसाधनवाक्यान्यपि । आस्तां तावद् साक्षात्कृतद्रव्यपर्यायनिकायो भवान् । यावदेतान्यपि कुवादिकुरङ्गसन्त्रासनसिंहनादाः कुवादिनः कुत्सितवादिनः । एकांशग्राहकनयानुयायिनोऽन्यतीथिकास्त
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy