SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य, द्वा. श्लोक : १४ (टीका) न सामान्यात् पृथग्विशेषस्योपलम्भ इति चेत्, कथं तर्हि तस्योपलम्भ इति वाच्यम् । सामान्यज्याप्तस्येति चेद्, न तर्हि स विशेषोपलम्भः । सामान्यस्यापि तेन ग्रहणात् ततश्च तेन बोधेन विविक्तविशेषग्रहणाभावात् तद्वाचकं ध्वनि तत्साध्यं च व्यवहारं न प्रवर्तयेत् प्रमाता । न चैतदस्ति । विशेषाभिधानव्यवहारयोः प्रवृत्तिदर्शनात् । तस्माद् विशेषमभिलपता तत्र च व्यवहार प्रवर्तयता तद्ग्राहको बोधो विविक्तोऽभ्युपगन्तव्यः। एवं सामान्यस्थाने विशेषशब्दं विशेषस्थाने च सामान्य शब्दं प्रयुञ्जानेन सामान्येऽपि तद्ग्राहको बोधो विविक्तोऽङ्गीकर्तव्यः । तस्मात् स्वस्वग्राहिणि ज्ञाने पृथक्प्रतिभासमानत्वाद द्वावपीतरेतरविशकलितौ । ततो न सामान्यविशेषात्मकत्वं वस्तुनो घटते । इति स्वतन्त्रसामान्यविशेषवादः ॥ (અનુવાદ) જે સામાન્યથી ભિન્ન કોઈ વિશેષ વસ્તુનું જ્ઞાન થતું નથી એમ કહે છે તો, અમારો પ્રશ્ન છે કે વિશેષનું જ્ઞાન કઈ રીતે થાય છે? એમ ના કહેશો કે સામાન્યની સાથે વિશેષનું જ્ઞાન થાય છે, તે એ જ્ઞાન વિશેષનું નહીં કહી શકાય, કેમ કે એનાથી તે સામાન્યનું પણ જ્ઞાન થાય છે. માટે સામાન્યથી ભિન્ન એવા શુદ્ધ વિશેષનું જ્ઞાન નહીં થવાથી, વિશેષના વાચક શબ્દમાં અને તેનાથી સાથે વ્યવહારમાં પ્રમાતાની પ્રવૃત્તિ ન થવી જોઈએ, પરંતુ વિશેષના વાચક શબ્દમાં અને વિશેષ ઉપર અવલંબિત વ્યવહારમાં પ્રમાતાની પ્રવૃત્તિ તે દેખાય છે. માટે વિશેષની અભિલાષા અને વ્યવહારથી સામાન્યથી ભિનન વિશેષનું જ્ઞાન અવશ્ય સ્વીકારવું જોઈએ એ રીતે સામાન્યના સ્થાનમાં વિશેષ શબ્દને અને વિશેષના સ્થાનમાં સામાન્ય શબ્દનો પ્રયોગ કરવા દ્વારા વિશેષથી ભિન્નપણે સામાન્યનું પણ જ્ઞાન સ્વીકારવું જોઈએ તેમ જ સામાન્ય અને વિશેષને પોતપોતાના જ્ઞાનમાં ભિન્ન ભિન્ન પણે પ્રતિભાસ થતો હોવાથી સામાન્ય અને વિશેષની પરસ્પર નિરપેક્ષ (સ્વતંત્ર) ભિન્ન ભિન્ન તત્વની સિદ્ધિ થાય છે. પરંતુ સામાન્ય અને વિશેષ ઉભય સ્વરૂપ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. _ (टीका) तदेतत् पक्षत्रयमपि न क्षमते क्षोदम् । प्रमाणबाधितत्वात् । सामान्यविशेषोभयात्मकस्यैव वस्तुनो निर्विगानमनुभूयमानत्वात् । वस्तुनो हि लक्षणम् अर्थक्रियाकारित्वम् । तच्चानेकान्तवादे एकाविकलं कलयन्ति परीक्षकाः। तथाहि । यथा गौरित्युक्ते खुरककुत्सास्नालाशूलविषाणाधवयवसंपन्नं वस्तुरूपं सर्वव्यक्त्यनुयायि प्रतीयते, तथा महिष्यादिव्यावृत्तिरपि प्रतीयते ॥ (અનુવાદ) જૈન - ઉપર વર્ણવેલા ત્રણે પક્ષ પ્રમાણથી બાધિત હેવાથી યુક્તિયુક્ત નથી નિર્વિવાદ પણે સમસ્ત પદાર્થોનું સામાન્ય વિશેષ ઉભય સ્વરૂપ જ અનુભવમાં આવે છે. કારણ કે “અર્થ ક્રિયાકારિત્વ' એવું વસ્તુનું લક્ષણ, અનેકાન્તવાદમાં જ સંપૂર્ણરૂપે
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy