SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ १९० अन्ययोगव्य. द्वा. श्लोक : १६ (અનુવાદ) શંકઃ પ્રમાણ અને પ્રમાણુના ફળમાં ક્ષણમાત્રનું અંતર હોવાથી, પ્રમાણ તથા પ્રમાણુનું ફળ કમપૂર્વક થશે ને? સમાધાનઃ ના, તમારા ક્ષણિકવાદમાં કઈ પણ વસ્તુ એક જ ક્ષણમાં રહેવાવાળી હેવાથી બીજી ક્ષણમાં તરત જ નાશ પામી જાય છે, આમ કારણરૂપ પ્રમાણુ ક્ષણિક હોવાથી ઉત્પન્ન થતાંની સાથે જ તેને નિર્મળ નાશ થઈ જાય છે, માટે કારણરૂપ પ્રમાણના ફળ રૂપ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કાર્યની ઉત્પત્તિ વિદ્યમાન કારણથી જ થાય છે. જે કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ થતી હોય તે મૃત્તિકા વિના પણ ઘટની ઉત્પત્તિ થવી જોઈએ પરંતુ આકસ્મિક કાર્યની ઉત્પત્તિ અસંગત છે. તેથી એકાતે અભિન્ન એવા પ્રમાણ અને પ્રમાણુના ફળમાં કાર્ય-કારણ ભાવ સંબંધ બની શકતું નથી, બે પદાર્થોમાં રહે છે; ક્ષક્ષયિની પ્રતિજ્ઞાવાળા તમારા મનમાં કાર્યકારણભાવ સંબંધ થઈ શકતો નથી. અને તેથી “આ હેતુ અને આ કાર્ય ઈત્યાકારક નિશ્રયાત્મક જ્ઞાન પણ થઈ શકતું નથી. કેમકે પ્રમાણુ અને પ્રમાણુનું ફળ પ્રમિતિ, બને ક્ષણિક હોવાથી એક સાથે રહી શકતાં નથી. પ્રમાણુના ચહણમાં ફળનું અગ્રહણ હોવાથી, તે ગનેના સંબંધનું જ્ઞાન થઈ શકતું નથી. કહ્યું પણ છે કે; એકના સ્વરૂપ જ્ઞાનથી બનેના સંબંધનું જ્ઞાન થઈ શકતું નથી, પરંતુ બંને વસ્તુના જ્ઞાનથી જ તેને સંબંધનું જ્ઞાન થાય છે. (ટી) થતા ઘરે અર્થશાસ્ત્ર પ્રમાણ ! દશાર્વતાતિसिद्धः" इति न्यायबिन्दुसूत्रं विवृण्वता भणितम् "नीलनिर्भासं हि विज्ञानं, यतस्त स्माद नीलस्य प्रतीतिरवसीयते । येभ्यो हि चक्षुरादिभ्यो ज्ञानमुत्पद्यते, न तद. शात तज्ज्ञानं नीलस्य संवेदनं शक्यतेऽवस्थापयितुं नीलसदृशं त्वनुभूयमानं नीलस्य संवेदनमवस्थाप्यते । न चात्र जन्यजनकभावनिबन्धनः साध्यसाधनभावः । येनैकस्मिन् वस्तुनि विरोधः स्यात् । अपि तु व्यवस्थाप्यव्यवस्थापकभावेन तत एकस्य वस्तुनः किश्चिद्रुपं प्रमाणं किश्चित् प्रमाणफलं न विरुध्यते । व्यवस्थापनहेतुर्हि सारूप्यं तस्य ज्ञानस्य व्यवस्थाप्यं च नीलसंवेदनरूपम्" इत्यादि ॥ (અનુવાદ) બૌદ્ધમતાનુયાયી આચાર્ય ધર્મોત્તરે ન્યાયબિંદુસૂત્રમાં કહ્યું છે કે કઈ પણ વસ્તુનું જ્ઞાન કરતી વખતે જે જ્ઞાન જે પદાર્થના આકારમાં પરિણુત થાય છે, તે જ જ્ઞાન પ્રમાણુરૂપ કહેવાય છે. અને તે જ જ્ઞાનથી પદાર્થનું જ્ઞાન થાય છે. દા. ત. જ્યારે નીલ ઘટને જાણવાવાળું જ્ઞાન નીલ ઘટના આકારને ગ્રહણ કરે છે, ત્યારે જ નીલ ઘટનું જ્ઞાન થાય છે, પરંતુ ચક્ષુ આદિ ઈદ્રિયો દ્વારા ઉત્પન્ન થતા જ્ઞાનથી નીલ ઘટનું સંવેદન થઈ શકતું નથી. તેથી જે સમયે જ્ઞાનમાં નીલ ઘસદશ આકારને અનુભવ થાય છે તે સમયે જ નીલ ઘટનું જ્ઞાન થાય છે, માટે અમે પ્રમાણ અને પ્રમાણુના ફળમાં કાર્યકારણુભાવ નિબંધન સાથે-સાધનભાવ સંબંધ માનતા નથી કે જેથી એક વસ્તુમાં વિરોધ થાય પરત અમે વ્યવસ્થા-વ્યવસ્થાપકભાવ સંબંધ માવીએ છીએ. તેથી કંઈ પ્રમાણથી પ્રમાણુના ફળની ઉત્પત્તિ થતી નથી, પરંતુ પ્રમાણુથી પ્રમાણુના ફળની વ્યવસ્થા થાય છે,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy