SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी १९३ (टीका) एवं यौगाभिप्रेतः प्रमाणात् फलस्यकान्तभेदोऽपि निराकर्तव्यः। तस्यैकप्रमात्तादात्म्येन प्रमाणात् कथश्चिदभेदव्यवस्थितेः। प्रमाणतया परिणतस्यैवात्मनः फलतया परिणतिप्रतीतेः। यः प्रमिमीते स एवोपाधत्ते परित्यजति उपेक्षते चेति सर्वव्यवहारिभिरस्खलितमनुभवात् । इतरथा स्वपरयोः प्रमाणफलव्यवस्थाविप्लवः प्रसज्यत इत्यलम् ॥ (અનુવાદ) તૈયાયિકેને અભિપ્રેત પ્રમાણ અને પ્રમાણુના ફળમાં એકાન્ત ભેદ પણ સિદ્ધ થઈ શકતું નથી. કેમકે પ્રમાણ અને અપ્રમાણુનું ફળ પરસ્પર એકાન્ત ભિન્ન નથી. એક જ પ્રમાતા (આત્મા) પ્રમાણ અને પ્રમાણુના ફળરૂપ હેઈને પદાર્થોને જાણે છે. તેથી પ્રમાણુનું ફળ કથંચિત્ અભિન્ન છે, કેમ કે પ્રમાણુરૂપે પરિણત આત્માની જ ફળરૂપે પરિણતિ થાય છે. આત્માને છેડી કેઈ અન્ય સ્થળે પ્રમાણુના ફળરૂપ જ્ઞાન થઈ શકતું નથી. જે આત્મા પદાર્થને જાણે છે તે જ આત્મા ગ્રહણ કરે છે. તે જ ત્યાગ કરે છે અને તે જ આત્મા ઉપેક્ષા કરે છે. આ વાત સર્વ પ્રામાણિકને અનુભવ સિદ્ધ છે. જે પ્રમાણ અને પ્રમાણનું ફળ એકાન્ત ભિન્ન હોય તે દેવદત્તના પ્રમાણનું ફળ યજ્ઞદત્તને મળવું જોઈએ જેવી રીતે દેવદત્તની સાથે જ્ઞાનની ભિન્નતા છે, તેવી રીતે યજ્ઞદત્તની સાથે પણ જ્ઞાનની ભિન્નતા છે. આ રીતે પ્રમાણ અને પ્રમાણના ફળને સર્વથા ભિન્ન માનવાથી કેઈપણ રીતે પ્રમાણના ફળની વ્યવસ્થા થઈ શકતી નથી. (टीका) अथवा पूर्वार्द्धमिदमन्यथा व्यारव्येयम् । सौगताः किलेत्थं प्रमाणयन्ति । सर्व सत् क्षणिकम् । यतः सर्व तावद् घटादिकं वस्तु मुद्गरादिसंनिधौ नाशं गच्छद् दृश्यते । तत्र येन स्वरूपेणान्त्यावस्थायां घटादिकं विनश्यति तच्चैतत्स्वरूपमुत्पनमात्रस्य विद्यते तदानीमुत्पादानन्तरमेव तेन विनष्टव्यम् , इति व्यक्तमस्य क्षणिकत्वम् ॥ (અનુવાદ) લેકના પૂર્વાર્ધનું બીજી રીતે નિર્વચન કરવામાં આવે છે -બૌદ્ધ દર્શન આ પ્રમાણ કહે છે કે ઃ સર્વે પદાર્થો ક્ષણિક છે, કેમ કે ઘટ આદિ પદાર્થો મુદુગર આદિના સંયોગથી નાશ પામે છે. જે પદાર્થો ક્ષણિક (ક્ષણવિનાશી) ન હોય તે મુદુગર આદિને સંગ રહેવા છતાં પણ તેને નાશ ના થવું જોઈએ. તેથી જે સ્વરૂપ વડે અન્ય અવસ્થામાં ઘટા આદિને નાશ થાય છે, ઘટ આદિ પદાર્થોની ઉત્પત્તિ પણ તે સ્વરૂપથી થાય છે. કેમ કે જે સમયે મુક્ષ્મસ્થી ઘટને નાશ થાય છે, તે સમયે મુદ્દગર ઘટમાં કાંઈ નવીન સ્વરૂપ ઉત્પન્ન કરતું નથી. તેથી સિદ્ધ થાય છે કે ઘટનું સ્વરૂપ ઉત્પત્તિ અવસ્થામાં અને અંત્ય અવસ્થામાં એક સરખું જ હોય છે. આમ ઘટાદિ સર્વવસ્તુ ઉત્પન્ન થયા બાદ તુરત જ નાશ પામે છે, આથી સવ પદાર્થોની ક્ષણભંગુરતા પ્રગટ થાય છે, સ્યા. ૨૫
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy