SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य, द्वा. श्लोक : ११ વિહુવલ બનેલા કૃપાપાત્ર બિચારા પંચંદ્રિય જીવોને કસાઈથી પણ અધિક કુરતાથી મારવામાં આવે છે. તે મારનારા પુરુષોના સંપૂર્ણ પુણ્યને નાશ થાય છે, તેથી દુર્ગતિને જ અનુકૂલ પરિણામ ઉત્પન્ન થાય છે. તેમાં દુર્લભ એ વિશુદ્ધ પરિણામ હોઈ શકતો નથી. માટે કે પદાર્થના યત્કિંચિત સદશ્યને જોઈ તેને દષ્ટાંતરૂપ બનાવી દોષ આપ ઠીક નથી. __ (टीका) न च जिनायतनविधापनादौ पृथिव्यादिजीववधेऽपि न गुणः । तयाहि तदर्शनाद् गुणानुरागितया भव्यानां बोधिलाभः पूजातिशयविलोकनादिना च मनःप्रसादः, ततः समाधिः, ततश्च क्रमेण निःश्रेयसप्राप्तिरिति । तथा च भगवान् पञ्चलिङ्गीकारः "पुढवाइयाण जइवि हु होइ विणासो जिणालयाहिन्तो । तव्विसया वि सुदिद्विस्स णियमओ अस्थि अणुकंपा ॥१॥ एयाहिंतो बुद्धा विरया रक्खन्ति जेण पुढवाई । इत्तो निव्वाणगया अबाहिया आभवमिमाण ॥२।। रोगिसिरावेहो इव मुविज्जकिरिया व सुप्पउत्ताओ । परिणामसुंदरच्चिय चिठ्ठा से बाहजोगे वि ॥३॥" (અનુવાદ) તેમજ જિનમંદિરનું નિર્માણ કરવામાં (પૃથ્વી આદિ ની હિંસા થવા છતાં પણ પુરય થતું નથી તેમ નથી, અર્થાત્ પુરપાર્જન અવશ્ય થાય છે. કેમ કે મંદિરમાં જિનેશ્વરભગવાનનાં દર્શન કરવાથી, ગુણાનુરાગી પણ વડે ભવ્ય જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તેમ જ પૂજાતિશયને જોવાથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ચિત્તની પ્રસન્નતાથી સમતાભાવ પ્રાપ્ત થાય છે. અને સમતાભાવથી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય છે. પંચલિંગીકાર ભગવાન શ્રી જિનેશ્વરસૂરિજીએ કહ્યું છે કેઃ યદ્યપિ જિનમંદિરના નિર્માણમાં પૃથવી આદિનું ખેદવું અને જલનું સિંચન કરવું, ઈત્યાદિ કારણોથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ આદિ જીવોને વિનાશ સંભવે છે, તે પણ સમ્યગદષ્ટિ આત્માને તે જ પ્રત્યે હમેશા દયાભાવ જ હોય છે. કારણ કે જિનેશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શન આદિથી તેઓને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી તે તત્વજ્ઞાન દ્વારા સંસારથી વિરક્ત થયેલા આત્માઓ અવશ્ય પૃથ્વી આદિ ની રક્ષા કરે છે. અને પરંપરાએ તેઓ અબાધિત એવા આત્યંતિક નિર્વાણ સુખના ભકતા બને છે. જેવી રીતે શુભ આશયવાળા વૈધ રોગીઓના રોગને નાબુદ કરવા માટે દદીઓની નસ વિગેરેનું છેદન કરે છે, લંઘન કરાવે છે, તેમજ કટુ ઔષધનું પાન કરાવે છે. આવા પ્રયોગમાં રોગીઓને બાધા થવા છતાં પણ પરિણામે હિતકારી હોવાથી જેમ વૈદ્યને પરિણામ સુંદર છે, તેમ કેવલ શુદ્ધ પરિણામથી જિનમંદિરના નિર્માણ કરવામાં પૃથ્વી આદિ જેને સંહાર હોવા છતાં પણ નિર્માણકર્તાને કેવલ પુણ્ય જ થાય છે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy