SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी ९३ (અનુવાદ) તેમજ વૈશેષિક પ્રત્યેક શરીરમાં આત્માનું ભિન્ન ભિન્ન પણું અને સબ્યાપકપણુ સ્વીકારે છે. ભિન્ન ભિન્ન આત્માએ ઘણા હાવાથી અને પ્રત્યેક આત્મા વ્યાપક હાવાથી દીપકાની પ્રભાનુ જેમ સમિશ્રણ થાય છે, તેમ પ્રત્યેક આત્માઓનું પણ મિશ્રણ થશે ? અને તેથી પ્રત્યેક આત્મામાં રહેલાં શુભાશુભ કર્મોનુ સંક્રમણ થશે ! આથી એક આત્માનાં શુભક વડે અન્ય આત્મા સુખી થશે અને અન્ય આત્માનાં અશુભકમ વડે અન્ય દુઃખી થશે ! વળી સ્વયં ઉપાર્જન કરેલા શુભકર્માંના ઉદયથી સુખીપણું અને પર આત્માએ ઉપાર્જન કરેલા અશુભ કર્મો વડે દુ:ખીપણું થવાથી એકીસાથે એક જ આત્મામાં સુખદુઃખનું સવેદન થશે ! એમ ના કહેશે કે પેાતાના શરીરમાં આશ્રિત થઈને આત્મા, સ્વયં ઉપાર્જન કરેલા શુભાશુભકર્મોનાં ફૂલના ઉપલેાગ કરે છે ! કેમ કે સ્વયં ઉપાર્જન કરેલ અદૃષ્ટ ( શુભાશુભકમ ) શરીરથી બહાર નિકળીને, અગ્નિનું ઉંચે જવું વગેરે કાર્યો કરી શકશે નહીં. કેમ કે શરીરમાં રહીને જ આત્મા સુખદુઃખનું સંવેદન કરે છે, આ પ્રમાણે આપ સ્વીકારા છે, તેથી જ અગ્નિનુ ઉંચે જવુ વગેરે કાર્યાં અદૃષ્ટ, શરીર પ્રદેશથી બહાર નીકળીને, કરી શકશે નહીં. પરંતુ અદૃષ્ટ એ આત્માને ગુણ હાવાથી શરીરમાં રહીને જ આત્માને પ્રિય વસ્તુનું સ ંપાદન કરશે. आत्मनां च सर्वगतत्वे एकैकस्य सृष्टिकर्तृत्वप्रसङ्गः । सर्वगतत्वेनेश्वरान्तरनुप्रवेशस्य सम्भावनीयत्वात् । ईश्वरस्य वा तदनन्तरनुप्रवेशे तस्याप्यकर्तृत्वापत्तिः । न हि क्षीरनीरयोरन्योन्यसम्बन्धे, एकतरस्य पानादिक्रिया अन्यतरस्य न भवतीति युक्तं वक्तुम् । किञ्च, आत्मनः सर्वगतत्वे नरनारकादिपर्यायाणां युगपदनुभवानुषङ्गः । अथ भोगायतनाभ्युपगमाद् नायं दोष इति चेत्, ननु स भोगायतनं सर्वात्मना अवष्टभ्नीयाद् एकदेशेन वा ? सर्वात्मना चेद्, अस्मदभिमताङ्गीकारः । एकदेशेन चेत्, सावयवत्वप्रसङ्गः । परिपूर्ण भोगाभावश्च ॥ (અનુવાદ) તેમ જ આત્માનું સન્ધ્યાપકપણુ માનવાથી પ્રત્યેક આત્મા જગતના સ્રષ્ટા (કર્તા) થશે, કેમ કે પ્રત્યેક આત્માઓનું સર્વ વ્યાપકપણું અને ઈશ્વરનું પણ સબ્યાપકપણુ હોવાથી પરસ્પર સંમિશ્રણ થવાથી કાં તા ઈશ્વરનું કર્તાપણું પ્રત્યેક આત્મામાં આવશે. અથવા તે સર્વવ્યાપી એવા નાના આત્માઓનું જગતનું અકર્તાપણુ' ઈશ્વરમાં આવશે ! જેમ દૂધ અને પાણીનુ' પરસ્પર સ’મિશ્રણ થવાથી દૂધ-પાણીનું અલગ થવુ દુઃશકય છે, તેમ પ્રત્યેક સવવ્યાપી આત્માએથી ઈશ્વરનું અલગ થવું દુ;શકય હેાઇને પરસ્પર કર્તૃત્વ અકત્ વરૂપ આપત્તિ આવશે, વળી આત્માનું સવવ્યાપીપણુ માનવાથી એકીસાથે એક જ આત્માને નર-નારકાદિ પર્યાચાને અનુભવ થશે, જો કહેશેા કે ‘આત્મા શરીરમાં રહીને જ શુભાશુભ કમ'ના ભગવટા કરે છે, તેથી ઉક્ત દાષાને અવકાશ નથી,’આપનું આ થન પણ ખરાખર નથી, કેમકે અહી. પ્રશ્ન થાય છે કે આત્મા શરીરમાં સંપૂર્ણ રૂપે વ્યાપ્ત થઈને શુભાશુભ કમના વિપાકને અનુભવે છે? કે એક દેશથી વ્યાપ્ત થઈને ?
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy