SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी १९९ ઉત્પાદકપણું (જનકપણું) ઘટી શકતું નથી. જેવી રીતે સાથે ઉત્પન્ન થવાવાળા ગેવિષાણમાં કાર્ય-કારણે ભાવ થઈ શક્તો નથી, તેવી રીતે સાથે ઉત્પન્ન થવાવાળા પદાર્થ અને જ્ઞાનમાં કાર્યકારણભાવ ઘટી શકતું નથી, જે કહેશે કે પૂર્વે ઉત્પન્ન થયેલ પદાર્થ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. નારે ના, પદાર્થ ક્ષણવિનાશી હોવાથી જ્ઞાનના કારણરૂપ પદાર્થને નિરન્વય હનિમૂલ) નાશ થાય છે. તેથી પદાર્થના કાર્યરૂપ જ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી. આ રીતે જ્ઞાનના ઉત્પાદક (જનક) પદાર્થને નાશ થવાથી જ્ઞાનની ઉત્પત્તિ આકસ્મિક (કારણ વિના) માનવી પડશે. (टीका) जनकस्यैव च ग्राह्यत्वे इन्द्रियाणामपि ग्रायत्वापत्तिः। तेषामपि ज्ञानजनकत्वान् । चान्वयव्यतिरेकाभ्यामर्थस्य ज्ञानहेतुत्वं दृष्टम् । मृगतृष्णादौ जलाभावेऽपि जलज्ञानोत्पादात् । अन्यथा तत्प्रवृत्तेरसंभवात् । भ्रान्तं तज्ज्ञानमिति चेत्, ननु भ्रान्ताभ्रान्तविचारः स्थिरीभूय क्रियतां त्वया । सांप्रतं प्रतिपद्यस्व तावदनर्थजमपि ज्ञानम् । अन्वयेनार्थस्य ज्ञानहेतुत्वं दृष्टमेवेति चेत् । न । न हि तद्भावे भावलक्षणोऽन्वय एव हेतुफलभावनिश्चयनिमित्तम् अपि तु तदभावेऽभावलक्षणो व्यतिरेकोऽपि । स चोक्तयुक्त्या नास्त्येव । योगिनां चातीतानागतार्थग्रहणे किमर्थस्य निमित्तत्वम्, तयोरसत्त्वात् । "ण णिहाणगया भग्गा पुंजो पत्थि अणागए । णिव्वुया णेव चिटुंति आरग्गे सरिसवोवमा" || इति वचनात् । निमित्तत्त्वे चार्थक्रियाकारित्वेन सत्त्वादतीतानागतत्वक्षतिः ॥ (અનુવાદ) જેવી રીતે જ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ પદાર્થને જ જ્ઞાનના વિષય તરીકે માને છે તેવી રીતે ઈન્દ્રિય પણ જ્ઞાનના વિષય બનશે. કેમકે ઈન્દ્રિય પણ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. માટે ઈન્દ્રિય જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાન વિષય બનશે. પરંતુ ઈન્દ્રિયે જ્ઞાનનો વિષય બને તે તમને પસંદ નથી. શંકા : પદાર્થ જ્ઞાનનું કારણ (વિષય) છે કેમકે પદાર્થને જ્ઞાનની સાથે અન્વયવ્યતિરેક સંબંધ છે. “જેમ જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, અને જ્યાં અરિન ન હોય ત્યાં ધૂમ પણ ન હોય” ધૂમ અને અગ્નિમાં અન્વય-વ્યતિરેક સંબંધ હોવાથી અગ્નિ જેમ ધૂમનું કારણ છે. તેમ જ્યાં જ્ઞાન હોય છે ત્યાં પદાર્થ હોય છે, અને જ્યાં પદાર્થ નથી ત્યાં જ્ઞાન પણ નથી, આમ જ્ઞાન અને પદાર્થમાં અન્વય-વ્યતિરેક સંબંધ હોવાથી પદાર્થ જ્ઞાનનું કારણ થઈ શકે છે. સમાધાનઃ તમે ભૂલા પડી ગયા ! ઝાંઝવાના નીરમાં નીરરૂપ અર્થનો અભાવ હોવા છતાં પણ નીરનું જ્ઞાન થાય છે અને નીર માટે મનુની પ્રવૃત્તિ જોવામાં આવે છે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy