SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ अवतरण अथ ताथागताः क्षणक्षयपक्षे सर्वव्यवहारानुपपत्ति परै रुद्भावितामाकर्ण्य इत्यं प्रतिपादयन्ति । यत् सर्वपदार्थानां क्षणिकत्वेऽपि वासनाबललब्धजन्मना ऐक्याध्यवसायेन ऐहिकामुष्मिकन्यवहारप्रवृत्तेः कृतप्रणाशादिदोषा निरवकाशा एव इति । तदाकूतं परिहर्तुकामस्तत्कल्पितवासनायाः क्षणपरम्परातो भेदाभेदानुभयलक्षणे पक्ष अयेऽप्यघटमानत्वं दर्शयन् स्वाभिप्रेतभेदामेदस्याद्वादमकामयमानानपि तानङ्गीकारयितुमाह અવતરણ હવે બૌદ્ધો બીજાઓએ કહેલા ક્ષણ-ક્ષયપક્ષમાં સર્વ વ્યવહારની અનુત્પત્તિ સાંભળીને આ પ્રકારે પ્રતિપાદન કરે છે ? સર્વે પદાર્થો ક્ષણિક હોવા છતાં પણ વાસનાના બળથી પ્રાપ્ત થયેલા અભેદજ્ઞાનથી આ લોક અને પરલોક સંબંધી વ્યવહારની પ્રવૃત્તિ થઈ શકે છે. તેથી અમારા સિદ્ધાંતમાં કૃતકર્મપ્રભુશ ઈત્યાદિ દેને અવકાશ નથી. આવા પ્રકારના બૌદ્ધના અભિપ્રાયને દૂર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર આચાર્ય વાસનાક્ષણપરંપરાથી ભિન્ન, અભિન્ન, અને ન ભિન્ન, ન અભિન્ન. આ ત્રણે પક્ષમાં વાસના નથી ઘટતી તે બતાવતા સ્વસિદ્ધાંતને અભિપ્રેત ભેદભેદરૂપ સ્યાદ્વાદને બૌદ્ધો નહીં ઈચ્છવા છતાં પણ બલાત્કારે તેઓને સ્યાદ્વાદનો આશ્રય લે પડશે એવું દર્શાવતાં કહે છે કેसा वासना सा क्षणसन्ततिश्च नाभेदभेदानुभयैर्घटेते । अतस्तटादर्शिशकुन्तपोतन्यायात्वदुक्तानि परे श्रयन्तु ॥१९॥ મૂળ–અર્થ : પૂર્વ સમયના જ્ઞાનક્ષાથી ઉત્તર સમયના જ્ઞાનક્ષણમાં જવાવાળી શક્તિને વાસના (સંસ્કાર) કહે છે. પ્રતિસમય ઉત્પન્ન થવાવાળી ક્ષણપરંપરા(પદાર્થની પરંપરા)ને ક્ષણસંતતિ કહે છે. બૌદ્ધ દર્શનને અભિપ્રેત આવી વાસના અને ક્ષણ પરંપરા (૧) ભિન્ન, (૨) અભિનન અને (૩) ન ભિન્ન-ન અભિન (અનુભવ) એ ત્રણે પ્રકારમાંથી કેઈપણ પ્રકારે સિદ્ધ થઈ શકતી નથી, આથી જેમ સમુદ્ર-મથે રહેલા જહાજ ઉપર રહેલું કે પક્ષી કિનારાની આશાથી ઊડીને જાય, પરંતુ સમુદ્ર કિનારો નહીં દેખવાથી પુનઃ જહાજ ઉપર આવે, તેમ અન્ય દર્શનકારેને અન્ય કેઈ ઉપાય નહીં હોવાથી અંતે આપના દાવેતરૂપ અનેકાન્તવાદને આશ્રય લેવો પડશે. (૧)
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy