SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ अन्ययोगव्य, द्वा. श्लोक : १७ (અનુવાદ). ૧૬મી કારિકામાં બાહ્ય પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ કરવાના પ્રસંગે પ્રમેયની સિદ્ધિમાં કરવામાં આવી છે. પૂર્વોક્ત પ્રમાણથી પ્રમેયની સિદ્ધિ થવા છતાં પણ “પ્રમેયના અભાવમાં નિવિષયક જ્ઞાન કોનું ગ્રાહક થશે” તે જે કહેવામાં આવ્યું છે. તે પણ માત્ર થુંક ઉડાડવા જેવું છે. કેમકે કરણ (સાધન) વિના કઈ પણ ક્રિયા હોઈ શકતી નથી. જેમ છેદન ક્રિયા કુઠાર રૂપ કરણથી થાય છે, તેમ જાણવારૂપ ક્યિા પણ કેઈપણ કારણથી થાય છે. જે કારણ છે તે જ પ્રમાણ છે. વળી ‘પ્રમાણ પદાર્થની ઉત્પત્તિ સમયે પદાર્થને જાણે છે કે ભિન્ન સમયે? આ વિકલ્પદ્વય અમને હેરાન કરી શકતા નથી. કેમકે અમે બંને વિકલ્પોને સ્વીકાર કરીએ છીએ ! આપણે બધાનું જે પ્રત્યક્ષ જ્ઞાન છે તે સમકાલીન (વિદ્યમાન) પદાર્થોને જાણે છે, અને સ્મરણાત્મક-જ્ઞાન અતીત પદાર્થોને જાણે છે. શબ્દ અને અનુમાન પ્રમાણે ત્રણે કાળના પદાર્થોને જાણે છે. શબ્દ અને અનુમાન, જ્ઞાન નિરાકાર હોવા છતાં પણ જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મને ક્ષયપશમથી નિશ્ચિત પદાર્થોમાં પ્રવૃત્ત થાય છે. અને શુન્યવાદનું સ્થાપન કરવા માટેને બાકીના વિકલ્પને અસ્વીકાર એજ શુન્યવાદને તિરસ્કાર છે ! __ (टीका) प्रमितिस्तु प्रमाणस्य फलं स्वसंवेदनसिद्धैव । न ह्यनुभवेऽप्युपदेशापेक्षा । फलं च द्विधा आनन्तर्यपारम्पर्यभेदात् । तत्राऽऽनन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् । पारम्पर्येण केवलज्ञानस्य तावत् फलमौदासीन्यम् । शेषप्रमाणानां तु हानोपादानोपेक्षाबुद्धयः इति सुव्यवस्थितं प्रमात्रादिचतुष्टयम् । ततश्च " नासन्न सन्न सदसन्नचाप्यनुभयात्मकम् । चतुष्कोटिविनिर्मुक्तं तत्वं माध्यमिका विदुः" ॥ इत्युन्मत्तभाषितम् ।। (અનુવાદ) પ્રમાણુના ફળરૂપ પ્રીમતિ (નિશ્ચયાત્મક જ્ઞાન) સ્વયં સ્વસંવેદનથી (અનુભવથી જ સિદ્ધ છે. તેથી તેને સિદ્ધ કરવા માટે પરની અપેક્ષા રહેતી નથી. તે પ્રમાણુનું ફળ સાક્ષાત્ અને પરંપરા એમ બે પ્રકારે છે. પદાર્થને જાણવાથી પદાર્થ વિષયક અજ્ઞાનનો નાશ થવે સાક્ષાત ફળ અને પરંપરાએ કેવળ જ્ઞાનના પ્રાપ્તિ થવી, તે ઉદાસીન ફળ છે. પ્રમાણુનાં બીજાં ફળ ઈષ્ટ-અનિષ્ટનું ગ્રહણ, ત્યાગ અને ઉપેક્ષા છે. આ પ્રમાણે પ્રમાતા, પ્રમેય, પ્રમાણુ અને પ્રમિતિ, આ ચારે તરવ વ્યવસ્થિતપણે સિદ્ધ થાય છે. તેથી “સત નથી, અસત નથી,” “સત્ અસત્ ઉભય નથી’ અને ‘ન સત્ ન અસત્ ” આ ચાર કટિથી હિત એવા તત્વને માધ્યમિક (શુન્યવાદી) બદ્ધ કહે છે, તે ખરેખર ઉન્મત્ત પુરુષના બકવાદતુલ્ય છે. (टोका) किञ्च, इदं प्रमात्रादीनामवास्तवस्वं शुन्यवादिना वस्तुत्या तावदेष्टव्यम् । तचासौ प्रमाणात् अभिमन्यते अप्रमाणाद्वा ? न तावदप्रमाणात् , तस्याकिशितक
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy