SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ अन्ययोगव्य. द्वा श्लोक : १० ब्रुवाणः शब्दाऽनित्यत्वप्रतिज्ञां जह्यात् । प्रतिज्ञातार्थप्रतिषेधे परेण कृते तत्रैव धर्मिणि धर्मान्तरम् साधनीयमभिदधतः प्रतिज्ञान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्दः, ऐन्द्रियकत्वादिन्युक्ते, तथैव सामान्येन व्यभिचारे चोदिते, यदि ब्रूयाद् युक्तं यत् सामान्यमैन्द्रियकं नित्यम् . तद्धि सर्वगतम् . असर्वगतस्तु शब्द इति । तदिदं शब्देऽनित्यत्वलक्षणपूर्व प्रतिज्ञातः प्रतिज्ञान्तरमसर्वगतः शब्द इति निग्रहस्थानम् । अनया दिशा शेषाण्यपि विंशति यानि । इह तु न लिखितानि, पूर्वहेतोरेव । । इत्येवं मायाशब्देनात्र छलादित्रयं सूचितम् । तदेवं परवचनात्मकान्यपि छलनातिनिग्रहस्थानानि तत्वरूपतयोपदिशतो अक्षपादर्षे वैराग्यव्यावर्णनं तमसः प्रकाशात्मकस्वप्रख्यापनमिव कथमिव नोपहसनीयम् इति काव्यायः ॥१०॥ _ (અનુવાદ) (૧) પ્રતિવાદી હેતુમાં અનેકનિકતા સિદ્ધ કરે ત્યારે વાદી વિરોધી દષ્ટાંતના ધર્મને સ્વાભિમત દષ્ટાંતમાં સ્વીકાર કરે, તે પ્રતિજ્ઞા-હાનિ નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. દા. ત. શબ્દ અનિત્ય છે, કારણ કે તે ઈદ્રિયને વિષય છે. જે જે ઈદ્રિના વિષય હોય છે તે તે અનિત્ય હોય છે. જેમ કે ઘટ. ઘડે ઈદ્રિયને વિષય હોવાથી અનિત્ય છે, તેમ શબ્દ પણ ઈદ્રિયનો વિષય હોવાથી અનિત્ય છે. આ પ્રમાણે વાદી પ્રતિજ્ઞા કરે છે ત્યારે પ્રતિવાદી કહે છે કે ઉકત વ્યાપ્તિ બરાબર નથી. કેમકે સામાન્ય(જાતિ) પણ ઈદ્રિયને વિષય છે, પરંતુ તે અનિત્ય નથી. તેથી નિત્ય એવા સામાન્યરૂપ સાધ્યાભાવાધિકરણમાં ચંદ્રિયકત્વ હેતુ રહેવાથી, પ્રસ્તુત હેતુ અનૈકાન્વિક (વ્યભિચારી છે. આ પ્રમાણે પ્રતિવાદી કહે છે, ત્યારે વાદી કહે છે કે ; જે આ પ્રમાણે છે, તે ભલે સામાન્યની જેમ ઘટ પણ નિત્ય થાઓ ! આ રીતે વાદા શબ્દમાં અનિત્યકારૂપ પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરે તેને પ્રતિજ્ઞા હાનિ નિગ્રહસ્થાન કહે છે. (૨) પ્રતિવાદી દ્વારા પ્રતિજ્ઞાનું ખંડન થાય ત્યારે ધમમાં અન્ય ધર્મને સ્વીકાર કરે તે પ્રતિજ્ઞાન્તર કહેવાય છે. દા. ત. શબ્દ અનિત્ય છે. કારણ કે તે ઈદ્રિયને વિષય છે. જેમ કે ઘટ. આ પ્રમાણે જ્યારે વાદી પ્રવેશ કરે છે ત્યારે પ્રતિવાદી દ્રિયકત્વ હેતુ નિત્ય એવા સામાન્યમાં રહેવાથી વ્યભિચારી બનાવે છે. વાદી કહે છે કે : સામાન્ય ઈદ્રિયને વિષય હવાની નિત્ય છે અને સર્વવ્યાપી છે, પરંતુ શબ્દ તે ઘટની જેમ અસગત છે તેથી તે અનિત્ય છે. આ રીતે પહેલાં શબ્દમાં અનિત્યતા સ્વીકારી અને ત્યારબાદ શબ્દમાં અસર્વગતત્વ સ્વીકારી, બીજી પ્રતિજ્ઞાને સ્વીકાર કરે, તે પ્રતિજ્ઞાન્તર નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. આ પ્રમાણે બાકીનાં ૨૦ નિગ્રહસ્થાને ન્યાયશાસ્ત્રથી જાણી લેવાં. પૂર્વે કહેલા હેતુથી, તેમજ અત્રે અનુપયોગી હોવાથી તેમનું વર્ણન કરવામાં આવ્યું નથી. અહીં માયા શબ્દથી છલાદિ ત્રણનું સૂચન કરેલું છે. તે છલ, જાતિ અને નિગ્રસ્થાન ફકત પરને ઠગવા રૂપ હોવા છતાં પણ તેને તત્ત્વ રૂપે ઉપદેશ કરતા એવા અક્ષપાદ ઋષિને વૈરાગી કહેવા, તે ખરેખર અંધકારને પ્રકાશ રૂપ કહેવા બરાબર છે. તેથી તેઓ પંડિત પુરૂષોમાં ઉપહાસ પાત્ર કેમ ના થાય ! આ પ્રમાણે દશમા કાવ્યનો અર્થ જાણુ.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy