SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ अन्ययोगव्य. द्वा. *लोक : १५ જગતનું પ્રતિબિંબ પડે છે. જ્યારે બુદ્ધિમાં ચેતના શક્તિનું પ્રતિબિંબ પડે છે. ત્યારે આત્મ પિતાને બુદ્ધિથી અભિન્ન સમજીને ઉપચારથી “હું સુખી છું, હું દુખી છું' ઈત્યાદિ જ્ઞાનને અનુભવ કરે છે. મહર્ષિ પતંજલિએ કહ્યું છે કેઃ “યદ્યપિ પુરુષ (આત્મા) સ્વયં શુદ્ધ છે. પરંતુ બુદ્ધિ સંબંધી અધ્યવસાયને જેતે બુદ્ધિથી ભિન્ન હોવા છતાં પણ પિતે પિતાને બુદ્ધિથી અભિન્નની જેમ સમજે છે. વાસ્તવિક તે પદાર્થનું જ્ઞાન બુદ્ધિનું જ છે.” વાચસ્પતિએ કહ્યું છે કે : “લૌકિક કાર્યમાં પ્રવૃત્ત સર્વલેકે એમ માને છે કે આમાં અમારો અધિકાર છે, અને આ અમારૂં કર્તવ્ય છે, એમ સમજીને નિશ્ચય કરે છે, અને નિશ્ચય કર્યા પછી લકે કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, આ પ્રકારની લેકમાં પરિપાટી ચાલે છે. તેવી રીતે બુદ્ધિમાં ચેતનાશક્તિનું પ્રતિબિંબ પડે છે, તેથી આ મારૂં કર્તવ્ય છે, એ પ્રકારને બુદ્ધિને નિશ્ચય થાય છે. અને તે નિશ્ચય બુદ્ધિને અસાધારણ વ્યાપાર છે. આ પ્રકારે બુદ્ધિમાં ચેતના શકિતનું પ્રતિબિંબ પડવાથી અચેતન બુદ્ધિ ચેતનાની જેમ પ્રતિભાસે છે. વાદમહાર્ણવમાં કહ્યું છે કેઃ “દર્પણ સમાન બુદ્ધિમાં સંક્રાન્ત પદાર્થોનું પ્રતિબિંબ પુરુષારૂપી દર્પણમાં પડે છે અને તે બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે, તે જ પુરુષને ભેગ કહેવાય છે. આથી જ પુરુષને ભોકતા કહે છે. પરંતુ વાસ્તવિક તે આત્મામાં કઈ પણ જાતને વિકાર થતો નથી.” આસુરિએ પણ કહ્યું છે કે : “જેમ નિર્મલ જલમાં પહેલું ચંદ્રનું પ્રતિબિંબ જલને વિકાર છે, પરંતુ ચંદ્રને નહીં, તેમ ભિન્ન પદાર્થોનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવાથી આત્મામાં જે ભોકતૃત્વ છે તે બુદ્ધિને વિકાર છે, આત્માને નહીં, વાસ્તવિક તે આત્મા પલાશપત્રની જેમ નિલેપ છે.” ભેગના વિષયમાં વિનયવાસીએ કહ્યું છે કે જેમ ભિન્ન ભિન્ન રંગના સંયોગથી નિમલ એવું પણ સ્ફટિક રત્ન ભિન્ન ભિન્ન રંગવાળું દેખાય છે તેમ અવિકારી પણ ચેતન (આત્મા) અચેતન એવા મનને પોતાની સમાન ચેતન બનાવે છે. વાસ્તવિક તે મને વિકારી હવાથી ચેતન કહેવાતું નથી. (टीका) न च वक्तव्यम् पुरुषश्चेदगुणोऽपरिणामी कथमस्य मोक्षः । मुचेबन्ध. नविश्लेषार्थत्वात् सवासनक्लेशकौशयानां च बन्धनसमाम्नातानां पुरुषेऽपरिणामिन्य. सम्भवात् । अत एव नास्य प्रेत्यभावापरनामा संसारोऽस्ति, निष्क्रियत्वादिति । यतः प्रकृतिरेव नानापुरुषाश्रया सती बध्यते संसरति मुच्यते च न पुरुष इति बन्धमोक्षसंसाराः पुरुषे उपचर्यन्ते । यथा जयंपराजयौ मृत्यगतावपि स्वामिन्युपचर्ये ते, तत्फलस्य कोशलाभादेः स्वामिनि संबन्धात् , तथा भोगापवर्गयोः प्रकृतिगतयोरपि विवेकाग्रहात् पुरुष संबन्ध इति ।
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy