SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी (૨) સકલ પ્રાણીઓના પુયરાશિના કારણે અસીમ પ્રતિભાની જીવંતમૂર્તિસમા સરસ્વતી અને બૃહસ્પતિને જેમણે પિતાના એક જ શરીરમાં ધારણ કરીને સ્વાદુવાદને પિતાના શરીરના દષ્ટાંતથી સિદ્ધ કર્યો છે એવા શ્રી હેમચન્દ્ર પ્રભુ મારા માટે સદબુદ્ધિના સમુદ્રને ઉલ્લસિત કરવા સમર્થ થાઓ. (૩) જે મનુષ્ય એમના દ્વારા કથિત ગ્રન્થના અધ્યયનના બહાને ભગવાન શ્રીમદ હેમચન્દ્રસૂરિને આશ્રય લે છે, તેઓ ઉજજવલ કલાઓના ગૌરવને પ્રાપ્ત કરીને ગ્ય સ્થાન પામે છે. () હે માતા સરસ્વતી ! તમે મારા હૃદયમાં બિરાજે; જેથી આપ્તપુરુષની આ સ્તુતિની ટીકા રચવાના પ્રારંભની સંભાવના શીઘ્ર સિદ્ધ થાય. અરે; અથવા એ તે ભૂલી જવાયું! કેમ કે “શ્રી કમ' એવી રચનાથી મનોહર, શાશ્વત સારસ્વત મંત્ર તે મારા એઠમાં નિરંતર સૂરાયમાન છે અર્થાત્ ગુરુદેવનું નામ-સ્મરણ એ જ શ્રી સરસ્વતીનું મરણ છે અને તે તે નિરંતર છે જ, તેથી સરસ્વતીની પ્રાર્થના જુદી કરવાની ખાસ જરૂર રહેતી નથી. __ अवतरण इह हि विषमदुःषमाररजनितिमिरतिरस्कारभास्करानुकारिणा वसुधातलावतीर्णसुधासारिणीदेश्यदेशनावितानपरमाईतीकृतश्रीकुमारपालक्ष्मापालप्रवर्तिताभयदानाभिधानजीवातुसंजीवित नानाजीवप्रदत्ताशीर्वादमाहात्म्यकल्पावधिस्थायिविशदयशःशरीरेण निरवधचातुर्विधनिर्माणैकब्रह्मणा श्रोहेमचन्द्रमरिणा जगत्प्रसिद्ध श्री सिद्धसेनदिवाकरविरचितद्वात्रिंशद्वात्रिंशिकानुसारि श्रीवर्द मानजिनस्तुतिरूपमयोगव्यवच्छेदान्ययोगव्यवच्छेदाभिधान द्वात्रिंशिकाद्वितयं विद्वज्जनमनस्तत्त्वावबोधनिबन्धन विदधे । तत्र च प्रथमद्वात्रिशिकायाः सुखोनेयत्वाद् तद्व्याख्यानमुपेक्ष्य द्वितीयस्यास्तस्या निःशेषदुर्वादिपरिषदधिक्षेपदक्षायाः कतिपयपदार्थविवरणकरणेन स्वस्मृतिबीजप्रबोधेविधिविधीयते । तस्याश्चेदमादिकाव्यम् (અનુવાદ) આ ભરતક્ષેત્રમાં વિષમ દુષમા' નામના પાંચમા આરારૂપી રાત્રિના અંધકારને નાશ કરવા માટે સૂર્ય સમાન શ્રી હેમચન્દ્રસૂરિએ, સ્વર્ગમાંથી પૃથ્વી તલ પર ઉતરેલી અમૃતની નહેર સમાન મધુર દેશનાના પ્રવાહથી કુમારપાલ મહારાજાને “પરમાત કર્યા અને એમના દ્વારા “અભયદાન' નામની સંજીવની પ્રવર્તાવવામાં આવી. તેથી જીવનને પામેલા અનેકાનેક પ્રાણીઓના આશીર્વાદના માહાઓથી આચાર્ય હેમચન્દ્રસૂરિનું નિર્મળ યશ શરીર અનેક ક૯૫પર્યત સ્થિરતાને પામ્યું છે. ચાર પ્રકારના વેદના પ્રણેતા બ્રહ્માની જેમ લક્ષણ, સાહિત્ય તર્ક અને આગમ, આ ચારે પ્રકારની નિરવઘ વિદ્યાના નિર્માતા ચાર વેદનાં નામઃ ઝવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy