SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય વ્ય. . : ૨૦ દુઃખ એ મુખ્ય ફલ છે, અને સુખદુઃખ રૂપ ફલનાં સાધન તે ગૌણ ફલ છે. પ્રત્યભાવ (મરણ) અને મેક્ષ એ આત્માના પરિણામ છે, માટે તે આત્માથી ભિન્ન નથી. માટે બાર પ્રકારના પ્રમેય છે એમ જે કહેવું તે ખરેખર વાણીને વિસ્તાર છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ તે જ વાસ્તવિક પ્રમેય છે. કેમકે “ચપરમ વસ્તુ મેચ એ પ્રમેયનું લક્ષણ સવે પદાર્થોનું સંગ્રાહક હોવાથી તે જ વાસ્તવિક સ્વરૂપ છે. આ પ્રકારે પ્રમાણ અને પ્રમેયની જેમ તેઓને અભિમત બાકીના સંશયાદિ ચૌદ પદાર્થો પણ તત્ત્વાભાસરૂપ હોવાથી બુદ્ધિમાન પુરુષોને અનુપાદેય છે. તે સંશયાદિ પ્રસિદ્ધ હોવાથી તેમજ પ્રન્થ ગૌરવના ભયથી તેને વિસ્તાર અહીં કરવામાં આવ્યો નથી, કેમકે તેને સંપૂર્ણ વિસ્તાર કરવાથી તે અહીંન્યાય શાસ્ત્રનું અવતરણ કરવું પડે ! અને એ રીતે સંપૂર્ણ ન્યાયશાસ્ત્રને અહીં ઉતારવાથી તે એક જુદે મોટે ગ્રંથ થઈ જાય ! (टीका)-तदेवं प्रमाणादिषोडशपदार्थानामविशिष्टेऽपि तत्त्वाभासत्वे प्रकटकपटनाटकसूत्रधाराणां त्रयाणामेव छलजातिनिग्रहस्थानानां मायोपदेशादितिपदेनोपक्षेपः कृतः । तत्र परस्य वदतोऽर्थविकल्पोपपादनेन वचनविघातः छलम् । तत् त्रिधावाक्छलं, सामान्यच्छलम्, उपचारच्छलं चेति । तत्र साधारणे शब्दे प्रयुक्ते वक्तुरभिप्रेतादयौदर्थान्तरकल्पनया तनिषेधो वाक्छलम् । यथा नवकम्बलोऽयं माणवक इति नूतन विवक्षया कथिते, परः सङ्ख्यामारोप्य निषेधति कृतोऽस्य नव कम्बलाः इति । संभावनयातिप्रसङ्गिनोऽपि सामान्यस्योपन्यासे हेतुत्वारोपणेन तनिषेधः सामान्यच्छलम् । यथा अहो नु खल्वसौ ब्राह्मणो विद्याचरणसंपन्न इति ब्राह्मणस्तुतिप्रसङ्गे, कश्चिद् वदति सम्भवति प्रामणे विद्याचरणसम्पदिति, तत्छलवादी ब्राह्मणत्वस्य हेतुतामारोप्य निराकुर्वअभियुक्ते यदि ब्राह्मणे विद्याचरणसंपद् भवति व्रात्येऽपि सा भवेद् व्रात्योऽपि ब्राह्मण एवेति । औपचारिक प्रयोगे मुख्यप्रतिषेधेन प्रत्यवस्थानम् उपचारच्छलम् । यथा मश्चाः क्रोशन्तीत्युक्ते. परः प्रत्यवतिष्ठते कथमचेतनाः मश्चाः क्रोशन्ति मश्वस्थाः पुरूषाः क्रोशन्तीति ॥ (અનુવાદ). આમ ૧૬ પદાર્થોનું સામાન્યરૂપ તત્ત્વાભાસપણું (મિથ્યાતવાણું) સિદ્ધ કરવા ઉપરાંત, પ્રગટ એવા કપટરૂપી નાટકમાં સૂત્રધારરૂપે આચરણ કરવાવાળા છલ, જાતિ અને નિગ્રહસ્થાનનું “મારા ” પદ વડે ખંડન કરવામાં આવ્યું છે. પ્રથમ છલની વ્યાખ્યા કરે છે. વાદીના વચનના અર્થને બદલી તેના વચનને વિઘાત કરે તે છલ. વાફ, સામાન્ય, અને ઉપચારના ભેદથી છલ ત્રણ પ્રકારે છે (૧) જ્યાં કઈ વાદીએ કેઈ સાધારણ શબ્દનો પ્રયોગ કર્યો હોય, ત્યાં તે વાદીના અભિપ્રાયની ઉપેક્ષા કરીને બીજા જ અર્થની કલપના વડે વક્તાના વચનને નિષેધ કરે તે વાછલ કહેવાય છે. જેમકે “નવાજોડ માણવ” અહીં વક્તાને “નવ” શબ્દને વિક્ષિત અર્થ નૂતન છે, એમ જાણવા છતાં પણ દુર્ભાવનાથી પ્રેરિત છલવાદી પ્રતિવાદીના વચનને
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy