SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी સ્થાવર એ પાંચ પ્રકારની તિર્યંચ યોનિ છે. તથા બ્રાહ્મણ આદિ અવાન્તર જાતિની અપેક્ષા કર્યા વિના એક પ્રકારના મનુષ્ય છે. આ ચૌદ પ્રકારને ભૌતિક સર્ગ કહેવાય છે. એ ભૌતિક સગ ઊર્વ અધે અને મધ્ય લેકના ભેદથી ત્રણ પ્રકાર છે. આકાશથી માંડીને સત્યપર્યત ઉદર્વ લેકમાં સવગુણની અને પશુથી માંડીને સ્થાવરપર્યત અધલેકમાં તમે ગુણની, તથા બ્રહ્મથી માંડીને વૃક્ષપર્યત રજોગુણની બહુલતા છે. સાત દ્વીપ અને સમુદ્રોને મધ્યલેકમાં અંતર્ભાવ થાય છે. તથા બહેરાપણું (શ્રોત્રને), કઠતા (વાણી), અંધપણું (ચક્ષુને), જડતા (સ્પર્શને), ગંધના જ્ઞાનને અભાવ (ાણ), મુંગાપણું (રસનાન), લુલાપણું (હાથન), લંગડાપણું (પગ), નપુંસકપ (લિંગનો), ગદગ્રહ-કબજીયાત (પાયુન) તથા ઉન્મત્તતા (મનનો) એ અગીઆર પ્રકારનો ઈતિનો વધ છે. નવ તુષ્ટિ અને આઠ સિદ્ધિને વિપયર્ય કરવાથી સત્તર પ્રકારને બુદ્ધિને વધ થાય છે. તે આ પ્રમાણે પ્રકૃતિ (અંભઃ), ઉપાદાન (સલિલ), કાલ (ઘ), ભોગ (ષ્ટિ) એ ચાર આધ્યાત્મિક તુષ્ટિ અને પાંચ ઇદ્રિના વિષયથી વિરક્તિરૂપ ઉપાર્જન રક્ષણ, ક્ષય, ભેગ અને હિંસાથી ઉત્પન્ન થવાવાળી પાર, સુપાર, પારાપાર, અનુત્તમાંભઃ અને ઉત્તમાંભા એ નામની પાંચ બાહયતુષ્ટિ મળીને કુલ નવ તુષ્ટિ થાય છે. અને આધિદૈવિક. આધિભૌતિક તથા આધ્યાત્મિક આ ત્રણ પ્રકારના દુઃખોના નાશથી ઉત્પન્ન થવાવાળી પ્રમદ, મુદિતભેદ, અને માન નામની ત્રણ મુખ્ય સિદ્ધિ તથા અધ્યયન, શબ્દ, તર્ક સન્મિત્રોની પ્રાપ્તિ અને દાનથી થવાવાળી તાર, સુતાર, તારતાર, સમ્યક્ અને સદામુદિત એ નામની પાંચ ગૌણ સિદ્ધિઓ મળીને કુલ આઠ પ્રકારની સિદ્ધિ થાય છે. અને અગીઆર પ્રકારને ઇન્દ્રિયોને વધ, અને સત્તર પ્રકારને બુદ્ધિને વધ મળીને કુલ ૨૮ પ્રકારની અશક્તિ કહેવાય છે. તથા ધૃતિ શ્રદ્ધા, સુખ, વાદ કરવાની ઈચ્છા અને જ્ઞાન, આ પાંચ કર્મનિ છે. આવી સંવર અને પ્રતિસંવર આતિની અનેક વિરુદ્ધ કલ્પનાઓ સાંખ્યતવકૌમુદી અને ગૌડપાદભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવી.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy