SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ જાળ. p. કા ૨૨ અમને અભિમત વેદ-વાનું અને વિવાહ આદિ મંત્રોનું પણ ફલ પરલોકમાં મળશે, આથી વૈદિક વિધિ અનુસાર વિવાહ આદિ થયા પછી તરત જ કેટલાંકને વૈધવ્ય પ્રાપ્ત થાય છે, ઈત્યાદિ પ્રકારના આપે આપેલા ઉપાલંભને અહીં અવકાશ નથી. સમાધાન ! વાહ! આ તે તમારી ગજબ વા-ચાતુરી છે ! જો વર્તમાન જન્મમાં વૈદિક મંત્રને અનુસાર થયેલા વિવાહ આદિનું ફળ આગામી ભવમાં મળતું હોય તે એ પ્રમાણે બીજા ભાવમાં મંત્રપ્રયુક્ત વિવાહ આદિનું ફળ ત્રીજા ભવમાં અને ત્રીજા ભવમાં વૈદિક વિધિ અનુસાર કરાયેલા વિવાહ આદિનું ફળ ચોથા ભવમાં આ પ્રમાણે ઉત્તરેત્તર ભવમાં તેનું ફળ મળ્યા જ કરશે, તે તેના ફળને ભેગવવા માટે અનંત ભ કરવા પડશે! તેથી કયારેય પણ કઈ જીવના સંસારનો અંત થશે નહીં. તેમ થવાથી કેઈને પણ મેક્ષપ્રાપ્તિ થશે નહીં. ફલિતાર્થ એ છે કે તમને અભિમત વેદવાકય સંસારરૂપી વેલડીનાં મૂલરૂપ છે, અને અમે જે આરેગ્યાદિની પ્રાર્થના કરીએ છીએ તે અસત્યામૃષા (વ્યવહારભાષા) દ્વારા પરિણામની વિશદ્ધ કરવાના કારણરૂપ હોવાથી, તે દેષરૂપ નથી. (અસત્યામૃષા-સત્ય નહીં અને અસત્ય નહીં) જેમ કે કઈ વનમાં ભિન્ન ભિન્ન જાતિનાં અનેક વૃક્ષે હેવા છતાં પણ આમ્રનાં વૃક્ષે ઘણાં હોવાથી લોકમાં કહેવાય છે કે “આ આમ્રવન છે.' અસત્યામૃષાનું વિશેષ સ્વરૂપ બીજા ગ્રંથમાંથી જાણવું. આ રેગ્યાદિના જે પ્રાર્થના કરવામાં આવે છે, તે કેવળ ભાવ આરોગ્યને ઉદ્દેશીને જ અને તે ભાવ આરેગ્ય સંસારરૂપ ભાવ રેગને નાશ કરવા સ્વરૂપ હેવાથી, તેવા પ્રકારની પ્રાર્થના ઉત્તમ ફળ આપે છે. તેથી ભાવઆરોગ્ય વિષયક પ્રાર્થના વિવેકી પુરુષોને અનાદરણીય કઈ રીતે હોઈ શકે ? અર્થાત ભાવઆરોગ્યવિષય પ્રાર્થના જરૂર વિવેકી પુરુષોને આદરણીય છે. કેમ કે પ્રાર્થનાથી પરિણામની વિશુદ્ધિરૂપ ફલ જરૂર પ્રાપ્ત થાય છે અને તે ભાવશુદ્ધિ વડે મેક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે સર્વદર્શનકારોને માન્ય છે. (टीका) न च वेदनिवेदिता हिंसा न कुत्सिता । सम्यग्दर्शनज्ञानसम्पन्नेरचिर्मार्गप्रपर्वेदान्तवादिभिश्च गर्हितत्वात् । तथा च तत्त्वदर्शिनः पठन्ति - ___ "देवोपहारव्याजेन यज्ञव्याजेन येऽथवा । नन्ति जन्तून् गतघृणा घोरां ते यान्ति दुर्गतिम् " ॥ वेदान्तिका अप्याहुः-- "अन्धे तमसि मज्जामः पशुभिर्ये यजामहे । हिंसा नाम भवेद्धर्मों न भूतो न भविष्यति" ॥ तथा “अनिर्मामेतस्माद्धिसाकृतादेनसो मुञ्चतु" छान्दसत्वाद् मोचयतु इत्यर्थः । કૃતિ થાવાણુણ-- " ज्ञानपालिपरिक्षिप्ते ब्रह्मचर्यदयाम्भसि । स्नात्वाऽतिविमले तीर्थे पापपङ्कापहारिणि ॥१॥ ध्यानाग्नौ जीवकुण्डस्थे दममारूतदीपिते । असत्कर्मसमिक्षेपैरग्निहोत्रं कुरूत्तमम् ॥२॥
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy